વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હિરોઈન


શુંsss કોઈ હૈ!

હિરોઈન
અનેક પ્રસિદ્ધ અને લોકપ્રિય ફિલ્મો આપી ચૂકેલા નિર્માતા મિસ્ટર રાજેશ શાહ, એમની ફિલ્મો દ્વારા ઘણું નામ કમાઈ ચૂક્યા હતા.
સારી કુટુંબ પ્રધાન ફિલ્મો બનાવતા હોવાથી, નાના બાળકથી માંડીને જ્યેષ્ઠ નાગરિકો પણ તેમની ફિલ્મ જોવા ઉતાવળા થતાં.
પણ હકીકતમાં મિસ્ટર રાજેશ એક બહુજ છીછરો માણસ હતો. એ પોતાની ફિલ્મમાં કામ આપવાના બદલામાં એ ફિલ્મની હિરોઈનને ભોગવ્યા વગર ન રહેતો.

બે મહિના પહેલા એમણે એક નવી ફિલ્મ નું શૂટિંગ શરૂ કર્યું હતું.   મિસ્ટર શાહની દરેક નવીફિલ્મ માં હોય એમ આ ફિલ્મની હિરોઈન પણ એક નવીજ છોકરી નેહા હિરોઈન  તરીકે હતી , જે એક પ્રસિદ્ધ ધારાવાહિક માં કામ કરતી હતી અને અત્યંત મહત્વાકાંક્ષી હતી. કદાચ એનો આજ ગુણ મિસ્ટર રાજેશ પારખી ગયા હતા, તેમને ખબર હતી કે આવી મહત્વાકાંક્ષી છોકરીઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે,કોઈ પણ સ્તરની બાંધછોડ કરવા તૈયાર થઈ જતી.
પરંતુ આ વખતે, છોકરી થોડી અલગ નીકળી. આ નવી હિરોઈન મિસ્ટર રાજેશને કોઈ મચક આપતી જ નહતી. એથી રાજેશ થોડા અકળાઈ ગયા હતા અને વારંવાર એ હિરોઈનને એનો રોલ ઓછો કરી નાખવાની પરોક્ષ ધમકીઓ પણ આપતા હતા.
આખરે એમની ચાલ કામ કરી ગઈ અને નેહાએ એમને આ સપ્તાહ અંતમાં એટલે કે શનિવારનું સાંજના ડિનરનું આમંત્રણ આપ્યું.
આમંત્રણ મળતાં જ મિસ્ટર રાજેશ બહુજ ખુશ થયા કારણ એમને ખબર હતી કે આ ડિનર ફક્ત ડિનર નહિ રહે એવી ગોઠવણ એમના બાકીના સ્ટાફે કરી જ દીધી હશે.
છેલ્લા લગભગ છ સાત મહિનાથી જેની તેઓ રાહ જોતા હતા એમનું એ સ્વપનું આજે પૂર્ણ થવાની આરે હતું.
વચલી બધીજ  રુકાવટો દૂર કરીને એ આજે નેહાને મળવા એની ઘરે જવા નીકળ્યા હતા.
રસ્તામાં એમને નેહાનું છેલ્લા કેટલાય સમયથી થોડું અંતર રાખીને મળવું યાદ આવ્યું. એ મનોમન હસી પડ્યા,"મારી દરેક હિરોઈન મારો બિસ્તર ગરમ કરે જ છે નેહા,તું કેટલાં દિવસ બચવાની હતી?"
મનોમન એ આ નવી હિરોઈન વિશે વિચારતા હતા, ટીવીની દુનિયામાંથી તેણીને મોટા પરદાપર લાવવાનો શ્રેય તો મિસ્ટર રાજેશ લેવાનાજ હતા. સાથે સાથે આ નવા લોન્ચ ની કિંમત જે હજુ સુધી મળી ન હતી તે કદાચ આજે વસૂલાય એવુ એમનું મન એમને ગવાહી આપી રહ્યું હતું.
એટલેજ ઘરેથી નિકળતા પહેલા એ પોતે તે ઘડી માટે સંપૂર્ણ સજ્જ થઈને નીકળ્યા હતા.
ઘરેથી નિકળતા પહેલા તેમણે બાથ ટબમાં વિદેશથી મંગવેલો સુગંધિત શોવરજેલ નાખીને ઘસી ઘસીને સ્નાન કર્યું.અને નાહ્યા પછી પણ સંપૂર્ણ શરીરપર બહુજ મોંઘી કિંમતનો મોઈશ્ચરાઇજર લગાવ્યું જેથી એમની જાડી ચામડી થોડી મુલાયમ પડે. અને પછી હલકો ગુલાબી કલરનો ઝબ્બો અને ગોલ્ડન રંગનો પાયજામો પહેરીને તેમણે અરીસામાં પોતાનુ પ્રતિબિંબ જોઉં અને મો માંથી એક સેક્સી ગીત પર સિટી વગાડતા એ એમના વાર્ડ રોબ તરફ વધ્યા. ત્યાંથી એમનો મનગમતો સ્પ્રે લેવા.
જેવું તેમને કબાટ ખોલ્યું એમ એમનો એક કાળો શર્ટ નીચે પડ્યો. એ થોડા અપસેટ થયા કારણ જ્યારે પણ આવું બનતું કઈક તકલીફ અવશ્ય થતી. પણ પાછું તેમણે શર્ટ ઉપાડીને કબાટમાં પાછલી બાજુએ મૂકી દીધું.અને પોતાનો ગમતો સ્પ્રે છાંટીને એ બહાર આવ્યા. સાથેજ બીજો એક સ્પ્રે પણ સાથે લીધો. પહેલા આ સ્પ્રેની જરૂર નહોતી પડતી પણ આ બે ત્રણ વરસથી આ સ્પ્રે હવે જાણે જરૂરી થઈ ગયો હતો,પૂરી મજા માણવા માટે!
ડ્રાઇવર ને તો તેમણે પહેલાંજ નાં પાડી દીધી હતી કારણ આ ડ્રાઇવર લોકોને કારણે છાપામાં નામ ચડી જવું બહુજ સહેલું થઈ જતું.
સામાન્ય રીતે છાપામાં નામ આવવું એ બનતી ફિલ્મ પૂર્ણાહુતિ ને આરે હોય ત્યારે વધુ ફાયદાકારક રહેતું, એટલે છેલ્લે છેલ્લે એ પોતે પણ આવી વાતો ચગવા દેતા પણ આજની મુલાકાત હજુ એમનાં માટે પણ નવીજ હતી અને વધુમાં આજે એમને રસ ખાલી વસૂલીમાજ હતો.
મિસ્ટર રાજેશ નેહાના ફ્લેટ પાસે આવ્યા, બેલ મારવા જતા હતા ત્યાંજ તેમનું ધ્યાન મેઈન દરવાજા પર લગાવવામાં આવેલ એક બહુજ જૂના આદમકદ અરીસા પર ગયું. અરીસો જોઈને થોડા વિચાર માં પડ્યા.  ફરી એકવાર પોતે કેવા દેખાય છે એ જોવાનો મોહ થઈ ગયો અને એમનાથી ન રહેવાયું. એ અરીસાની બરોબર સામે જઈને ઊભા રહ્યા. અચાનક એમને લાગ્યું કે જાણે અરીસો તેમને "પાછો જા" એમ કહી રહ્યો છે. એમણે એ વિચારને ફગાવી દીધો અને બેલ મારી.
નેહા
એજ બારણું ખોલ્યું. મિસ્ટર રાજેશે અંદર જવા પગ ઉપાડ્યો ત્યાંજ એક ભલું મોટું આલ્સેશિયન કૂતરું બહાર ધસી આવ્યું. અને મિસ્ટર રાજેશ પર ભસવા લાગ્યું..
એ એટલું આક્રમક હતું કે મિસ્ટર રાજેશને અંદર પગ મૂકવો અઘરો થઈ પડ્યો. એમને લાગ્યું કે જાણે ઓલો કૂતરો કહેતો હોય,"બારણે થીજ પાછો વળ , તને અંદર નહિ આવવા દઈશ."
પણ એમ કૂતરાની બીકે પાછા વળે તો એ મિસ્ટર રાજેશ શાના? હવે તો મનમાં આજે વસૂલી કરીનેજ બહાર પાડવાનો નિર્ણય મનમાં કરી લીધો એમણે. અને દીર્ઘ શ્વાસ નાખતા નેહા તરફ જોયું.
નેહાએ તરત કૂતરાની પીઠપર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું "નો ડિયર, હી ઇઝ અવર સ્પેશલ ગેસ્ટ, ડોન્ટ બાર્ક ઓન હીમ." કહીને નીચે બેસીને એણે કૂતરાને કિસ કર્યું.
નેહાને  આવું પીઠ પર હાથ ફેરવતા જોઈને મિસ્ટર રાજેશ મનમાં જ બોલ્યા," કાશ હું આનું કૂતરું હોત..કેટલા પ્રેમથી હાથ ફેરવે છે. અને  કેટલી નજીક લે છે." અને પછી પોતાને કેવા નટખટ વિચાર આવે છે એ વિચારે પોતેજ હસી પડ્યા.
હવે કૂતરું એક ખૂણામાં જઇને ગુમસુમ થઈને બેસી ગયું. હવે મિસ્ટર રાજેશને એની દયા આવી. એમણે ધ્યાનથી એ કૂતરા તરફ જોયું. ઘણુંજ થાકેલું લાગતું હતું. અને નિરિહ આંખે એ મિસ્ટર રાજેશને નીરખી રહ્યું ગયું જાણે કે કઈક કહેવા માગતું હોય.  "પણ શું?" એ મિસ્ટર રાજેશ સમજી ન શક્યા.
એટલામાં નેહા બોલી,"આવો સર અંદર આવો."
મિસ્ટર રાજેશ અંદર આવ્યા. ફ્લેટનું ઇન્ટીરીઅર બહુજ સુંદર હતું. અધિકતર વસ્તુઓ એન્ટિક લાગતી હતી. જોઈને નેહાએ જૂની વસ્તુઓ નો ક્રેઝ હોય એવું લાગતું હતું."હું પણ થોડો જુનોજ કહેવાઉં ને નેહાના પ્રમાણમાં"મનમાં જ હરખાયા મિસ્ટર રાજેશ.
"તારા ઘરનું ઇન્ટીરીઅર એકદમ અલગજ છે..બહુજ યુનિક." અંદર પ્રવેશ કરતા કરતા હૉલ નું એક નજરે નિરીક્ષણ કરતા કરતા અને સાથેજ નેહાના વખાણ કરવા મિસ્ટર રાજેશ બોલ્યા.મનમાં વિચારતા હતા કે 'આજે તો તને પામવી છે તો આથી વધુ જુઠ્ઠું બોલવું પડશે તો તે પણ બોલીશ પણ આજ ખાલી હાથ તો નહીં જ જાઉં.'એક માદક સ્મિત એમના હોઠો પર ફરી વળ્યુ.
એટલા માં નેહા એમની નજીક આવી અને મિસ્ટર રાજેશ નાં ગાલ ઉપર ચુંબન કર્યું. આ શુભ સંકેત સમજીને મનમાં જ બહુ હરખાયા મિસ્ટર રાજેશ!
હૉલ માં બેસતાજ મિસ્ટર રાજેશને હજુ બે કૂતરા અને ત્રણ બિલાડા અને અકવેરિયમમાં ઘણી બધી માછલીઓ પણ દેખાઈ.
"તને જાનવરો બહુ ગમતા લાગે છે.નાં, અહી ઘણા જાનવરો છે એટલે જસ્ટ પૂછ્યું"
"હા કારણ પ્રાણી મનુષ્યકરતા વધુ વિશ્વાસુ હોય છે એમ મારું માનવું છે..મે બરાબર કહ્યું ને સર?" નેહાએ એમની આંખ માં આંખ મિલાવીને કહ્યું. એક ક્ષણ માટે મિસ્ટર રાજેશ ને લાગ્યું કે તેણી બહુજ રહસ્યમય વર્તન કરે છે. પણ બીજીજ પળે નેહાએ એમનો હાથ હાથ માં લીધો અને એ એની આંખોમાં ખોવાઈ ગયા.
"તું બરાબર કહે છે." મિસ્ટર રાજેશ પોતે નાં સમજી શક્યા કે એ આ વિધાન નેહાના સમર્થન માં કહે છે કે આજે એની દરેક વાત ને સમર્થન આપવું એમ નક્કી કરીને આવ્યા હતા એ પ્રમાણે એ બોલે છે.
"ચાલો સર જમી લઈએ તમે બહુ ભૂખ્યા હશો એમ તમારી આંખો કહે છે" કહેતા નેહાએ આંખ મારી અને ડાયનિંગ ટેબલ તરફ ઈશારો કર્યો.
ડાયનિંગ ટેબલ પર અનેક જાતની ખાવા પીવાની વસ્તુઓ પડેલી હતી. મિસ્ટર રાજેશને પણ ભૂખ તો લાગેલીજ હતી. એટલે એ પણ નેહાની પાછળ ટેબલ પાસે આવ્યા.
નેહાએ તેમના બંને જણા માટે એક એક ડ્રીંક બનાવ્યું.
"ડ્રીંક કઈક અલગ લાગે છે" એ બોલ્યા.
"તો છેજ તમારા માટે સ્પેશિયલ..તમારા જેવું." એમ કહેતા નેહા એમના ખોળામાં જ આવીને બેસી ગઈ.
એક ક્ષણ માટે મિસ્ટર રાજેશ ચોંકી ગયા કારણ નેહા આટલી જલ્દી હથિયાર નાખી દેશે એવું તો એમણે સ્વપનામાય નહતું ધાર્યું.
"કેમ મારું વજન બહુ છે?" એમને વિચારોમાં અટવાયેલા જોઈને નેહાએ લટકા સાથે પૂછ્યું અને ઉઠવાનું નાટક કરવા લાગી
"નાં નારે" મિસ્ટર રાજેશ તરત નેહાએ ખેંચીને પાછું ખોળામાં બેસાડતા બોલ્યા.
"છોડો હવે જમી લઈએ પહેલા પછી..." નેહા હજુ વાક્ય પૂરું કરે એ પહેલાંજ મિસ્ટર રાજેશ એની સામે એક આંખ મિચકવતા બોલી ઉઠ્યા,"અને પછી તું અને હું આજની રાત રળિયામણી કરીશું"
"જરૂર , પણ સર, હું તમને રાજ કહી શકું..કારણ સર કહું છું તો તમે મને મારા પપ્પાની ઉંમરના હો એવા લાગી છો અને બીજું કે સર હજુ સુધી હું કોઈની સાથે આવી ડેટ પર નથી ગઈ તો જો મારાથી કઈ ભૂલ થાય તો સમજી લેજો" નેહા બહુજ ધીમે બોલી.
"અરે બોલ ને તને જે ગમે તે. .."મિસ્ટર રાજેશે ઉતાવળ માં કહ્યું. સાથેજ મનમાં વિચારવા લાગ્યા,'આ કુમારી કન્યાને સ્ત્રી બનાવી દેવાનું બહુમાન મનેજ  આપ્યું તે ભગવાન!'
બેઉ નું ખાવાનું પત્યું ત્યાં એક બિલાડું મિસ્ટર રાજેશ પાસે આવ્યું, અને એમના પગ ચાટવા લાગ્યું. તેના પગ ચાટવાથી અકળાઈ ગયેલા રાજેશે તે બિલાડાને ધક્કો માર્યો. એમ કરતાં તે બિલાડું નીચે પડ્યું અને દૂર ક્યાયકથી "સાવધાન" એમ અવાજ સંભળાણો. મિસ્ટર રાજેશ ચોકી ગયા પણ એટલા માં ભીના નેપકીન સાથે નેહા આવી અને એમના પગ ને નરમાઈથી લૂછી કાઢ્યા. મિસ્ટર રાજેશ બિલાડા ને લીધે થોડા અપસેટ થઈ ગયા હતા એ પુનઃ નેહા નજીક આવતા સામાન્ય થઈ ગયા.
જમવાનું પૂરું થતાં જ નેહાએ એમને બેડરૂમ બતાવતા કહ્યું કે "હાથ ધોઈને તમે ત્યાં જઈને બેસો. હું અહીંનું સમેટીને ત્યાંજ આવું છું."
નેહાની આ હરકતથી મિસ્ટર રાજેશ પાછા એકદમ મૂડમાં આવી ગયા અને એમણે "મારે બાથરૂમ જાવું છે.", કહીને નેહાએ બાથરૂમ ક્યાં છે તે પૂછ્યું. નેહાએ બાથરૂમ તરફ ઈશારો કરીને બતાવ્યું. મિસ્ટર રાજેશ તરતજ અંદર ગયા. બાથરૂમ તો બહાનું હતું, એ પોતે તે બીજા સ્પ્રેનો ઉપયોગ કરવા માટે જગ્યા ખોળી રહ્યા હતા.
"બસ આ સ્પ્રે હવે તેનું કામ કરશે અને હવે રાત આખી મારી હવે રંગીન બની જશે." વિચાર કરતા કરતા પોતે જાત સાથેજ બોલતા હતા.
સ્પ્રે છાંટીને એ બાથરૂમ ની બહાર આવ્યા. અને સીધાજ બેડરૂમ માં મૂકેલા પલંગ પર જઈને આડા પડ્યા.એટલામાં તે પહેલા આવેલું એ કૂતરું અચાનક ન જાણે ક્યાંકથી આવું અને ફરી મિસ્ટર રાજેશ પર ભસવા લાગ્યું.
એક ક્ષણ માટે તો મિસ્ટર રાજેશ ઘબરાઈ ગયા કારણ એ કૂતરું સીધુંજ બેડ ઉપર આવી ગયું હતું અને જાણે એમને રૂમની બહાર કાઢવા ધમપછાડા કરતું હતું. મિસ્ટર રાજેશ થોડા સંભળે એ પહેલાંજ નેહા તેમની સામે આવી ગઈ ,તે પણ એકદમ પારદર્શી ટુ પીસ ગાઉન પહેરીને.મિસ્ટર રાજેશ ઘડીભર માટે કૂતરાને ભૂલીજ ગયા. પણ ત્યાંજ એક મોટું મસ બિલાડું એમની પર ધસી આવ્યું.
હવે કૂતરું અને બિલાડું બેય મળીને એમને ધક્કો મારવા લાગ્યા. મિસ્ટર રાજેશ હેરાન થઈ ગયા.પણ એમના બચાવમાં આવી નેહા! આછા ગુલાબી કલરના પારદર્શી ગાઉન માં તે એક અપ્સરા જ દેખાતી હતી. તેણીએ બિલાડા ને પંપાળીને બેઉ હાથથી પકડીને ઊંચકી લીધું અને પછી હૉલ માં બિલાડું મૂકવા માટે ગઈ.
અહી કૂતરું હજુ પણ મિસ્ટર રાજેશને બેડ પરથી ખસેડવા પ્રયત્ન કરી રહ્યું હતુ. પણ હવે મિસ્ટર રાજેશ સમજી ગયા હતા કે કેવી રીતે આ કૂતરાને સમજાવવું. તેમણે કૂતરાંની નજીક જઈને તેના પીઠ ઉપર બહુ પ્રેમથી હાથ ફેરવ્યો.
અને જેવો એમણે હાથ ફેરવ્યો ત્યાંજ એ કૂતરું, એક સોહામણા સુંદર એવા યુવક માં રૂપાંતરિત થઈ ગયું.
ઘડીભર માટે મિસ્ટર રાજેશ ઘબરાઈ ગયા પણ પછી એ યુવકને જોતા ચોંકી ગયા, કારણ એ યુવક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા કમાલ હતો. જે છેલ્લા કેટલાય દિવસોથી ગુમ હતો.
"સર આ છોકરી કાળો જાદુ જાણે છે અને આપણને ખાવામાં કઈક એવું આપી દે છે જેથી આપણે એક જાનવર બની જઈએ છીએ. તમે અહીથી.." એ આગળ પણ કંઇક કહેવા જતો હતો..પણ અચાનક નેહાનો પગરવ સંભાળીને એ બેડરૂમ ના બારણાં પાછળ જઈ સંતાઈ ગયો.
નેહા આવી સાથે દૂધનો પ્યાલો લઇ આવી હતી.
પણ મિસ્ટર રાજેશ હજુ કમાલ નામના આઘાત માંથી બહાર નહોતા આવ્યા એટલે એમણે તરત એની પાસે પાણી માંગ્યું. નેહાએ ગાઉનનું ઉપરનું પીસ ધીરે રહીને કાઢ્યું. રાજેશ એના ભરેલા બદનને જોઈને એકદમ બધુજ ભૂલી ગયા.
ત્યાંજ બારણાં પાછળથી કૂતરું ભસવાનો અવાજ આવ્યો. મિસ્ટર રાજેશ ને ત્યાં કમાલ છુપાયો હતો એ યાદ આવ્યું. એના વિચારે ફરી એ પરસેવે રેબઝેબ થઈ ગયા.
નેહાએ એમની તરફ જોતા નેહાં ને યાદ આવ્યું કે એમણે પાણી માંગ્યું હતું.
"એક મિનિટમાજ પાણી લઈને આવી છું તમને બહુ ગરમી થતી હોય તેમ લાગે છે એ. સી. વધારે ઠંડો કરી લો." કહીને નેહા એમને રિમોટ આપીને બહાર નીકળી ગઈ.
ત્યાંજ ઓલું કૂતરું પાછું આવ્યું, મિસ્ટર રાજેશે એનીપર હાથ ફેરવતા એ કમાલ બન્યો અને એક શ્વાસ માં કહેવા લાગ્યો," આ છોકરી ને જે વાસનાયુક્ત નજરે જોવે છે એ દરેકને તે જાનવર બનાવી દે છે અહી જેટલા પ્રાણી દેખાય છે એ બધાય મારા તમારા જેવા ઇન્સાન હતા પણ આણે ..એમણે બધાને એ એની કામેચ્છા પૂરી કરવા ક્યારેક ક્યારેક મનુષ્ય બનાવે છે પણ અમે માત્ર આ બેડ પણ માણસ બની શકીએ છીએ બહાર નહિ." ત્યાંજ નેહા પાછી ફરતી હોય એવો અવાજ સંભાળતા કમાલ બેડ પરથી ઉતરી ગયો અને જેવો એ બેડપરથી ઉતર્યો તેવોજ પાછો કૂતરું બની ગયો.
હવે મિસ્ટર રાજેશ થોડા બેચેન બની ગયા. પણ ત્યાંજ નેહા આવી અને બોલી,"તમે કમાલ નામના એ સુપર હીરોને ઓળખો છો? એણે મારી પર બહુજ ખરાબ નજર નાખી એટલે મે એને કૂતરું બનાવી નાખ્યું. તમે આવ્યા ત્યારે જે બહાર કૂતરું હતું એ એજ છે."
"પણ આવું કઈ રીતે બની શકે?" મિસ્ટર રાજેશ જાણીજોઈને અજાણ્યા હોવાનો ડોળ કરતા બોલ્યા. પણ એમની આંખોમાં ભયના ઓથાર દેખાતા હતાં.
"થઈ શકે, માંને આવડે છે એ જાદુ. પણ તમે શું કરવા ડરો છો તમે તો બહુજ સારા માણસ નીકળ્યા. તમે છ મહિના મારો ઇન્તજાર કર્યો."
મિસ્ટર રાજેશને થોડી હાશ થઈ, ચાલો હું તો જાનવર નહિ બનું.
નેહાએ નજીક ખસીને ટેબલ પર મૂકેલું દૂધ આપ્યું, દરમ્યાન સ્પ્રે એનું કામ કરતો થઈ ગયો છે એ મિસ્ટર રાજેશને જણાવા લાગ્યું હતું. નેહા પણ હવે ધીમે ધીમે નજીક આવતી હતી..થોડીવાર માં તો તેણીએ ગાઉન નું બીજું પીસ પણ કાઢીને ફેંકી દીધું. મિસ્ટર રાજેશ ની રાત રળિયામણી બની ગઈ. બેઉ થાકીને સૂઈ ગયા. સૂતાં પહેલાં મિસ્ટર રાજેશે પાંચ વાગ્યાનો અલાર્મ મૂક્યો અને પોતાના કપડા પહેરી લીધા, કે જેથી વહેલી સવારે નીકળી જવાય કારણ એ કોઈની નજરે ચઢવા નહોતા માંગતા.
સવારે અલાર્મ સાથે મિસ્ટર રાજેશ ઉઠ્યા. અને જેવા ઉઠ્યા તરતજ પહેરેલ કપડે બહાર આવ્યા.
બહાર આવ્યા અને ચાર ડગલાં ચાલ્યા હશે ત્યાંજ એક કૂતરું એમની પાછળ પડ્યું, મિસ્ટર રાજેશ દોડવા લાગ્યા. દોડવામાં ને દોડવામાં એમણે બિલ્ડિંગ નો એક ગોલ રાઉન્ડ લઈ લીધો એ વાત નો અહેસાસ એમને જ્યારે એ પાછા નેહાની ઘર પાસે આવીને ઊભા રહ્યા ત્યારે થયો.
અને ત્યાંજ એમની નજર બારણાં પરના અરીસા પર પડી, અરીસા માં દેખાતું હતું સામે ઊભેલું એક કાળું લીલી આંખો વાળું બિલાડું!
મિસ્ટર રાજેશે આજુબાજુ જોઉં, એમના સિવાય ત્યાં બીજું કોઈજ નાં હતું. ઘરમાં જવા સિવાય છૂટકો ન હતો કારણ બહારનું કૂતરું જાદુ વાળું ન હતું.
ત્રણ દિવસ પછી છાપાની હેડ લાઈન હતી," ત્રણ દિવસથી પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મિસ્ટર રાજેશ શાહ ગાયબ. ત્રણ દિવસ પહેલા તે તેમના નિવાસસ્થાનેથી  બહાર ફરવા નીકળેલા અને હજી સુધી પાછા નથી આવ્યા!
અનલા બાપટ
રાજકોટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ