વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફર્ક પડે છે!

બહુ સમજાવ્યું , છતાંય ન સમજ્યાનો ખેદ છે.
મૂંઝવણ ભર્યો પ્રેમ અને વ્હાલ વચ્ચેનો ભેદ છે.

સાંભળ્યું છે કે એક પાતળી રેખા જેટલો જ એ,
છતાં નથી સમજાતો અટપટો જાણે કોઈ વેદ છે!

અણસમજ પર સમજણ આપતો તારો વ્હાલ,
છે ગમતીલો , તું અને તારો નિર્લિપ્ત વ્હાલ.

વહેતા પ્રવાહમાં વહેવાની ફરજિયાત શરત જેવો,
અવિધિસરનો વિધિસર સંબંધ છે તારો વ્હાલ.

સમજાય એટલું કે તારા હોવાથી ફર્ક પડે છે,
એથીય વધુ તારા ન હોવાથી ફર્ક પડે છે,
બસ કહેવું એટલું જ છે કે... ફર્ક પડે છે.


છાયા ચૌહાણ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ