વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ ત્રણ વૃદ્ધો

એ ત્રણ વૃદ્ધો


રીમા જેમતેમ કરીને ગાડીમાં ચડી અને ટ્રેન છૂટી...


આજે કોણ જાણે કેમ પણ જાણે કુદરત તેને આ ટ્રેન માં ચડવાની ના પાડતી હોય એમ ડગલે ને પગલે રીમાને કઈક ને કંઇક સમસ્યાઓ નડતી હતી..અને એ સ્ટેશને પોહચવામાં મોડી પડી. 

ગાડી ધીમે ધીમે સારું થઈ ગઈ હતી ત્યારે એ સ્ટેશને પોહચી અને ચાલતી ગાડીમાં જ એ ચડી હતી.

"હાશ!"  બર્થ પર બેસીને એ હાશકારો અનુભવતી હતી. ગમે તેમ તોય માંની ઘેર જવાનો આનંદ અલગ જ હોય છે.
એમાંય રીમાં લગભગ એક દાયકા પછી જામનગર જાવા માટે અમેરિકાથી પાછી આવ્યી હતી.

આજે સવારેજ હજુ એ મુંબઈ એરપોર્ટે પર ઉતરી હતી ત્યાંથી દિવસ પસાર કરવા માસીની ઘરે કાંદિવલી ગઈ હતી કારણ જામનગર માટે એનું રિઝર્વેશન રાતની સૌરાષ્ટ્ર મેલમાં  હતું.

એને જામનગર જવાની બહુજ તાલાવેલી લાગી હતી કારણ એક તો માંને મળવું હતું અને  બીજું એની ખાસ બહેનપણીની દીકરી નાં લગ્ન હતા.
પચાસ ની ઉંમરે પણ માં ને મળવા એ એક નાની બાળકી ની જેમ અધીરી બની હતી કારણ હતું માં ની નરમ ગરમ રહેતી તબિયત. માં પણ તેણીને મળવા બહુ અધીરી છે એવું એમના કૉલ પરથી જણાયું હતું જ. એટલેજ સવારે મુંબઈ ઉતરતા વેત જ એણે પહેલો કૉલ ભાઈ ને કર્યો,મમ્મી સાથે વાત કરવા. પણ આજે મમ્મી ફોન પર આવ્યાજ નહિ. થોડું અજુગતું લાગ્યું રીમાને પણ પાછી વિચારવા લાગી કે કદાચ ઊંઘ માં હશે એટલે નહિ બોલ્યા હોય.
આમ પણ કોણ જાણે કેમ આજે સવારથીજ બધુજ અસ્તાવ્યસ્ત ચાલુ હતું..
સવાર સવાર માં એક તો પ્લેન મોડું પડ્યું, રાતના ત્રણ વાગે પોહચવાના બદલે પાંચે લેન્ડ થયું.
મોડા પડેલા પ્લાને ને ઉતારવામાં મુંબઇ એરપોર્ટ ઉપર કમસે કમ આઠ ચક્કર માર્યા ત્યારે ખાલી રન વે મળ્યું અને પછી પ્લેન માંથી ઉતારીને બહાર આવી તો એની બેગ મળતાં લગભગ એક કલાક નીકળી ગઈ. આમ કરતાં સાત સાડા સાતે એ એરપોર્ટ માંથી બહાર આવી અને પછી તો સવારમાં નિયમિત હોય એ પ્રમાણે મુંબઈ નું ટ્રાફિક નડ્યું.
એમ બધુંય થઈને એ માસી ની ઘરે ધાર્યા કરતા ચાર કલાક મોડી પોહચી હતી.
માસીની ઘરે હવે બધું વહુઓના હાથમાં હતું એટલે નાસ્તો બહારથી લાવવામાં આવેલો, અને જમવાનું બનાવવામાટે એક બહેન ઘરે આવેલ.પણ માસીના આંગળાનો સ્વાદ એમાં ક્યાં?
મનમાં વિચાર થયો કે હું માસીના હાથ નાં બટેકાપૌવા ખાવા અહીંયા આવી હતી અને ઉલટાનું અહી આવીને પણ બહારનું જ ખાવું પડ્યું.
સૌરાષ્ટ્ર મેઈલ પકડવા માટે કાંદિવલી થી બોરીવલી જવા માટે તેણીએ ટેક્સી બોલાવી. ઘરેથી બે કલાક વહેલા નીકળી હતી એ. પણ જાણે આજે દિવસ જ ખરાબ હતો એમ અર્ધા રસ્તે માંડ પોહચ્યા ત્યાં ટેક્સી નું એક ટાયર પંકચર થઈ ગયું. રીમાની પાસે સામાન એટલો બધો હતો કે હવે બીજી ટેક્સી કરવી એટલે આ બધો સામાન ફેરવવો એક મોટી એક્સરસાઇઝ થઈ જાત એટલે તેણીએ ડ્રાઇવર ને ટાયર બદલી નાખ કહ્યું અને એ બેસી રહી કાર માજ.
ડ્રાઈવરે ટાયર બદલવા માં લગભગ વીસ મિનિટ બગાડી. પછી કાર બોરીવલી સ્ટેશનનાં રસ્તે ચઢી ત્યાંજ તેમની કાર ની આગળ જતી કાર કોઈ ટુ વ્હીલર વાળાને અથડાણી. બસ આગલા પંદર મિનિટ એ ઝગડો મટતા થયો પાછી માંડ કાર સહેજ આગળ વધી ત્યાં તો ટ્રાફિક!
અને છેલ્લે તો ગાડી પકડવા માટે એને દોડીને ચાલતી ગાડી પકડવી પડી!

બે મિનિટ થાક ઉતાર્યા પછી, એણે આજુબાજુ નજર દોડાવી...બે વૃદ્ધ અને એક વૃદ્ધા સામેની બર્થ પર હતા.
તેમણે પણ રીમાની સામે જોઇને સ્મિત કર્યું
એ ત્રણેય જણાને જોઈને રીમાને નિરાત થઈ કે ચાલો આ વૃદ્ધ લોકો છે એટલે ચિંતા જેવું કઈ નહિ.
એણે ભાઈ ને પાછો ફોન જોડ્યો માં સાથે બોલવા..પણ ભાઈએ ફરી એજ જવાબ આપ્યો ,"માં સૂતી છે!"
રીમા થોડી બેચેન બની ગઈ કારણ બે દિવસ પહેલા જ્યારે માં સાથે વાત થઈ હતી ત્યારે માં ને કોઈ એક કાળિયો એની નજીક આવતો હોય એવું દેખાતું હતું..પણ ભાઈ સાથે વાત કરતા ભાઈએ એવો કોઈ માણસ નથી આવ્યો એવું કહ્યું હતું. અને એજ દિવસે સાંજે ફરી ફોન કર્યો તો ફરી માં એ એને ડર લાગે છે એવું કહ્યું સાથે જ કહું કે એના પપ્પા હવે માંને બોલાવે છે બારણાં બહારથી. આ સાંભળીને એક ક્ષણ માટે ઘબરાઈ ગઈ કારણ એના પપ્પાને ગુજરી જઈને ચાર વરસ થઈ ગયાં છે. કોઈ મૃત વ્યક્તિ દેખાય છે એવું કેમ કહેતા હશે એ રીમા ને થોડું અજુગતું લાગતું હતું. અને એટલેજ માં ને મળવા એ દોડી આવી,પણ સવારથી ભાઈ માં સાથે વાત જ નથી કરાવતો એટલે એની બેચેની ઔર વધી ગઈ હતી.
'આ રાત પસાર થાય એટલે કાલે તો માં પાસેજ હોઈશ.'એમ વિચાર કરતી હતી ત્યાંજ ઓલા ત્રણેય વૃદ્ધોએ જમવાનું બહાર કાઢ્યું અને રીમાને પણ જમવા આમંત્રણ આપ્યું.
એટલે એણે પોતાની સાથે લાવેલા થેપલા પણ કાઢ્યા, અને ઓલા ત્રણેય સાથે જમવા લાગી.
દરમ્યાન ત્રણેય જણાને ધ્યાન થી જોતા એમનામાં બેઉ પુરુષ મિત્રો જણાતા હતા પણ વૃદ્ધા આમાંથી કોનો વાઇફ હશે? એ સ્પષ્ટ થતું નહતું. પણ ત્રણેય રાજકોટ જાય છે એટલું એને ખબર પડી. એટલે એ ખુશ થઈ ગઈ કે હવે રાતના આ લોકો છેજ.
જમવાનું પૂરું થયું ત્યાં એ લોકોએ સૂવાની તૈયારી  કરવાનું શરુ કર્યું.
"બેટા તું ઉપર સુઈ જઈશ?"એક વૃદ્ધે એને પૂછ્યું. એ સાથેજ એણે હા પડી કારણ એના મનમાં વિચાર આવ્યો  કે 'હું ભલે પચાસ ની થઈ પણ આ લોક કરતા તો નાની છું. એટલે મારે ઉપરની બર્થ પર જાઉજ જોઈએ.' હા પાડીને એણે પોતાનાં માટે પથારી કરી લીધી. આ સાથે સહપ્રવાસ કરતી વૃદ્ધા ને જોઈને તેણીને માં નાજ વિચારો આવતા હતા. એમ વિચાર કરતા કરતા એ ઊંઘી ગઈ.

રાતના કઈક ખુસરપુસર સાંભળી એ જાગી ગઈ.
પહેલા એને લાગ્યું કે 'નીચેના વૃદ્ધો પૈકી કોઈને કઈ થતું તો નહિ હોય ને? '
એટલે એણે તરત નીચે જોયું, અને નીચેનું દૃશ્ય જોઈ એના હાથપગની રૂંવાટી ઊભી થઈ ગઈ.
નીચે, બે વૃદ્ધો પૈકી એક, બીજા વૃદ્ધનું માથું ખોળામાં લઈને હિબકે ચડ્યા હતા..
પણ એથીય વિશેષ અને ફરવા જેવું એ હતું કે જે બીજા વૃધ્ધનું માથું પહેલાના ખોળામાં હતું , એમનું ધડ ગાયબ હતું...
અને પેલી ડોશીમા તો ક્યાંય નહોતી દેખાતી..
રીમાને ઓલા વૃદ્ધને પૂછવાની ઈચ્છા થઈ કે ઓલા બે ક્યાં ગયા પણ ડરને મારે એનો અવાજ જ નહોંતો ફૂટતો.
કારણ તે વૃદ્ધ જેમના ખોળા માં માથું હતું તે એટલા બિહામણા આવાજ કાઢીને રડતા હતા કે રીમા ચીસ મારવાનું પણ ભૂલી ગઈ.પણ દરમ્યાન એની અને ઓલા વૃદ્ધ ને આંખ મળી અને તેજ ક્ષણે તે વૃદ્ધ એકદમ વિચિત્ર નજરોથી રીમા તરફ જોઈને જોર જોરથી હસવા લાગ્યા.
રીમાએ ડર થી ચાદર મો ઉપર ખેંચી લીધી.એને થઈ ગયું કે નક્કી હું આ કોઈ ભૂતોના ડબ્બા માં ફસાઈ ગઈ છું. 'પણ પોતાની જાતને આ લોકો સોરી ભૂતો થી બચાવવું તો પડશેજ ને?' મનમાં આ વિચાર આવ્યો અને હવે શું કરવું એનો વિચાર કરવા લાગી. ત્યાંજ એને યાદ આવ્યું કે બાજુના કંપાર્ટમેન્ટ માં બાજુની સાઇટ પર કોઈ શ પ્રવાસી તો હશેજ જેને ઈશારો કરીશ તો આવશે મદત કરવા.
આ વિચાર આવતાં જ, તેણી બાજુના કંપાર્ટમેન્ટ નાં બાજુની બર્થ વાળા પેસેન્જર ને ઉઠાડવા માટે એને થોડું ઊંચું થઈને જાળી માંથી સાઇડ ની બર્થ પર નજર કરી અને એના મોંમાંથી ચીસ જ નીકળી ગઈ..ત્યાં ઓલા વૃદ્ધનું ધડ હતું કે જેમનું માથું નીચે બેઠેલા વૃદ્ધના ખોળામાં હતું..હવે તો ડર ને લીધે રીમાના ધબકારા વધી ગયા આને કંઇજ સૂઝતું ન હતું.
'આમ ધડ અહી ને માથું બીજે ક્યાં કેવી રીતે હોઈ શકે? આનો અર્થ એક તો ઓલા વૃદ્ધે આને મારી નાખ્યો છે અને હવે પછતાય છે અથવા પછી આ બધાય ભૂત છે!

હવે ડરને લીધે એને આંખો ખોલવાની પણ ઈચ્છા નહોતી થતી પણ સાથે સાથે ડર બી બહુજ લાગતો હતો એટલે આ લોકો પર નજર રાખવી જોઈએ એવુ પણ લાગતું હતું.
તેની મનમાં વિચારવા લાગી કે આજનો દિવસ જ ખરાબ છે. ડરીને એણે આંખો ઘટ બંધ કરી દીધી અને સૂવાનો પ્રયત્ન કરવો લાગી કારણ એને ડર હતો કે આ ભૂતોના કઈક કહેવા જઈશ તો એ લોકો એને મારી નાખશે.બિચારીએ પડખું ફેરવ્યું..
અચાનક એને લાગ્યું કે કોઈક એની ચાદર ખેંચે છે, ડર થી કાપી ઉઠી એ પણ પછી અચાનક એને એના પપ્પા દેખાણા, તે જે કોઈ એની ચાદર ખેંચાતું હતું એણે ધક્કો મારીને દૂર કરતા હતા.પણ ઓલો વ્યક્તિદુર જતોજ નહતો ઉલટાનું વધારે જોર થી ચાદર ખેંચવાનો પ્રયત્ન કરતો. અને સાથે સાથે ભયંકર અટ્ટાહાસ કરતો હતો. એના આવા ક્રૂર હસવાને લીધે હવે તો રીમા ને ખત્રીજ થઈ ગઈ કે બસ પતિ ગયું હવે. એટલા માં ઓલી વૃદ્ધા ક્યાંકથી મોટી આરી લઈને આવેલી. અને રીમા પર વાર કરવાજ જતી હતી ત્યાં રીમાના પપ્પા વચ્ચે પડ્યા અને પપ્પાના ને ટુકડા થઈ ગયા. અને રીમા જોરથી આક્રંદ કરતા ઉઠી ગઈ. એને ખ્યાલ આવ્યો કે આ એક ભયાનક સપનું હતું. તેણીએ નીચે નજર કરી તો નીચે એક વૃદ્ધ બીજા વૃદ્ધ નાં શિર ને ખોળા માં લઈને રુદન કરતો હતો. રીમા ને લાગ્યું કે આ કઈક ભયંકર છે. એટલે તેણીએ હવે મનોમન નક્કી કર્યું કે અત્યારે સુઈ જાવું અને પછી સવાર માં જોઈએ. પણ ઓલાલોકાના અટ્ટાહાસ અને બોલવાના અવાજ વચ્ચે એમને ઊંઘ આવાતીજ નહોતી.
અને આ બોલવાના અવાજ તો એને કેટલીય વાર સુધી સંભળાતા હતા..વચ્ચે વચ્ચે અમુક સ્ટેશને ગાડી ઉભી રહેતી ત્યાં એમના અવાજ બંધ થઈ જતાં..રીમા મનમાં વિચારતી હતી કે સવાર પહેલા તો મારું અહીથી ઉતરવું મુશ્કેલ જ છે એટલે વાંકાનેર ન આવે ત્યાં સુધી છૂટકોજ નથી. એ  ક્યારે વાંકાનેર આવે એની રાહ જોતી જાગતી હતી પણ કદાચ આખા દિવસ માં બનેલી ઘટનાઓને લીધે બહુ શારીરિક અને માનસિક બેઉ ટાઈપના ત્રાસને લીધે પરોઢિયે એને ઊંઘ આવી ગઈ 
"ચા ...ચા.."
સવાર માં વાંકાનેરમાં ચા વાળાની બુમે એને ઉઠાડી.. એણે ગભરાતા ગભરાતા  આજુ બાજુ જોયું....
ત્રણેય બર્થ પણ ત્રણ જણા  માથું ઢાંકીને સૂતા હતા.. ચાવાળાને બોલાવીને એણે ચા લીધો..
સવારની વેળાએ ભૂતોની તાકાત ઓછી થઈ જાય છે એ એના મગજ માં હતું અને બીજું ચા વાળા ની હાજરીને લીધે એનામાં થોડી હિંમત આવી.
ચા વાળો હતો એટલે તેણીએ ઓલા ત્રણેયને પણ ઉઠાડ્વનો વિચાર કર્યો...અને એ વિચાર સાથેજ તેણીએ ઓલા ત્રણેયની ચાદરો જોરથી ખેંચી કાઢી.
પણ જેમ ચાદર ખેંચી તેમ રીમા ચોકી ગઈ કારણ એ ત્રણેય જણ તો યુવાન હતા. હશે માંડ વીસ બાવીસ વરસ નાં!
'તો ઓલા કાલના વૃદ્ધો ક્યાં ગયા?' એ મનોમન બોલી ઉઠી.
રીમાએ એ લોકોને પૂછ્યું ," તમે ?તમે ક્યારે ચઢ્યા ગાડી માં? કાલ રાત્રે તો મારી સાથે ઓલા ત્રણ વૃદ્ધો હતા તે ક્યાં ગયા? તમે જોયા હતા એ લોકોને?.
"વૃદ્ધો? નાં અમે તો નથી જોયા કોઈ વૃદ્ધોને" ત્રણેય યુવાનો એ એકસાથે કહ્યું. અને સાથેજ ત્રણેય જણાએ માથું નકાર માં હલવ્યું.
હવે રીમા થીન રહેવાયું. રીમાએ એ લોકો ને કાલ રાત્રે
આ ગાડી માં કેવા ત્રણ વૃદ્ધો એની સાથે હતા. એ લોકોએ કેવું એકત્ર  ડિનર લીધું અને પછી અડધી રાત્રે એમના અવાજથી કેવી એની ઊંઘ ઉદી ગઈ અને પછી એણે માથા વગરનું ધડ અને ધડ વગરનું માથું ક્યાં કોણ ખોળા માં જોયું એ બધુજ એણે સવિસ્તાર દરેક વાત કહી.
એવામાં ગાડી રાજકોટ ની પાદરે પોહચી હતી. ત્યાંજ ત્રણ માંથી એકે સીટ નીચેથી એક બેગ કાઢી અને એમાં ઓઢેલી  ચાદર મૂકવા લાગ્યો..ત્યાં રીમા ને એમાં એક મુંડકુ (ખોપડી) દેખાયું..તેણીએ તરત હાથ નાખીને એ ખોપડી બહાર કાઢી...અને ત્રણેય છોકરાઓ જોર જોર થી હસવા માંડ્યા.
આ બધાથી રીમા ખૂપ ગુસ્સે ભરાઈ. ગુસ્સે ભરાયેલી રીમા ની માફી માગતા છોકરાઓએ કાલ થી આજ સુધીની બધીજ વાત માંડીને કરી...

આજે એ લોકો રાજકોટ માં એક નાટ્ય પ્રયોગ કરવા નીકળ્યા હતા અને એમાં એ ત્રણેય એક રહસ્મય વાર્તા લઈને નાટક કરવાના છે જેમાં બે વૃદ્ધ મિત્રો એકજ સ્ત્રી ને પ્રેમ કરેછે અને પછી એ સ્ત્રી ને મેળવવાની લાલચે એક વૃદ્ધ બીજાની હત્યા કરી નાખે છે અને પછી એને ખબર પડે છે કે આ બધું ઓલી સ્ત્રીનું કાવતરું હતું.
ત્રણેય જણા દિવસે ઓફિસે જતા હોવાથી એમને સમય નહોતો મળતો પ્રેક્ટિસ કરવા. અને ત્રણ માંથી એક યુવાન સ્ત્રી બનવાનો હોઇ એની પ્રેક્ટિસ માટે બધાયે કાલે ઘરેથી કેવો વૃધ્ધોમો મેકઅપ કરીને આવ્યા આને રાત્રે એ લોકોએ પ્રેક્ટિસ કરતા હતા !!
"પણ ઓલું માથું અને ધડ?" રીમાંથી બોલાઇજ ગયું.
"એ અમે એકદમ અસલ લાગે એટલે ખોપડી ઉપર આના ચેહરા જેવોજ  માસ્ક બનાવીને લાવ્યા છીએ. એ ખોપડી પર ચઢાવ્યું." એક યુવાને કહ્યું.
"પણ માથા વગરનો ધડ?" રીમા બોલી.
"એ તો આન્ટી આનો પ્રતાપ." કહેતા બીજા યુવાને એક એવું ઓશીકું બતાવ્યું જેમાં વચ્ચે ખાંચો હતો અને ત્યાં મો સંતાઈ જતું એટલે જોવા વાળાને ખાલી ધડ દેખાય.
રીમા આ બધું જોઈને પછી પોતાની રાતની સ્તિથી યાદ કરીને હસી પડી.
એણે આ લોકોને જોયા અને પછી મનમાં માં પપ્પાના વિચારી ચાલુ હોવાથી તેણીને જરાક ઊંઘ લાગી એમાં પપ્પા એણે બચાવવા આવે છે એવું સપનું એના મગજે ત્તૈયાર કરી દીધું. અને એટલું ઓછું હોય એમ પોતે એ ઝૂઠાનાનેજ સાચું માની બેસી હતી.
આ બધુ એ લોકો સંભળાવતા હતા ત્યાં રાજકોટ આવી ગયું .ત્રણેય છોકરાવ રીમા ને પગે લાગીને કહ્યું,"આન્ટી અમારા માટે પ્રાર્થના કરજો..સ્પર્ધા છે ને!"
રીમાએ એ લોકોને "ઓલ દ બેસ્ટ.તમે નક્કી જીતશો.અને હા મને આ નંબર પર  પરિણામ જણાવજો."કહ્યું અને પોતાનો નંબર એક ચિઠ્ઠીમાં લખી આપ્યો. રાજકોટ સ્ટેશન આવતાં ઓલા લોકો ઉતરી ગયા.
રીમા હજુ વિચાર જ કરતી હતી..ગાડી રાજકોટ સ્ટેશન છોડીને હવે ધીરે ધીરે હતી પકડતી હતી ત્યાંજ 
"મેડમ અમે અહી બેસી શકીએ?" એવો અવાજ રીમાને સંભળાયો.. એણે અવાજ ની દિશા માં જોયું અને એના મોઢામાંથી નાં બોલાઈ ગયું કારણ ત્યાં હતા...

.બે વૃદ્ધો!

©સૌ. અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ