વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ છો...

 

હમણાં તમને જ યાદ કર્યા

અચાનક આમ મળી ગયા તો પૂછશો નહિ? કેમ છો..

 

કેટલોક સમય દુર ગયા;

હવે રિસાઈ ને પુછશો નહિ? કેમ છો..

 

કોફી છોડી ને ચા તરફ ગયા 

તમારી પસંદ પણ આમારી બનાવી હજુ પણ નહિ પૂછો? કેમ છો..

 

ઘણા સમયે મળ્યા છો એક વાર તો પૂછો ....

દિલ થી નહિ તો બોલવા ખાતર તો પૂછો ... કેમ છો..

 

ઠાલવી દે હૈયાબળતરા પેલા પછી શાંતિ થી પૂછીશું ....

દુર થયા ની વાત કરે છે તે અમને ક્યાં ભાન જ હતું,તે તમને પૂછીશું કેમ છો.. 

 

કરમાયેલું ફૂલ તો દેવ ને પણ ન ગમે;

જાણતા હતા કે તમે ખુશ હશો એટલે થયું પછી પૂછીશું .... કેમ છો..

 

લ્યો ત્યારે દિલ થી નહિ તો કંઈ જ નહિ;

પણ,આંખો એ તો પૂછી જ નાખ્યું કેમ છો ? કેમ છો..

 

-"કાતિલ..." નિહાર પ્રજાપતિ

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ