વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચિઠ્ઠી

આંખો મે રહા તું કભી દિલ મે ન ઉતરા,


કશ્તી કે મુસાફિર તુને સમુંદર નહિ દેખા!



આ શેર સાથે હું મારી વાત ને વિરામ આપુ છું. આપ સૌ એ મને સાંભળ્યો એ બદલ ખુબ ખુબ આભાર" 



પ્રોફેસર વિશાલ જોશી એટલું કહી ને હાથ જોડી ને અભિવાદન સ્વીકાર્યું. અને ૭૦૦ થી વધારે કોલેજ ના વિદ્યાર્થી ઓ એ ઊભા થઈ તાળી ના ગડગડાટ થી આખું ટાઉન હોલ ગજવી નાખ્યો. કુલપતિ અને અન્ય મહાનુભાવો એ પણ એમને ખુબ બિરદાવ્યા.



૩૬ વર્ષ ના ગુજરાત ના શ્રેષ્ઠ વક્તા પૈકી એક વિશાલ જોશી  એ પોતાના બે કલાક ના સંબોધન માં "પ્રેમ, લગ્ન જીવન અને કારકિર્દી"  વિષય પર ખૂબ હૃદય સ્પર્શી સંબોધન કર્યું હતું. આખું ટાઉન હોલ તેમને એક ધ્યાને સાંભળી રહ્યું હતું. પણ આ આખી વાત દરમિયાન ફરી ફરી ને એક વ્યક્તિ તરફ નજર જતી હતી. 



"હવે આપણે એક નાનું સેશન પ્રશ્નોતરી નું ગોઠવીશું, ત્યાર બાદ આપણે ભોજન લઈ ને છુટા પડીશું" 


લગભગ ૪૦-૫૦ હાથ પ્રશ્ન પૂછવા ઊંચા થયાં..


કારકિર્દી, લગ્ન, સમાજ અને પ્રેમ સંબંધ ને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. અમુક લોકો એ ચિઠ્ઠી પણ મોકલી. તે વ્યક્તિ એ પણ ચિઠ્ઠી મોકલી હતી. વિશાલ એ ચિઠ્ઠી કોઈ નું ધ્યાન ન જાય તે રીતે સીધી ખિસ્સા માં સરકાવી દીધી.


કાર્યક્રમ પૂર્ણ થતાં જ વિદ્યાર્થી ઓ સેલ્ફી લેવા વિશાલ ને ઘેરી વળ્યા પણ વિશાલ ની નજર તો તેને જ સીધી રહી હતી. 



તે વિચારી રહ્યો હતો કે એ જ અનન્યા છે કે જેના માટે તેણે લખવાનુ શરૂ કર્યું હતું. જે તેની પ્રેરણા હતી. જેની સાથે પી એચ ડી કરી ને તેને એક અલગ જિંદગી જીવવી હતી.




 ભોજન સમયે કુલપતિ સાહેબ એ ઓળખાણ કરાવતા કહ્યું કે " આ ડૉ. અનન્યા દેસાઈ છે, ગુજરાતી ના પ્રોફેસર છે." એ ઔપચારિક વાત કરી ને આગળ વધ્યો.  વારંવાર તેને ખિસ્સા માં રહેલી ચિઠ્ઠી યાદ આવતી હતી. પણ તે વાંચવા કાઢી શકે એમ નહોતો. તેણે વોશરૂમ માં જવાનું પણ વિચાર્યું પણ વિદ્યાર્થી ઓ ત્યાં પણ સેલ્ફી માટે ઘેરી વળ્યા.




આજે દસ વર્ષ પછી તેણે અનન્યા ને જોઈ હતી. હજી પણ એવી જ લાગતી હતી એ, થોડું વજન વધારે હોય એવું લાગ્યું. પણ તેની આંખો એટલી જ બૉલકી હતી આજે પણ! જાણે વિશાલ ની ધીરજ ની પરીક્ષા લેતી હોય તે રીતે તે દર થોડી મિનિટે તેને જોઈ ને નજર ફેરવી લેતી.




વિશાલ પણ થોડો નર્વસ થઈ ગયો હતો. શું અનન્યા ને ખબર હશે કે વેદિકા ના પપ્પા એ પોતાના મિત્ર ની કોલેજ માં પ્રોફેસર બનાવવાની શરતે  વિશાલ ના લગ્નએમની દીકરી સાથે લગ્ન કરાવ્યા હતા. કે તે પણ એમ જ સમજતી હશે કે વિશાલ એ પોતાના પરિવાર ના દબાવ માં આવી ને આ લગ્ન કર્યા હતા 




અંતે વિશાલ સૌને મળી ને પોતાની કાર માં બેસી ને ડ્રાઈવર ને સીધું અમદાવાદ લેવા કહ્યું. અને ખિસ્સા માં થી ચિઠ્ઠી કાઢતા તે વાંચી ને એની સામે જ જોઈ રહ્યો.....



"હ્રદય ની સંવેદનાઓ ત્યારે મગજ પર હાવી હતી,


જીવન ની હોડી ને અમે મૃગજળ પર ચલાવી હતી!"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ