વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેંધાવી.

મેઘાવી

અનિલ અને અનિતાને આજે નીકળતા મોડું થયું. આજે આખો દિવસ વરસાદી વાતાવરણ ઘનઘોર હતું.

અનિલ બેન્કનું કામ પતાવી બેન્ક બંધ કરાવી,  બાઇક પર દેહગામથી નીકળ્યો થોડે દૂર અનિતાની સ્કૂલ આવે(GIDC), એને લઈ રોજ અપ-ડાઉન કરે, નીકળતાં જ વરસાદ શરૂ થયો. જોકે બન્ને રેઇનકોટ સાથે હતા, અનિલાની શાળા સુધી પહોંચતા રોડ પર ખૂબ જ પાણી વહી રહ્યા હતા. અનિલાએ કહ્યું, "અનિલ વરસાદ બહુ છે, વાહનની અવર-જવર બંધ થઈ છે, ઉપર વાસમાં પણ ખૂબ જ વરસાદ છે, આપણે અહીં રોકાઈ જઈએ."

પણ અનિલે આનાકાની કરી ‘હજુ બહુ મોડું નથી, અજવાળું છે. હમણાં પહોંચી જઈશું, ક્યાં દૂર છે, બાઇક બરોબર છે.' બંને આગળ વધતા રોડ પર ખૂબ જ પાણી, ખાડા અને ઝાડના ડાળખા પડેલા, સાચવીને રસ્તો કાઢતાં આગળ વધતાં એક-બે વાર પડતાં પડતાં રહી ગયા. વરસાદી માહોલ સૂમસામ રસ્તો કોઈ પણ બહાર દેખાય જ નહીં, સામેથી કોઈ આવનારું પણ નહીં.અનિલ-અનિલાને અંદરથી થોડો ડર પણ લાગ્યો, નિરંતર અવર-જવર ચાલુ માર્ગ, આજે સાવ સૂમસામ !! બેઉને મનોમનમાં  વિચારો ઉદ્­ભવ્યા, અનિલને એમ થયું અનીલાએ સાચું કહ્યું હતું, આજની રાત સ્કૂલમાં રોકાઈ ગયા હોત તો સારું અને એક રાત પૂરતી વાત હતી. અનિલાને પણ વિચાર આવ્યો કે આવતીકાલે રજા હતી, ચોકીદારે પણ કહ્યું હતું 'બેન બહુ વરસાદ છે, સ્કૂલમાં બધી વ્યવસ્થા થઈ રહેશે તમને બેઉને ભાવે એ રસોઈ પણ થઈ જશે તો રોકાઈ જાવ'!! આ બધી ભાંજગડ બંનેના મનમાં ચાલતી હતી ત્યાં બાઇક આગળ જ ઝાડ જોરથી તૂટ્યું, બંને બ્રેક મારી માંડ-માંડ બચ્યા નીચે ઉતરી એકાદ ડાળ તોડી સાઈડમાંથી રસ્તો કાઢી આગળ વધ્યા. અનિલે કહ્યું "આ મગોડી નજીક છે અને પછી તો રસ્તો પણ મોટો આવશે" આ તરફ વરસાદે ખૂબ જ જોર પકડ્યું, આગળ રસ્તો પણ બહુ ના દેખાય, બાઇક-લાઈટ પણ ચાલુ કરી ને ફરી આગળ વધવાનું ચાલુ રાખ્યું. મગોડી પાસે નદી તો ગાંડીતૂર બની, બંને બાજુમાં પાણી નદી તો ડેમ છૂટ્યો તેમ પાણી વછૂટે તો બે કાંઠે છલોછલ કોઈની હિંમત નાં ચાલે. જાણે કુદરતનો પ્રકોપ સામે નજરે ચડે,બંને બાઇક બંધ કરી આજુબાજુ બરાબર જોયું, ભલભલા પણ વિચારે પણ અનિલે અનિલાના ખંભે હાથ મૂકી,પુલ તો સલામત છે, 'તું ગભરાઈશ નહિ, તું મને બરાબર જકડી રાખ.', અનિલે બાઇકની લાઈટ ઉપર નીચે સાઈડમાં ફેરવી બાઇક જોર ભેર હકારી મૂક્યુ,માંડ-માંડ ધ્રૂજતો બ્રિજ પસાર કરી સામે પહોંચી જીવમાં જીવ આવ્યો, હાશકારો અનુભવી બાઈક સહેજ હલ્યુ પાછળ જોયું તો એક સાઈટ બ્રિજની ઘડાકા સાથે ગરકાવ,પાણી બ્રિજ ઉપરથી હેલારા મારે.

       'અનિલ અને અનિલાને તો જાણે પરમાત્મા કૃપા અને જીવ બચ્યો લાખો પાઇ'!!!

       થોડી વાર જાણે હૃદય થમ્ભી ગયા.!!!

       એકમેકને ભેટી પડ્યા અને જલદી-જલદી આગળ મંજીલ પૂરી કરવા બાઇક ચલાવ્યું. બંનેની આંખ સામે પુલની સાઈડ તૂટતું દૃશ્ય તરવરે, મનોમન અનિલ-અનિલા પરમાત્માને અંતર પ્રાર્થના કરતા આગળ વહ્યા,જાણે-અજાણે ક્યાં રસ્તો જતો એ સ્પીડ પર ગતિ કરી આગળ વધ્યા.

ચિલોડા સર્કલ પહોંચતા પહોંચતા બેઉ એટલા થાકી ગયેલા કે જેની કોઈ સીમા નહિ એટલા ખાડા અને રસ્તા પર ચોમેર પાણી-પાણી .અનિલે અનિલાને હિંમત આપી કહ્યું ‘આ રહ્યું હવે ગાંધીનગર! બસ ૧૦-૧૫ મિનિટમાં પહોંચશું, હવે રસ્તો પણ સારો છે.’ જો કે રાત-દિવસ ચાલતું ઘમકતું સર્કલ લાઈટ વગરનું સૂમસામ હતું. પવનના ઝપાટા, ઝાડવાનો ભયંકર અવાજ કડાકા-ભડાકા વીજળીનો ઝબકારો! ભલભલા ડરી જાય એવું દૃશ્ય!

ફરીથી હિમતે મર્દા તે મદદ ખુદા!- એમ માની બેઉ એકબીજાને લપેટતા વળગી આગળ વધ્યા, આર્મી કેમ્પ પાસે ફરજના સૈનિકો વાહન બેસી આમને નિહાળી આશ્ચર્ય થયું. રસ્તો કાપતા કાપતા સાબરમતી બ્રિજ પણ આવ્યો અહીં પણ બે-કાંઠે સાબરમતી ભરાઈ ગઈ હતી, અંધારું  થવા માંડ્યું, પવન અને બારેમેઘ જોરથી મંડ્યા હતા. પુલના છેડા પરથી જોરદાર પાણી પૂરની જેમ નદીમાં ઘસમસતું હતું. ડાળી-ડાખલા-કચરો એટલો હતો કે કંઈ દેખાય નહિ. પુલ આગળ પેસતા જ પાણી ભરેલું હતું, બાઇક ધીમે-ધીમે સાઈડમાં લઇ કિક જોર મારી પુલ પર ચડવા બાઇક ચલાવ્યું કે આગળ વહીલમાં કંઈક જોરદાર અથડાયું, શું થયું!! એ નજર કરે ત્યાં તો ઘડાકા સાથે બાઇક બાજુની પુલની પાળીમાં અથડાયું!!! અનિલ અને અનિલા બંને ઉછળી પુલ પર પડેલા જાળી ડાળખા અને કીચડવાળા પાણીમાં બ્રિજની પાળી પર બેઉ પટકાયા, બાઇક હાથમાં છૂટી ક્યાં ગયું, એ જાણે પહેલા  બેઉ ફેંકાઈ પડી ગયા,  એકબીજાને જોયા, અનિલ નીચે અનિલા તેમની ઉપર, અનિલ ઊભો થવા કોશિશ કરી પણ પગ અને કમર ભાંગી ગયા એવું લાગતા ઊભો ના થઈ શક્યો જેવું તેણે માથું ફેરવી અનિલાને જોઈ એ તો પડતાની સાથે બેભાન થઈ સાઈડમાં આવી ગયેલી, અનિલે ગરદન ઊંચી કરી પાછળ જોયું, બ્રિજ સાઈડ તૂટી ગયેલ પાણી ઘસમસ્યું નદીમાં જતું હતું  ક્યાં  કેટલે એ  દૂર થઈ રસ્તો થઈ  ગયો. ચોમેર અંધકાર એ જ સાથે બેઉ બેશુદ્ધ અવસ્થાએ !!! (પછી આગળ જોશું).

એ સાંજ એટલી ભયકર અને ખતરનાક!!!

આજથી ત્રણ વર્ષ પહેલાં એ સાંજ હતી કે અનિલ-અનિલા પ્રથમ વખત એકબીજા ભેટી સુંદર સંસારમાં પગલાં માંડ્યા. સાંજે નિયમિત અનિલ બાઇક સાથે દહેગામથી નીકળી ગાંધીનગર આવે રોજનું અપ-ડાઉન, એ રીતે અનિલા પણ રોજ અપ-ડાઉન બંને એકબીજા જોયેલા હશે જ પણ અજાણ્યા. દેહગામથી નીકળી અનિલ GIDCમાં બેંક-કર્મચારી રહે એમની અનિલે લિફ્ટ આપી એને  ત્યાં ડ્રોપ કર્યા,  અનિલાને જોઈ પેલા (બેંક કર્મચારીભાઈએ)  "કેમ !  અનિલાબેન આજે હજુ અહીં બસ નથી આવી શું?" અનિલાબેનની શાળામાં એમના બંને બાળકો ભણતા પરિચિત હતા." ના ભાઈ એક બસ હું આવી પહેલા નીકળી ગઈ!બીજી લોકલ બસ આવી જ નથી," અનિલે બાઇકથી ઉતરી અને કહ્યું 'આપને વાંધો ના હોયતો બેસી જાવ."

અનિલે કર્મચારી મિત્ર દ્વારા કહ્યું, "અરે આપ પણ કર્મચારી, હું પણ! મેં આપને ઘણીવાર જતા આવતા જોયા છે." કર્મચારીએ અનિલને બેન્ક મેનેજરની ઓળખાણ આપી. અનિલા સ્વાગત કરતા નમસ્તે કર્યું, બાઇક પાસે આવી અનિલ બાઇક પર સવાર થઈ અનિલાને બેસવા કહ્યું. બન્નેએ પેલા કર્મચારી મિત્રને હાથ બતાવી ચાલી નીકળ્યા. મનમાં ને મનમાં અનિલના અંતર મનમાં હરખ હતો. એમણે પણ અનિલાને જતા-આવતા નીરખી હતી, મનમાં ને મનમાં વિચારતો કે ક્યારે એવી પળ મળે કે અમે એકબીજાને મળીએ-હળીએ ને મિત્રતા કેળવીએ.

અનિલા એકલવડી બાંધાની, દેખાવડી, જોઈને જ યુવાન તો ઠીક પણ સૌ કોઈ પુરુષને ગમી જાય એવી સારી સંપૂર્ણ સજ્જ નારી હતી. કોઈ વાર કલર ફૂલ સાડી તો કોઈ વાર મનપસંદ પંજાબી સલવાર. સુંદર આંખ, ભરાવદાર ગાલ ને હોઠ સુખી અને ખાનદાન ઘરેલુ દેખાવવાળી પૂર્ણ  નારી.

અનિલ પણ માભાદાર ઇન્સર્ટ કોઈ વાર કોટ અને પાટલુન, સુટ-બુટ, સુંદર બાંધો, દેખાવડો, સારી પર્સનાલિટી સાથે અપ-ટુ-ટેડ જોતા જ આ યુવાન નારીને આકર્ષણ થાય.

કોણ કોને શું વાત કહે એ વિચાર વાયુ ઉદ્­ભવતો હતો.

ત્યાં અનિલે પહેલ કરી, "Are you comforta......ble",  યુગલો પ્રથમ મળે એટલે ઈંગ્લીશ સહારો હોય તો અંદરોઅંદર ભાવુકતા પ્રગટે એવું પણ એક નોકરિયાત વર્ગનું માનવુ હોય છે, અનિલા વધુ નજીક સરકી અને આવેલ પ્રશ્નનો ઉમળકા અને સુંદર હસતા ચેહરે " yes I am very very much Comfortable, "ok હું અનિલ વ્યાસ છું. " ok Mr.. વ્યાસ" ‘હું Miss અનિલા જોશી."આમ રસ્તો અને વાતો નજીકતા જાણવા Mr. અને Miss શરૂ! બંનેના જીવન રેખા પર  નજીકતાના મોર લાગવા માંડ્યા. બન્ને કુંવારા એક જ જ્ઞાતિ અને નોકરિયાત એ ફલિત થયું. તેમ-તેમ નજીકતા વધુ દૃઢ બની, તેમ એકબીજા સ્પર્શ અને પ્રેમના સૂર ઝબુકવા લાગ્યા.

અનિલાએ કહ્યું, "Mr. વ્યાસ! આપ મળી ગયા તો સારું થયું, આપણે સમયસર પહોંચી જઈશું, નહિતર મારે લોકલ બસમાં બહુ મોડું થતા પપ્પા મમ્મી ચિંતા કરતા," અનિલે આવા પ્રશ્નનો જ અંદાજ લગાવ્યો, 'Miss જોશી! તમારે હવે અનુકૂળ હોય તો સાથે જ આવશું મારે કંપની રહેશે, તમારે બસની રાહ જોવાની ચિંતા જ નહીં'. જવાબની આતુરતાથી રાહ જુએ કે તરત જ અનિલાએ જવાબ વાળ્યો,'હાજી, બહુ અનુકૂળ રહેશે!’

જતાં જતાં મગોડી અને ચિલોડા સર્કલ આવ્યું, 'સેક્ટર-28 ફ્લેટમાં હું અને મારા મમ્મી બેઉ રહીએ છીએ,મમ્મી મારા જન્મ પહેલાં જ અહીં કડી કેમ્પસમાં સ્કૂલમાં હતા, હાલ નિવૃત્ત થયા, આપ આજે આવો તો પરિચય થશે અને ઘર પણ જુઓ.’

‘બહુ સરસ! પછી કોઈ વાર જરૂર આવીશ,અમો સે-30માં રહીએ છીએ. પિતાશ્રી અહીં પોલીસ ખાતા પહેલેથી હતાં, મારો જન્મ પણ અહીં,ભાઈ મોટો IPS છે, મમ્મી ઘરે જ, પપ્પા અક્ષરધામ આંતકવાદી મૂઠભેડમાં ગોળી વાગી એટલે નિવૃત્તિ લીઘી, ભાઈ ગ્રેજ્યુએટ થયા બાદ એ પણ પોલીસ વિભાગમાં. અનિલે જવાબ વાળ્યો, ‘બહુ સરસ આપણા બેઉનો પરિવાર નોકરિયાત અને સ્થાનિક! આપે મેરેજ નથી કર્યા કે.?!, અનિલે તરત જ જવાબ વાળ્યો, પપ્પા નથી અને મમ્મીને હવે ફુરસદ મળી, જો કે માંગા પણ ઘણા આવે છે, ઘણાં સગા-વ્હાલા પણ પૂછપરછ કરે છે, આપ પણ હજુ કુંવારા છો કે..? અનિલા એ જવાબ' હા ' વાળી કહ્યું માંગા તો આવે છે જ પણ ઘર અને પપ્પા-મમ્મીની ઇચ્છાએ"

     બાઇક પર આગળ વધતા અનિલે કહ્યું હવે વાતોમાં  નજીકતા વધુ હતી, "અનિલા આજે મારી સાથે ઘરે આવો, મમ્મીને મળો ત્યાં સાથે જમીએ" અનિલા બાઇક પર અનિલના ખભ્ભા પર હાથ રાખી નમતા હસતા જવાબ વાળ્યો'અનિલ આજે તો નહીં પછી ચોક્કસ આવીશ, મમ્મી ઘરે  સાંજે મારી રાહ જોતા જ હોય, એવું હોય તો તમે આવો આજે પપ્પા મમ્મી બેઉને મળો ત્યાં જમજો'  અનિલ થોડો વિચારમાં ચડ્યો અને અનિલાને પામવાના સાથ એકમેકના બનવા સંજોગોમાં તીવ્રતા અને ઉમળકો આગળ વધતો, હૈયે હરખ અને આજે કંઈક મેળવ્યા અને પ્રેમનું પારખું સફળ થતું હોય તેમ લાગ્યું, પહેલા તો મન થયું કે જાઉં? પણ બીજી ક્ષણે મનમાં પહેલા મમ્મીને વિશ્વાસમાં લઇ જાણ વગર ઉતાવળ નહિ. અનિલે બીજો હાથ સહેજ પાછળ જોઈ એના હાથ પર મૂકી અને કહ્યું ‘‘આજે નહીં તમને ઘરે મૂકી નીકળી જઈશ, મમ્મી પણ એકલી જ હશે." 'હા તમને ઉતારવા આવું જ છું પછી આવીશ જરૂર મળીશું.' સે.-30માં બાઈક લીઘી, આગળ સામે ચોકમાં પ્રથમ મકાન એમનું બહાર એમના મમ્મી ઉભા હતા, જેવી અનિલા ઉતરી બાઇક ફેરવી નીકળવા જતા અનિલાએ અનિલનું ધ્યાન દોર્યું, આ સામે મારા મમ્મી ઊભા એ જ ઘર અમારું છે. અનિલ બાઇક સ્ટેન્ડ કરી અનિલાના મમ્મી રેખાબેનને નમસ્તે કર્યા,અનિલાએ ઓળખાણ આપી, "મમ્મી Mr. અનિલ વ્યાસ! દહેગામ બેન્ક મેનેજર છે,બસનું આજ ઠેકાણું ના હતું એટલે આમની સાથે આવી ગઈ." રેખાબેને કહ્યું "બેટા સારું કર્યું સમયસર સારા માણસ સંગાથે આવી ગઈ, દીકરા અનિલ આવો ને હમણાં જ એના પપ્પા આવશે, બેસો!" અનિલે કહ્યું, પણ ઘરે મમ્મી એકલા હશે એ પણ રાહ જોતા હશે પછી જરૂર આવીશું જ!"  કહી બાઇક તરફ ગયો. અનિલે બાઇક ચલાવી નીકળી ગયો.

અનિલ રસ્તે બસ અનિલા અને એના વિચારોમાં કયારે ઘર આવી ગયું એ ખબર જ નહીં. અનિલ ઘરમાં પહોંચ્યો, ‘મા તે મા’ એ અનિલને જોઈ બોલી શું વાત છે, આજે તો ખુશ-ખુશાલ છો..?!" અનિલ તેની મમ્મી જાગૃતિબેન પાસે બેઠો ગળે વળગી કહ્યું," હું તારા માટે ઘરમાં રસોઈ કરી જમાડે એવી જોઈ આવ્યો છું." જાગૃતિ એકાએક કાન પકડી બોલી ઊઠ્યાં " લા કુમાર એમ કેમ નથી કહેતો મારે માટે પત્ની શોધી લાવ્યો," મમ્મી, dear પત્ની હજુ ક્યાં થઈ તમે જો મહોર મારો અને અમને સાથ-સાથ જોડી બનાવો પછી પત્ની!?"એમ કરી ખોળામાં માથું મૂકી મોબાઈલમાંથી એના ફોટોગ્રાફ બતાવ્યા. જાગૃતિબેને બધી માહિતી લીધી, ફોટા અને વાતો અને નોકરિયાત ઘર વગેરે અને બેઉ ચર્ચા-વિચારણા બાદ નક્કી કર્યું કે મળવાનું ગોઠવીએ. આ તરફ રમેશભાઈ અનિલાના પપ્પા એના મમ્મી રેખાબેન પાસે બેઠા અને જોયેલું-જાણેલું વિગતે વાત કરી એ પણ સંમત થયા છોકરો બેન્ક-મેનેજર અને બેઉનું મળતુંપાત્ર. આમ અહીં પણ મળવાનું અને બેઉ ગોઠવણી કરવાનું વિચાર્યું.

અનિલે અનિલાને મેસેજ કરી એમનાં મમ્મીની વાત કરી "તું એને ગમી તો ખરી પણ એને હા પણ કહી."

અનિલાએ પણ જવાબ વાળ્યો, " મને  તમારામાં રસ અને જીવ પોરવ્યો તમે જ મારા ને હું તમારી એ સિવાય કોઈ નહિ. પપ્પા મમ્મીને પણ મેં એ જ કહ્યું."

મમ્મીને તારી બધી વાત અને ફોટા બતાવી વિશ્વાસમાં લીધા અને તે તને જોવા પણ આવવાનું કહ્યું છે.

હવે અનિલાને હૈયે હામ થઈ ફોનમાં એકબીજાને વ્હાલ કર્યું ને બોલી ‘મને તો અત્યારે જ લઈ જાવ મને પલ દો પલ પણ ગમતું નથી.’

અનિલે કહ્યું 'ધીરે-ધીરે! હવે આપણે એક પાટા પર છીએ, બોલ કાલે કેટલા વાગ્યે નીકળીએ અને હા કાલે તારા ટિફિનમાં જ ભેગા જમીશું."

સવારે આપેલા સમયે એકબીજાને નવલા સ્વરૂપે, નવા સજ્જ કપડે મળ્યા. ઘડી ભર ઘડી એકબીજાને આનંદ વિભોરે નિહાળ્યા, એકીસાથે તું અને તમે સુંદર લાગો છો ને કાંઈ.!!??

અનિલે ઇન્સર્ટ મેંચિંગ ડ્રેસ, અનિલા મેચિંગ ડ્રેસ સાડી અને સુંદર ચોટલો ગૂંથેલો.

બંને એકબીજાને હાથ મિલાવી બાઇક પર બિરાજ્યા, રસ્તો હતો નહિતર આજે ભેટી પણ લેતા.

હવે સાડી અને પાલવભેર એટલે અનિલા અનિલને વળગી અનિલની કમરે હાથ રાખી બેઠી હતી. આજે બેઉને રસ્તો પણ તાલમેલથી સુંદર બઘું સંગીતમય લાગતું હતું. જાણે-અજાણે ચારેય બાજુ ખુશ્બૂ અને મહેકતી લહેરાતી હવામાં એકમેકના સ્વપ્નોની દુનિયામાં દોડતા અનેકવાર કાર્યક્રમો ઘડતા અનિલાની સ્કૂલ પર બાઇક ઊભું, શાળામાં સૌને આશ્ચર્ય થયું. એક નવયુવાન એમને બાઇક સાથે ઉતારી લ્હેકા સાથે બાય કરી અનિલ નીકળી ગયો. સ્ટાફ બહેનો અને બાળકો અનિલાને ઘેરી લઈ અનેક પ્રશ્નો કર્યા,અનિલાએ હસતા મુખે સૌને પસંદગીનો ખ્યાલ આપી શાળામાં પ્રવેશ કર્યો.

બપોરે રિસેસમાં અનિલા એમના શાળા શિક્ષક સહેલી જોડે બેન્ક પર પહોંચી ગઈ, અહીં પણ સૌ સ્ટાફને બન્નેને જોઈ ખુશી થઈ, સૌએ સ્વાગત સાથે અનિલની આઇસ્ક્રીમની પાર્ટી લીઘી.

      આ તરફ ગાંધીનગરમાં અનિલ અને અનિલાના માતાએ વાતો દ્વારા અનુમોદન આપ્યું એ સમયે અનિલાભાઈ, અનુપમ ઘરે આવેલો એમને રેખાબેને બધી વાત કરી.

     બેઉના માતા-પિતા એકબીજા જાણીતા નીકળતા મળ્યાં અને બંનેનું સગપણ અને વિવાહ જલદી થાય એમ વિચારી અનુપમે કહ્યું.

અનિલ અનિલાને સીધા રેખાબેને ઘરે બોલાવ્યા. ત્યાં અનિલના મમ્મી જાગૃતિબેન, અનુપમ એમને ઘરે લાવ્યો એ- સાંજે સૌ એકઠા થયા, ભોજન સમયે અનુપમે બે-ત્રણ દિવસ રજા લઈ કાર્યક્રમ નક્કી કર્યો.

બીજે દિવસે શનિવારે સવારે સૌ  મિત્ર-વર્તુળ સગા-સબંધીઓની હાજરીમાં સગાઈ વિધિ અને સાંજે તેમના ઘરે લગ્નવિધિથી જોડાઇ ગયા.

રવિવારે સાંજે એક ફાર્મ પાર્ટીપ્લોટ સત્કાર સમારંભ પણ ગોઠવાઈ ગયો.

આમ અનિલ અનિલાના જીવનમાં આરૂઢ બની ગયા જોત-જોતામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા.

એ-સાંજે (આગળ થી ચાલુ)

અનિલા પ્રેગન્ટન્ટ હતી,એ ભયાનક મેઘાવી એ-સાંજે બેઉ દહેગામથી મેઘતાંડવમાં નીકળી ગાંધીનગર આવતા અનેક તોફાની મેઘતાંડવમાં સાબરમતી નવા બ્રિજ પર જામતી રાતે બેઉ બેશુદ્ધ થઈ પડી રહેલા, બ્રિજ પર વરસતા વરસાદે બેઉ એ સોડ તાણી.

બેઉના ઘરે એ નીકળ્યા પછી કોઈ જ ફોન કે સમાચાર નહિ, બેઉ પરિવાર ઉચાટ,ગંભીરતા ચિંતામાં ડૂબ્યાં.

અનુપમે પોલીસ, ફાયરબ્રિગેડ, આર્મી અને વાયુસેનાના સંપર્કમાં રહી દહેગામથી ગાંધીનગર સર્વે અહેવાલ જાણ્યો. સાબરમતી પુલ બંને બાજુથી વિખૂટો પડી ગયો, ત્યાં જ ફસાયા હશે, મોડી રાત્રે વરસાદ બંધ પડ્યો પણ બંને બાજુથી પુલ પર જઈ શકાય તેમ હતું નહીં. અંતે વાયુ-સેના કમાન્ડરો હેલિકોપ્ટર સ્પોટ લાઈટ પુલ પર જઈ લોકેશન મેળવ્યું.

અનુપમે મોડી રાત્રે હેલિકોપ્ટર પુલ પર ઉતરાવી બેઉને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ લાવ્યા.

બેઉ બેભાન અનિલને થોડું લાગેલું હતું,વહેલી સવારે અનિલ ભાનમાં આવ્યો.

અનિલા ના રિપોર્ટ અને લેડી ડૉક્ટર્સ દ્વારા પ્રસૂતિ થિયેટરમાં લઈ ગયા. ત્યાં ટ્રીટમેન્ટ સૌ ડૉક્ટર્સ સહ સંગીન સારવાર શરૂ થઇ. છ થી આઠ કલાક સારવાર પછી અનિલા ભાનમાં આવી સાથે સુંદર એના જેવી બાળકીને જન્મ આપ્યો.

સૌ પરિવારો હોસ્પિટલમાં હતા જ ત્યાં આનંદ મોજૂ આવ્યું અનિલે સૌ સાથે બાળકીનું નામ "મેઘાવી " રાખ્યું. આ પણ એ-સાંજ ત્યાં સૌ આનંદ ઉત્સાહમાં ભેગા હતા.

************

કાંતિલાલ. એમ શર્મા.
ગાંધીનગર. ગુજરાત.
9426624491.

'આથી હું બાંહેધરી આપું છું કે આ વાર્તા મેઘાવી મેં જાતે આલેખી બનાવી રજૂ કરી છે,જે તાજી બનાવી અને આ ક્યાંય પ્રકાશિત કે અન્ય જગ્યાએ રજૂ કરી નથી,સંપૂર્ણ રજુઆત મારી પોતાની છે.'

કાંતિલાલ. એમ. શર્મા.
ગાંધીનગર.
9426624491.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ