વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તપાસો

સંકલ્પનાની એક એક ક્ષણ તપાસો.
પથરાતુ ચોપાસ આખું રણ  તપાસો.

સ્તબ્ધ હૈયામાં સૂનકાર પથરાયા કરે,
અશ્રુભરી  આંખથી પાંપણ  તપાસો.

સમયની ધાર પર ચાલવું મુશ્કેલ છે,
સમયનું આ અનોખું મારણ તપાસો.

ઉદાસી છોડીને ચાલતા રહો સતત,
નરસિંહ, મીરાનું અવતરણ તપાસો.

મળી જન્મારે પીડા  ઘણી "તકદીર"
જિંદગીનું એક એક કારણ તપાસો.

જે.એમ.ભમ્મર
   "તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ