વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રહેજે થોડી સ્વમાં

સંબંધોની માયાજાળમાં, 

કે રસોડાની વરાળમાં, 

બાળકોની સ્કૂલબૅગમાં,  

કે ઘરવખરીની કેદમાં, 

પતિદેવના ટિફિનમાં,   

કે સાબુના ફીણમાં,  

ઑફિસની ફાઈલમાં,   

ભલે થોડી મોબાઈલમાં, 

શોપિંગની ભીડમાં,  

કે લોકોની ચીડમાં,  

સહનશક્તિની આડમાં,  

ને નાની નાની ફરિયાદમાં,  

ઘરમાં થતા ઝઘડામાં,  

કે મૌનના પડઘામાં,   

ભલે રહે તું આ બધામાં,  

ભૂલતી નહીં રહેવાનું થોડું 'સ્વ'માં.


- હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' 

Happy women's day

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ