વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સફર લાગણીની નદીની...

ભારે કાંટાળી લાગણીની, નદીના પથની સફર હતી. 

ભાવભીની ભાવના, એ રાહમાં દરબદર હતી. 


સ્નેહ તણી એક સરિતા, વહેતી હતી એકલપંડે,

ખુદ હતી નદી છતાં, ભીનાશની કસર હતી!


રણ મળે કે પછી સમંદર, વાત મુકદરની ગણી,

અવિરતપણે ખળખળ વહી, છોને પથરાળ ડગર હતી.


પગલે-પગલે આ રાહમાં, સમર્પણ કરતી રહી,

પડતી-ચડતી, આથડતી રહી, દુનિયા કિંતુ બેકદર હતી.


ધૂંધળી દિશા સઘળી, ન મંજિલ દેખાય દૂર તલક,

હાલાકી ભોગવતી 'ઝંખના', તો પણ વહેવા અફર હતી!  


જાગૃતિ, 'ઝંખના મીરાં'...






 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ