વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોફી કે ચા?

કોફી કે ચા?


આ શું તને કેટલી વખત કહ્યું કે મને કોફી નથી ભાવતી છતાં પણ બનાવે છે.


પણ આ કોફી મારા માટે છે.


પણ તું કોફી બનાવે છે એની સુગંધ આવી એટલે કહ્યું.


તમે ધીરજ રાખો.તમારે મને કંપની આપવાની છે.


પણ હું કોફી પીવા માંગતો નથી. પછી તને કંપની આપી શકીશ નહીં.


અરે ધીરે ધીરે બોલો. તમારા માટે ચા બનાવું છું.આદુ અને ફુદીનો નાંખીને. તમને ભાવશે.તમને  તો ચા જ ભાવે છે એ મને ખબર છે.આપણે બંને સાથે સાથે બેસીને પીવા બેસીશું. તમે ચા પીજો અને હું કોફી.


ઓહ્.. તું મારો કેટલો ખ્યાલ રાખે છે! તો ચાલ આજે કોફીમાં તને કંપની આપું છું.મારા માટે પણ કોફી જ બનાવજે.


ના..ના.. પછી તમે મોઢું બગાડશો.


ના..ના... કોફી પીવું જ છું પણ બહુ ભાવતી નથી એટલે કહ્યું.આજે કોફી તારા સંગાથમાં.

- કૌશિક દવે 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ