વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જવાનું હોય છે.

છાનુંમાનું કંઈક આપવાનું હોય છે.
સ્મિત ભીતરમાં રાખવાનું હોય છે.

ઝંઝાવાતી વાતો ભલે ચાલ્યા કરે,
એની વચ્ચે જ જીવવાનું હોય છે.

ફરિયાદ કોઈને કરવી નથી કદીએ,
બસ, ગમતું ફૂલ  મજાનું  હોય છે.

સ્વપ્નમાં આવી ભલે ચાલ્યું જાય,
તોય દિલે એ સાચવવાનું હોય છે.

પાનખર આવી ઊભી છે "તકદીર"
અંતે એજ રસ્તે જવાનું  હોય છે.

જે.એમ.ભમ્મર
    "તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ