વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલી મુલાકાત.

કોઈક વ્યક્તિ તમારાથી દૂર છે પણ

યાદોમાં તે તમારી નજીક છે.

અને તે  બે જણ દિલથી મળે તો મહેફીલ છે.


માણસ પ્રેમમાં હોય ત્યારે ઉડે છે બીજા કોઈની મરજી કે સૂચનથી ખૂટે બંધાઈ જવા કરતા પોતાની મરજી મુજબ પોતાના ગમતા પાત્ર સાથે સાહચર્ય મનાવું જોઈએ  અને  તેણે લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી એટલે કે કોઈને પ્રેમ કરવા માટે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી બસ કંઇક આમ જ ચાલી રહે છે અમારી નવી નવી લવ સ્ટોરી જેને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે કાલ ઊઠીને શું થશે એની અમને ખબર નથી કે નથી એમને એની ચિંતા કરી.


નિકુંજ ની યાદ આવતા મારા પાછલા દિવસો ની યાદ આવી ગઈ.

અમારી આ  પહેલા મિલન ની રાત અમે ખાલી કેઝુયુઅલ જ  વાતો કરી.


બસ રોજની જેમ ફેસબુક ચાલુ કર્યું થોડીક પોસ્ટ જોઈ રહી હતી ત્યારે જ નિકુંજ નો મેસેજ આવ્યો મારા ફોટા પર like કરવાનો.

લાઈક અને કોમેન્ટ જોઈને થોડોક ગુસ્સો પણ આવ્યો.

બે-ત્રણ દિવસ આમ જ ગયા લાઈક અને કોમેન્ટ આવતી રહી.


એક દિવસ સવારમાં જવાબ આવ્યો કે મારી જોડે દોસ્તી કરવા માગે છે.


આજે તો રવિવાર ની રજા હતી સવારે ઊઠીને ફેસબુક મેસેન્જર ચેક કર્યું તો એ 15 મિનિટ પહેલા એક્ટિવ હતો એવું નોટીફિકેશન હતું એનો મતલબ એ કે તે ઉઠી ગયો છે.. અને તે મારા મેસેજ ની રાહ જોઈ રહ્યો છે.. . good morning મેસેજ કર્યો.

એનો પણ સામે રીપ્લાય આવ્યો પણ બસ એક બે દિવસ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ના મેસેજ નો રીપ્લાય થતા રહ્યા.


શરૂ કરેલ ચેટિંગ થી કઈક અલગ જ પ્રકારની ખુશી મળતી હતી જે મને આટલા સમયમાં ક્યારેય નહોતી મળી.


તારી આદત પડી ગઈ છે.. હું તને મેસેજ ના કરું તો તું સામેથી મેસેજ કરે છે.. જે દર્શાવે છે કે તુ નિખાલસ છે.. તારામાં ઘંમડ ના નામે કઈ વસ્તુ નથી  તે મને ગમ્યું અને મારા પ્રત્યે એવી લાગણી છે .પણ મને લાગે છે કે હવે હું તારા સાથે વાત કરીશ તો હુ પ્રેમ કરી બેસીશ.


આટલું લખીને મારો મેસેજ ટાઈપ કર્યો અને હું મારો મોબાઈલ ડેટા બંધ કરીને સુઈ ગઈ.


આ મેસેજ કર્યો હતો મેં મારા નિકુંજ ને હા જેનો ફોટો જોઇને એ ક્ષણ માટે મારુ દિલ એક ધબકારો ચૂકી જતું હતું .થોડા મહિનાઓ પહેલાં જ અમારી મુલાકાત સોશિયલ સાઈડ ફેસબુક પર થઈ હતી ..

સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈડ

પણ કેવી છે એક વ્યક્તિ ને  બીજી વ્યક્તિ સાથે જોડી દે છે

બંને ને એકબીજા જોડે કેટલા નજીક લાવી દે છે.

જેમ જેમ સમય આગળ વધતો ગયો. તેમ તેમ  એની લાગણીઓ વધતી ગઈ.


તેને કહ્યું" ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા"

"ના જરાય નહીં કેમ ?અચાનક આવો સવાલ?"

"કંઈ નહીં રહેવા દે"

"મેં કીધું  પણ કેમ એવું પૂછ્યું"

"મેં ઉદાસી વાળું એક ઈમોજી મોકલયુ"

"ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડા-દોડ કરતી હતી "

એટલે પુછયું કદાચ. તારા પગ દુખતા હશે!😂


🌺ગમતી વ્યક્તિ જોડે હોય  તો બાજુમાં જ હોવી જરૂરી નથી .

કેટલીક વ્યક્તિ ને હૃદયમાં લઈને આવ્યા હોઈએ છીએ


હવે તો whatsapp માં વાતો થવા લાગી એકબીજાને નંબર પણ આપી દીધા.


એના વ્યક્તિત્વમાં કે મને હંમેશા એની તરફ આકર્ષી રહી હતી.

મને ગમે તું એવી રીતે તને ગમે કે નહીં

નહીં બોલે તો કઈ ઇચ્છાઓ ને નાહક મારી નાખવી.

પ્રેમ માગે છે એક બીજાનો ઉમળકો પ્રેમ માગે છે વાચા , પ્રેમ માગે છે ભાષા. યુદ્ધ પહેલા ની ભાષા છે પછી જે કઈ ભાષા છે તે છે પ્રેમ.


હવે તો હિંમત નહોતી કે એક ફ્રેન્ડ રહીને વાત કરી શકું એટલે મેં નક્કી કરેલું કે આ લાગણીઓ જણાવી દઈશ.


બસ હવે તો એક જ ટકો કાફી હતો પૂરતો હતો મહોબતમાં બાકી 99 percent હિંમત એકઠી કરવામાં ખર્ચવાના હતા.

હવે તો એક બીજાને ફોન નંબર આપી દીધા ફોન પર વાત કરવાની ચાલુ થઈ ગઈ.

પણ એકબીજાને મળ્યા નહોતા વિચાર્યું ચલો નજીકમાં જ બર્થ ડે  આવે છે સરપ્રાઈઝ આપી દઈશું અને મળી પણ લઈશું


નક્કી કર્યા મુજબ હું તો પહોંચી ને કોલ કર્યો.

હાય નિકુંજ કાલુપુર રેલ્વે સ્ટેશન લેવા આવ.

નિકુંજ માટે તો સાચે જ સરપ્રાઈઝ થઈ પડી.

"યસ આવું છું."

મળવાની ઉત્સુકતામાં આજે તો જાને કઈક અલગ અને નવું નવું લાગે છે .

બધું જ રંગીન લાગી રહ્યું છે ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ.

કોઈ શું આપી શકે ઉત્તર પ્રેમમાં બધા પ્રશ્નો ક્યાં સહેલા હોય છે.


પ્રેમ તો કોરો રહીને પોતાના ઉમંગને ઉજવવામાં માને છે.


પ્રેમ જ્યારે જીવંત થશે ત્યારે ભેગા નહિ થવું પડે આપણે આપણે પોતાની મહેફિલમાં હોઈશું.​


  • ​આપણો પ્રેમ મોબાઈલ ના આંકડા સાથે મિસકોલ સાથે કેટલાય દિવસ આપેલે કરી ખુશીઓ નો સબંધ.ઉડીયો જ્યાં પહેલી પ્રીત નો છાંટો જાહો જલાલી થઈ ગઈ.

વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે પંથના લીરા ચક્કર વકર થઈ રહ્યા હતા એટલામાં અવાજ આવ્યો.

​ હલો મેડમ.

​ ત્યાં જ અચાનક એને મારી સામે જોયું મને પગની પાણીથી માથાના ચોટલા સુધી જોઈ.

​ રહ્યો પછી બોલ્યો

​' તમારું નામ'?'

શું કહ્યું.?

'​ના ના આ તો એમ જ'

​હું જોઈ જ રહી એની સામે -બેય ! હસ્યા

​ પછી નિકુંજ બોલ્યો ચલો ગાડીમાં બેસો.

​ ગાડી ચલાવતા ચલાવતા નિકુંજ કહ્યું.

​ લો મેડમ ચોકલેટ ખાવ 'તમારા માટે'

​શું? મેડમ  મેડમ લગાવી રાખયુ છે.

​ ઓકે તો ચકી બકી બોલુ બીજું શું.

"​ભલે "

​ એક રેસ્ટોરન્ટમાં ગયા એને ખબર તો પડી જ ગઈ હતી કે મારી બર્થ ડે સરપ્રાઈઝ આપવા તે જરૂર આવશે એટલે કેક થી લઈને બધું જ તૈયાર રાખ્યું હતું.

​" લે આ તારી ગિફ્ટ"

" જોઈને આ તો મારી ફેવરિટ book"

" આજે તો તે ખૂબ જ મોટી સરપ્રાઈઝ આપી છે"

​વાતોમાં ક્યાં બે ત્રણ કલાક નીકળી ગયા ખબર જ ના પડી.

​મારે સાંજે પાંચ વાગ્યાનો ટાઇમ છે ટ્રેન નો.

​ મૂકી જાવ.

​જશો?

"​જવું જવું તો પડશે જ ને"

​અમે છુટ્ટા પડ્યા.

​ પહેલી મુલાકાત.

​ પહેલો પ્રેમ.

​પહેલો પહેલો અહેસાસ.

​ નિકુંજ થી દૂર થવું ગમ્યું નહીં

ન તો એને ગમ્યું

'​એને કહ્યું'

​ હું જાઉં!

"​એ મને ન ગમ્યું."

એને હાથ ઊંચો કરીને ટા ટા કહ્યું તે

​" મને ન ગમ્યું"

​ પહેલી મુલાકાત નો પહેલો પ્રેમ.

બસ કંઈક આમ જ ચાલી રહી છે અમારી વચ્ચે  પ્રેમ ઉત્સવ ની લાગણી જેને અમે બંને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ ..











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ