વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ તો પ્રેમ હતો જ નહીં..

વૈભવ અને વૈભવી નામ પડતા જ આખી કોલેજમાં જાણે હિર અને રાઝાની જેવી જોડી નામ પ્રમાણે એકબીજાના પુરક એકબીજાને માટે જાન આપવા પણ તૈયાર ..


આજે વૈભવ ખૂબ જ ગમગીન બેઠો હતો

જોઈને તેના ફ્રેન્ડ થી રહેવાયું નહીં.

  અરે! યાર કેમ ?

આમ ઉદાસ બેઠો છે .

શું થયું?

મને જણાવ.

હું તારી મદદ કરી શકું.


  આજે વૈભવી ને જોવા એક છોકરો આવવાનો છે.

તેના ઘરના બધા જ સભ્યો અમારા લગ્નની વિરુદ્ધ છે.

જેથી જેમ બને એમ વૈભવી ના લગ્ન એ  છોકરા સાથે કરાવા માગે છે..

ચલો આપણે સમજાવીને રસ્તો નીકાળી શું.


હવે પ્રેમની ખરી કસોટી થવાની હતી .

આજે વેભવ અને વૈભવી  ગાર્ડનમાં બેઠા છે.

હવે શું કરશુ?

ઘરવાળા તો માણવા તૈયાર જ  નથી.

સમજાવવાના તો ઘણા પ્રયત્નો કરી જોયા  પણ સફળતા તો મળતી નથી.

હવે શું કરીએ કોઈ જ રસ્તો દેખાતો નથી.

બે  જણાના દિલમાં ધમાશાન ચાલી રહ્યું છે .

કઈ જ સુજતું નથી .કોઇ જ રસ્તો દેખાતો નથી.વૈભવી આપને બંને એકબીજાને પ્રેમ કરતાં રહીશું ..

ભલેને દુશ્મન જમાનો થાય.. અહીં નહીં તો કહી ઔર સહી પણ રહીશું તો સાથે જ પછી ભલે આ દુનિયા છોડવી પડે પણ જીવીશું તો સાથે અને મરશું તો સાથે જ..

વૈભવ પર તો  પ્રેમનું ભૂત સવાર થઈ ગયું

આખરે બંને જણે રેલવે ટ્રેક પર પડી મોતને વહાલુ કરવાનું નક્કી કરી .

બીજા દિવસે સવારે બન્ને જણે એકબીજાનો હાથ પકડીને આ દુનિયામાંથી વિદાય લેવા માટે... રેલવે ટ્રેક પર સુઈ ગયા... રેલવે આવી રહી હતી.. તેના અવાજની સાથે સાથે વૈભવી ડરવા લાગી... મોતનો ડર જોઈને શું કરું અને ન કરવું.. અચાનક નો હાથ છૂટી ગયો... તે હાથ છોડી .. ઊભી થઈ.  ભાગવા લાગી ...

હવે વૈભવ કઈ વિચાર કરે તે પહેલા રેલવેના પૈડા તેના પગ પર ફરી વળ્યા હતા...તેને ઊભા થવાનો

પણ મોકો ન મળ્યો...

  વિધાતાએ તો કંઈક અલગ જ લેખ લખ્યા હતા.. પ્રેમ હારી ગયો અને જિંદગી જીતી ગઈ હતી..

વૈભવ ના તો હોશકોશ ઊડી ગયા હતા.

તેણે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો..

હોશમાં આવ્યો ત્યારે વૈભવી ને શોધતો રહ્યો કે આ ક્યાં ગઈ હશે...

વૈભવી જોવા પણ ના રહી કે મારું શું થયું હશે.

ઓહ!?

બે મહિના પછી તેને રજા આપી દેવામાં આવી હવે તે ઘરે ગયા..

તેના માતા પિતાએ ખૂબ મહેનત કરીને તેની સંભાળ લીધી હતી ..

આજે ઘરે કોલેજના બધા મિત્રો ભેગા થયા છે. અને એક જ વાત કરી રહ્યા હતા.

અલ્યા તારે આવું કરવાની શુ? જરૂર હતી??

તેને તો પ્રેમ હતો જ નહીં.

જે છોકરા સાથે તેની સગાઈ થઈ હતી તેની જોડે જ લગ્ન કરી તે તો વિદેશ જતી રહી છે. એક માનવતા ખાતર પર તને મળવા નથી આવી.

વૈભવ બધું જ સાંભળી રહ્યો હતો.

તે ખુશ થઈને વિચારી રહ્યો સારું જ થયું તે મને મળવા ન આવી નહીં તો  તે મને શું જવાબ આપત મારો સામનો કરવાની એની તાકાત ન હોત..


ચલો જે થયું તે યોગ્ય છે તેને જે ડીસીઝન લીધું બરાબર છે..

બસ મનમાં વિચારી ને એ તો હસવા લાગ્યો.

હસતા જોઈને બધાને લાગ્યું આતો પાગલ થઈ ગયો લાગે છે.

પગની જોડે જોડે મગજ  પર પણ અસર થઈ છે .

બધા તેને સાંત્વના આપવા લાગ્યા.

વૈભવ ને હવે સમજાઈ ગયું હતું કે જીવનમાં અમુક તોફાન એમના એમ નથી આવતા પણ રસ્તો સાફ કરવા માટે પણ આવે છે.

હું તો પ્રેમમાં ભૂલો પડ્યો હતો રસ્તો હવે દેખાયો છે ...આ પ્રેમ તો અધુરો રહેવા જ થયો હતો.. કદાચ આકર્ષણ ને   પ્રેમ સમજયો હતો..


વૈભવ ના જીવન માં મારી ટ્રેજડી પૂરી થઈ ગઈ હતી.

અને જિંદગીની નવી  શરૂઆત હવે થવાની હતી.


એક વર્ષનો સમયગાળો વીતી ગયો છે વૈભવ વિચારી રહ્યો છે પ્રેમ એક વહેમ છે અને મોત એક સત્ય છે ..આખરે વિજય તો સત્યનો જ થવાની હતો..

મમ્મી ને રસોડામાંથી અવાજ આવ્યો બેટા આજે તારે દવાખાને જવાનું છે .

યાદ છે ને.

હા યાદ છે ."મમ્મી "

અને આપણા ઘરે કાલે મહેમાન આવવાના છે. તારી સાથે મુલાકાત કરવા માંગે છે..

અને તને મળવા માંગે છે.

કોને મને ??

એમની છોકરી ને તું પસંદ આવી ગયો છે .

"એવું"

હે .... આ શું થઈ રહ્યું છે..

આ પુરુષ એટલો બધો બદનામ થઈ ગયો છે. ત્યારે મારા પ્રતિ એવું  શુ ??

જોયું હશે !!આ છોકરી એ

આ કોઈ  પાગલ તો નથીને.

"ચલો જે હોય તે "


વૈભવ દવાખાને પહોંચ્યો  માપ  પ્રમાણે નકલી પગ બનીને આવી ગયા હતા..

ડોક્ટરે ટ્રાય કરવા જણાવ્યું..

થોડોક ટાઈમ અજુગતુ લાગશે પછી આદત પડી જશે... શરૂઆતમાં થોડુંક  ઊભા રહેવા માં તકલીફ પડશે.

"ટ્રાય કરી જુઓ."

વૈભવે આ નકલી પગ પર ઊભો રહીને ચાલવાની શરૂઆત કરી ..

આજે તો ખૂબ ખુશ હતો really good feeling ડોક્ટર સાહેબ

રજા લવ

ઓફિસમાં  જવાનું છે.

વૈભવ વિચારી રહ્યો હતો જો કોઈ તમારાથી દૂર ગયુ હોય તો તેને જવા દો ...આજ નહીં તો કાલ તમારુ હશે તો  તે ચોક્કસ આવશે .

જે નથી આવના એ  છોડીને જતા રહ્યા છે.

તે બસ તમારા હતાં જ નહીં.

તેને છોડી દેવામાં જ મજા છે..

શું? વાત છે ..વૈભવ

"કયા વિચારોમાં ખોવાયેલ છે "

કઈ નહીં પપ્પા.

"સારું "થઇ ગયું છે હવે"


તમારે તો આરામ કરવાનો છે..

બિઝનેસ તો હું સંભાળી લઈશ ..

તમે અને મમ્મી એ મારા માટે ખૂબ  જ મહેનત કરી છે ..

હું તમને બસ આરામની જિંદગી આપવા માંગુ છુ

હવે મારો વારો છે .

સારું ચલ તૈયાર થઈ જા મહેમાન આવવાની તૈયારી છે .

મેહમાન તો આવી ગયા છે .મમ્મી એ બુમ મારી

બધા સોફા પર ગોઠવાય ગયા ..

વૈભવ છોકરીને જોઈને આ છોકરી ને તો મેં ક્યાંક જોઈ હોય એવું લાગે છે.. વૈભવ બોલી જ પડ્યો.‌.

છોકરી "અચ્છા બોલતો હું કોણ છું."

અને તમે ક્યાં જોઈ હોય એવું લાગે છે .

"તે બોલી ને હસી "

હા  તું તો વૈભવી પાછળ આંધળો હતો એટલે મને ક્યાંથી ઓળખવાનો હતો 

યાદ કરી જો હું કોણ છુ

હું અને તું એક જ કોલેજમાં હતા.

એ મને તો યાદ નથી આવતું.

હા હું તારી જુનિયર હતી.

આખી કોલેજમાં તું તો ફેમશ હતો તને કેમ કોઈ ના ઓળખે.

તો પછી પસંદ કરવાનું કારણ શુ?

તારું નામ પણ મને તો ખબર નથી.

" હું મહેક "

તું મને પસંદ છે .

પણ વૈભવી જોડે તારી લવ સ્ટોરી સાંભળી મેં ક્યારેય આ વાત જાહેર થવા નથી દીધી..

પણ હવે બોલ..

"વૈભવ  તારી શું ઈચ્છા છે."


આ બધું સાંભળીને અવાક્ જ થઇ ગયો શું જવાબ આપવો?

એની પાસે કોઇ જ શબ્દ ન હતા ..

લો ફરી આવી છે એક નવી સવાર

શ્રદ્ધા સુમન કરીએ  હવે જેના નસીબમાં  આવો મુકામ આવે છે તે  ખુબ ખુશ નસીબ હોય છે .


વૈભવ અને મહેક ના લગ્ન થયાને ચાર વર્ષ વીતી ચૂક્યાં છે... એક બેબી ડોલ સાથે ખુશ ખુશાલ જીંદગી માની રહ્યા છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ