વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિંદગી

આમ તો જિંદગી ઘણી અકળ હોય છે.
આમ જુઓ તો ઘણીજ સરળ હોય છે.

બાળકની જેમ ભીડમાં ભૂલુ પડવાનું છે,
હાથ, પગ ચહેરો  સતત ચપળ હોય છે.

જિંદગી નું પણ પાણી મપાઈ ગયું અહીં, ખ્યાલો લગભગ બધાં  અટકળ હોય છે.

માત્ર ટમટમતા અજવાસમાં ચાલવું પડે,
ભ્રમણાના અંધકારે બેક  વમળ હોય છે.

ધુમ્મસ, ઝાંઝવાં, પથરાયા છે  "તકદીર"
દેખાઈ નહીં કેમકે આંખે પડળ હોય છે.

જે.એમ.ભમ્મર
   "તકદીર "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ