વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણય

કોઈની નજર પડી હશે,ને

ગુથેલાં કેશ ખુલ્યાં હશે.

આંગળીનો  સ્પર્શ થયો હશે,

ને સ્પંદન સ્ફૂર્યાં હશે.

 પાલવ ઢળ્યો હશે,

ને રાત મહેંકી હશે.

 હોઠ તરસ્યાં હશે,

ને દિલ વરસ્યું હશે.

 જ્યારે પ્રણયની શરૂઆત થઈ હશે,

 ત્યારે ધરતીને ગગન એક થયા હશે.

✍️જયા.જાની.તળાજા."જીયા"




 

 

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ