વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાસી ઉત્તરાયણ

વાસી ઉત્તરાયણ

--------------------------

કવિ: - જગદીશ રથવી (સ્નેહબંસી)


ગઈકાલે માળામાં ફફડીને દિ કાઢ્યો,

માણસે આકાશમાં આખો દિ કાઢ્યો, 


ભૂખથી કકડતી આંતરડીએ ઊઠ્યાં, 

તેં બનાવ્યાં તેમણે અમારો દિ કાઢ્યો, 


કાગળના ડુચા થઈ પડ્યા છે પતંગો,

તંગ લાવી દૈ અમને એવો દિ કાઢ્યો, 


હો કિકિયો કરીને ડીજેના ઘોંઘાટથી,

બહેરા કયાઁ કાન એવો તેં દિ કાઢ્યો, 


ઉત્તરાયણ તારે,અમારે તો તાણ હતી, 

પાંખો હતી તોય માળામાં  દિ કાઢ્યો, 


તારે ઝાપટવું અને કાપવું એટલું જ ને?

અમારે કપાવવાના ડરથી દિ કાઢ્યો, 


સારું છે વરસે એક દિ હોય ઉત્તરાયણ!

વંશવેલો જવાના વિચારમાં દિ કાઢ્યો, 


તમારે તો બીજા દિવસે વાસી ઉત્તરાયણ,

અમે તો વાસી ખાવાનું લેવા દિ કાઢ્યો,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ