વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેલેન્ટાઈન વિક

Valentine Week


*****


1. Rose Day


પીળું હતું પુષ્પ, આજે લાલ થઈ ગયું...

ઝાકળનું હાસ્ય પણ કમાલ થઈ ગયું...

શબ્દોનું જાળું જાણે સીધી દોર થઈ ગયું...

ચકલીનું ચિત્ર, આજે મોર થઈ ગયું...''Nidhi''

સવાલનું ભૂરું પતંગિયું, રંગીન જવાબ થઈ ગયું...

તો સાંભળ, તારું આ ગલગોટું, ''ગુલાબ'' થઈ ગયું !!!


*****


2. Propose Day


પ્રેમ કરે છે એમ કહેવાની જરૂર નથી...

કેમ કરે એમ બતાવવાની જરૂર નથી...

ઓળખું છું તને મારા ધબકાર થકી, Nidhi

મારા માટે તારે પ્રસ્તાવ મુકવાની જરૂર નથી !!!


*****


3. Chocolate Day


चलो, आज क़ुछ मीठा हो जाए...

चॉकलेट-से मीठे सपनो में खो जाए...

एक नशे-सा है ख़याल उसका,Nidhi

सब क़ुछ छोड़, एक-एक ''Bubbli'' हो जाए !!!


*****


એણે આપી Dairy Milk...

હું એવી શરમાઈ ગઈ...Nidhi

એ સામે બેઠો જોતો રહ્યો...

હું આખેઆખી ખાઈ ગઈ !!!🙈



*****



4... Teddy Day


આંખ ભરાયને એક ખભો મળે,

દિવસ રાત એ ક્યારેય ન કળે...

યાદ છે તને, ઢીંગલું એ મીઠડું ?

અલમારીની છત થી તાકે છે હવે એકલું...

આપ્યું તું તેજ મને, તારા શ્વાસ ભરીને,

કીધું'તું રાખજે એને ખાસ કરીને...

અહીં સુધી પહોંચવાની કેડી છે તું, Nidhi

મારુ હસતું-હસાવતું ''Teddy'' છે તું !!!


*****


5. Propose Day


ખર્યું'તું પાન એક વીતેલી પાનખરમાં,

આ તાજી કુંપળની વસંત છે તું...

મતલબી દુનિયાના તાણા-વાણા માં, Nidhi

ના દીધું, છતાં નિભાવેલું ''વચન'' છે તું !!!


*****


6. Hug Day


શબ્દો તણી લાગણીમાં ખેંચે છે તું મને,

સંતાડુ છું જાત ને તોય શોધું છું હું તને..

વાયરાના સંગીત સાથે શબ્દોની યારી,Nidhi

''આલિંગન'' હોય તારું, જાણે ફૂલોની ક્યારી.

સપનું થાય હકીકત, જીવુ હું તારા સાથમાં,

દુનિયા સમેટુ હું તો ફક્ત બેજ હાથમાં !!!


*****


7. Kiss Day


સ્વીકારી છે મેં તો જોડી રાધા-શ્યામની,

ગાલ કસુંબી, ભાલે બિંદી તારા નામની,

હળવું એક ''ચુંબન'', લલાટે ખર્યો તારલો,

લાલિમા એ અધરોની, નાચે જાણે મોરલો.

ઢાળ્યા છે નયન, તારાં શ્વાસના આવકારમાં,

આતમથી એક એવા આપણાં શણગારમાં.

જોઈએ મને બસ એટલું, તારી હયાતી જેટલું,

મળે જો હવે કાહ્ન, રાધા માંગે બીજું કેટલું ???


*****


8...  Valentine Day


મારે આજે તને કંઈક કહેવું છે,

મીઠડા શબ્દ બની તારા કાન માં વહેવું છે.

આંખોને થાય ખુલ્લી લટો થી અંતરાય,

હાથના આંગળા વિના કારણ જ ભીસાય.

કરું હું વહાલ,થોડું નજીક પણ આવું,

મારા હોઠોની મુસ્કાન નું તને કારણ બનાવુ.

એક એક ધબકાર જાણે, રટે તારું નામ,

હું બનું રાધા ને તું મારો શ્યામ.

ઉદાસી લખુ, કે લખું પ્રીતના હું પાના,

શબ્દો અટકે છે તારી હદે છાનામાના.

નથી જરૂર... કોઈ દિવસ હોય ખાસ,

રહે જો હંમેશા ''તું''મારી જ આસપાસ.


સમાપ્ત.









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ