વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘટે

"ઘટે"

માધવ,

આ "હું" લઈને તો  હું કેટલુય ભટકી.

અટકી,છટકીને વળી વચ્ચે ક્યાંક લટકી.

હવે આ હું પણાની મટકી જો ફૂટે

                 માધવ, તો જ કાંઈક ઘટે....

મારગ લાંબો ટૂંકો કે સાંકડો

                  એની નોહતી ખબર.

અનેકોનેક મુસાફરો સંગ કાપી સફર.

સામાન આ" હુંપણાં"નો  સૌની સંગ ઠેઠથી ઠેઠ.

પોટલા આ "હુંપણા"ના છૂટે

         માધવ ,તો જ કાંઇક ઘટે....

તારીને મારી વચાળે આતે કેવું અંતર.

તું આપ મને એવો કોઇ મંતર.

આ તું...તું...તું....ને

         હું...હું...હું‌..નો

        ભાર ભેદને ભરમ ટૂટે.

માધવ,"હું" ને "તું" મળે મરેને મટે

                   તોજ કાંઈક ઘટે..

     

                            ...."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ