વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નથી

નથી 

------

કવિ:- જગદીશ રથવી (સ્નેહબંસી)


ઘડ્યો જેવો ઘાટ,હવે એવો કોઈ ઘડનારો નથી,

લીધો જેવો શ્વાસ, હવે એવો કોઈ લેનારો નથી,

ડાળી ડાળી હેત ફૂટતાં,કળી કળી બનીને  કહોરે, 

ખીલ્યાં જેવાં ફૂલ, હવે એવાં કોઈ ખીલનાર નથી,

સમીર આવી સહેલ કરે, ઝાકળનાં છબછબિયાં,

મિલન કેવી મીઠડી, હવે એવાં કોઈ મળનાર નથી,

રજની સાથે રાત વીતાવે, ઉષા પાલવથી સંતાડે,

વિરહ બની રડતી, હવે એવાં કોઈ રડનાર નથી, 

નયનમાં નયન સંતાડે, નજરું એક થઈ જાતી,

સંગાથ વેળા મજાની,હવે એવાં કોઈ સાથીદાર નથી, 

આવજો કહું ને આવી જતાં, ગરજ સદાયે રહેતી,

આઘાં થાયે અંધારું, હવે એવાં કોઈ જનાર  નથી,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ