વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રોઝ ડે

રોઝ ડે
ઓફિસમાં સવારથી લોકો, એકબીજાને રોઝ ડે નિમિત્તે તને શું મળ્યું એવી એકબીજાને પૂછપરછ કરતા હતા. આ બધું જોઈને પેલાને કઈક યાદ આવ્યું. તેણે સાંજ નું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું.
તેણે ઓફિસ માંથી આવીને ડિનર ટેબલ સજાવ્યું , બહારથી મંગાવેલું ખાવાનું, મીણબત્તી, અને ધીમા અવાજે પેલીને ગમે છે તે સંગીત. બધુજ ગોઠવાઈ ગયા પછી તેણે ઓફિસમાંથી વળતી વખતે ચાર રસ્તા પાસેથી લીધેલ ગુલાબના ફૂલોમાંથી એક પીળું ફૂલ ડાયનીંગ ટેબલ નાં વાઝ માં ખોસ્યું, અને લાલ ગુલાબ નો બુકે બાજુના ટેબલ પર.
પેલીને ગમતા અત્તરનો માદક સુવાસ સર્વત્ર પસરેલો હતો, અને એ પોતે તેણીની વાટ અનિમેષ નયને જોઈ રહ્યો હતો,કારણ આ એક દિવસે તે આવેજ છે, ભૂલ્યાવગર!
આજે પણ આવશેજ, ખાત્રી હતી જ પેલાને, અને ..
એ આવી, આપેલ વચન નિભાવવા..પોતાના માથાપરની વિગ સરખી કરતાં કરતાં..ધીમે ધીમે બેડરૂમ ના બારણાં માંથી એ બહાર આવી," અરે હજુ કેટલો દિવસ બાંધી રાખીશ મને? તારામાં અટવાઈ ગઈ એટલે પુનર્જન્મ પણ નથી થતો મારો"
પેલાએ કહ્યું,"ભૂલ તારીજ છે,સાથે રહેવાની કસમો ખાધી હતી ને આપણે? તો કેમ જતી રહી તું? હવે ફરી એક થવા માટે તારે મારી રાહ જોવી જ રહી".

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ