વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધર્મો રક્ષતિ - ત્વમેવ ભર્તા (દેવાંગી ભટ્ટ)

 

ધર્મો રક્ષતિ


ટ્રુથ, સત્ય... ખરેખર શું છે? એ એક જ છે કે relative? જો relative હોય તો એ સત્ય નહીં concept બની જાય. સત્ય એક જ હોય. નિરપેક્ષ, અવિચળ, શાશ્વત... સૂરજ, ચંદ્ર જેમ. પરંતુ એક બાજુથી જે right છે એ બીજી બાજુથી left છે, અને બંને સત્ય છે. મૂલ્યોનું મૂલ્યાંકન કરવાનો હક કોને હોય? દાર્શનિક વિભાવનાઓ, સંભાવાના સુધી પહોંચતા સુધી શું એમનું મૂળ સ્વરૂપ જાળવી રાખે છે? આપણી આસપાસ અનુભવાતા ethics હંમેશા ethical હોય છે?આવા ઘણા પ્રશ્નો મને હંમેશા થતા...
ધર્મો રક્ષતિ વાંચીને ખરેખર મજા પડી ગઈ. આવા બધા ઘણા પ્રશ્નોની ફરતે રચાયેલી આ નોવેલ અદ્ભૂત છે.
આદિત્ય ભારદ્વાજ અને અરુન્ધતી ભારદ્વાજ એકબીજાથી તદ્દન અલગ મૂલ્યો ધરાવે છે, ઘણે અંશે વિરોધી. પરંતુ જયારે આદિત્ય દલીલ કરે ત્યારે એમ થાય, બિલકુલ સાચી વાત છે એની. એમા શું ખોટું? અને ત્યારે જ અરુન્ધતી ભારદ્વાજનો આગ ઝરતો લેખ આવે જે આદિત્યની વિચારધારા સાથે જરાય મેળનો ન હોય. પણ વાંચતા એમ થાય..આ જ સાચું છે.
આ જ ગજબની કમાલ છે લેખિકાની કલમની! બંને પાત્રોના વિચારો એમની દલીલો એટલી બૌદ્ધિક અને તર્કસંગત છે કે બંને સાચા લાગે.
પણ એક વખતે સત્ય એક જ હોય છે. મલ્ટીપલ ટ્રુથ્સ માટે પરિમાણ બદલવા પડે. તો એ મુજબ કોણ સાચું સાબિત થાય છે એ જાણવા નોવેલ વાંચવી પડે. ખાલી વાર્તા માટે નહીં..પરંતુ બુદ્ધિની ધાર કાઢવી હોય તો ખરેખર આ નોવેલ વાંચવી પડે.
સુંદર, નખરાળી, પળે પળે રંગ બદલતી અલ્લડ માનુની જેવી થ્રિલિંગ કથાઓ તો ગમે જ. પણ એકવાર રહસ્ય જાણી લીધા પછી બીજીવાર કદાચ એ વાંચવી ન ગમે. પરંતુ ઘરમાં રહેતી સાડીમાં લપેટાયેલી, સરળ છતાં સુંદર ગૃહિણી, મા, ભાભી કે બહેનના વ્યક્તિત્વમાંથી સતત કશુંક એવુ ઝરતું હોય કે એ હંમેશા ગમ્યા જ કરે, કશુંક એવુ ગહન હોય જે કદી ખૂટે નહિ, આપણને સભર કર્યે રાખે....હા એ માટે સતત એની સાથે રહેવું પડે. આ નવલકથાનું વાર્તા તત્વ કંઈક એવુ છે. એમાં જે કઈ સ-રસ છે એનુ પાન કરવું હોય, એમાનું સત્વ મેળવવું હોય તો એને ધ્યાનથી વાંચવી પડે. અને સતત, દરેક ફકરા પછી કંઈક એવુ મળે કે એમ થાય જબ્બરદસ્ત.. !! અમેઝિંગ!! સૌમ્ય શબ્દોમાં ભભૂકતો લાવાય અગ્નિની જવાળા જેવો પવિત્ર લાગે.
કશું unbiased મેળવવા માટે baised થવું પડે તો?
જડબુદ્ધિ કોણ?Tolerant કે racist?
એક પછી એક ઉઘડતા જતા પડની જેમ પાનાઓ ઊથલાવતા જઇયે એમ કંઈક નવુ જ સત્ય છતું થતું જાય છે. સાવ સામાન્ય લાગતી ઘટનાઓ કશોક અસામાન્ય બોધ આપી જાય છે.
*પૂર્વાએ આદિત્યને કંઈક અસંગત રીતે કહ્યું, 'આજે ક્રોસવર્ડમાંથી મેં મહેરને હનુમાનની કૉમિક્સ અપાવી..'*
*બેય ભાઈ બહેન સહેજ હસ્યાં..*
*ઘણાં સમય પહેલા કોઈએ કરેલી રમૂજ મોડેથી સમજાઈ હોય એમ.*
આ ત્રણ વાક્યો જે કહે છે કદાચ ત્રીસ પાના ભરાય તોય ન કહી શકાય...
*આદિત્ય -ઈટ વોઝ નેવર અબાઉટ અ પૂજા, યુ નો ધેટ..* આ એક જ વાક્યમાં આખી એક કથા સમાઈ જાય..
salute to the writer....what an intellectual writing !!!
સુપર્બ... સુપર્બ... સુપર્બ..

ત્વમેવ ભર્તા

વાહ લીલા...અદ્ભૂત! અદ્ભૂત!
તે સત્વ જાળવ્યું, સતીત્વ જાળવ્યું..તે સ્ત્રીત્વ જાળવ્યું..
લીલા કોઈ ફેમીનિસ્ટ નથી. લીલા કદી સ્ત્રી હકોની સુરક્ષા માટે મોરચાઓ લઈને નથી નીકળી, પોતા પર થતા અન્યાયનો વિરોધ કરવો જ જોઈએ એવીય કોઈ શિક્ષા એને નથી મળી. અરે, એ તો આવું કશુંય સ્પષ્ટપણે વિચારી પણ નથી શકતી. સો વરસ પહેલાના કોઈ ગામડામાં રહેતી એ સીધી સાદી સ્ત્રી પતિના સાંનિધ્યમાં મળતાં એક ઘૂંટડા સુખમાંય આનંદનો સાગર શોધી લે છે.
પરંતુ અમીઝરતી ધરતીનો રસ એકાએક કોઈ પોતાના સ્વાર્થ માટે ચૂસી લે, તો એ પ્રાણરસ વિહોણી ધરતીમાં કાંટાળા ઝાડ આપોઆપ ઊગી નીકળે, એ માટે ધરતીએ વિચારવું ન પડે, એ કુદરતી પ્રક્રિયા છે. બસ! આવું જ કંઈક લીલા સાથે થયું, અને એની અંદર થોર ઊગી નીકળ્યા. એના કાંટાઓએ લોહીઝાણ કર્યા એ તમામને જેમની નસોમાં લોહી થીજી ગયું હતું.
જે દિવસે ત્વમેવ ભર્તા પૂરી વંચાઈ ગઈ એ દિવસથી મનનો કબ્જો લઈ લીધો આ નવલકથાએ. સ્ત્રી પર થતા અન્યાય અને સ્ત્રી કેન્દ્રી કથાઓ ઓછી નથી લખાઈ. પરંતુ આટલી હદે સ્પર્શતી નથી, ઉલટું અમુક વખતે સહાનુભૂતિને પાત્ર બનાવાતા સ્ત્રી પાત્ર પ્રત્યે કંટાળો ઉપજે. પરંતુ આ કથામાં એવુ કશુંક છે જે વાંચતી વખતે અને વાંચ્યા પછી તીવ્ર વેગે મનને ઘેરી વડે છે. દિવસો સુધી એ રેડિયસમાંથી બહાર નથી અવાતું. લીલા સાથે થયું એવુ exactly તો નહીં પરંતુ એમાનું ઘણુંય વાચકને એટલું તો સ્પર્શી જાય છે કે વાચક ભાવક બની જાય.
સદીઓ પછી શિક્ષણ અને ટેક્નોલોજીના યુગમાં સ્ત્રી સાથે થતા અન્યાયનું સ્વરૂપ ચોક્કસપણે બદલાયું છે. પરંતુ સાવ નાબૂદ તો નથી જ થયું. શિક્ષિત સમાજમાં હિંસક સ્વરૂપે નહીં તો ઈમોશનલ સ્વરૂપે, બોલ્ડ અક્ષરોમાં હાઈલાઈટ કરી શકાય એવું ન હોય તો પણ between the lines ક્યાંક કશુંક એવું થતું જ રહે છે જે માત્ર સ્ત્રી હોવાને કારણે સહન કરવું પડે છે.
નવલકથાના શબ્દોમાં લીલાની વાત કહીએ તો
'લીલાની આંખોમાં આખી સૃષ્ટિનો અનાદર હતો.'
'આ વેર નથ મોટાભાઈ વરાળ સે..નદીયુંના પાણી ધગેને જે વરાળ્યું ઉઠે એવી ઊની ઊની લાય સે..ઈ લાય નો હોય તો મેઘ નો બંધાય, મેવલિયો નો આવે અને ધરતીનિ છાતી નો ઠરે..આ ભોમકાના હીર સુકાણા, ઈનો ખોળો વાંઝણો થઈ ગ્યો, હવે લાયું ઊઠવી જ જોયે..'
સ્ત્રી તરીકે મન કહી ઉઠે છે કે આ જ,આવું જ કરવું જોઈએ, જે લીલાએ કર્યું. લેખક તરીકે એમ થાય છે કે આનાથી સચોટ અને અદ્ભૂત રીત કોઈ હોઈ જ ન શકે લીલાની વ્યથાકથા કહેવાની..સાથે સાથે ગામડાના સંવાદો, રીવાજો અને રમૂજી વાતો જે આપણી આજુબાજુ થતી હોય કદાચ, પરંતુ એ આટલી બારીકાઈથી નીરખીને રજૂ કરવાની લેખિકાની આવડત જબ્બરદસ્ત મજા કરાવે છે.
અને અંત.. અહા!!!'ન એણે ફાંટો બદલ્યો, ન મોગરાના આનંદ રાગમાં અવરોધ નાખ્યો. એ પોતાનું વહેણ લઈને ધારિત્રીની છાતીમાં સમાઈ ગઈ...'
કોઈ કંઈ રીતે આટલુ સુપર્બ લખી શકે! kudos to Devangi Bhatt... હજુય એમ લાગે કે મારી પાસે પુરતા શબ્દો નથી વખાણવા.
==============

Both the novels Loved like anything... મને અતિ ગમતી થોડીક નોવેલ્સ હું અમુક સમય પછી ફરી ફરી વાંચુ, વાર્તા માટે નહીં, એતો ખબર હોય પરંતુ વાંચન સમગ્રીના nutrients જેવા એના content માટે. 'ધર્મો રક્ષતિ' અને 'ત્વમેવ ભર્તા' ચોક્કસપણે એ લિસ્ટમાં ઉમેરાઈ ગઈ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ