વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુગંધ ભળી

​​​

શીર્ષક :- "સુગંધ ભળી."


અમી છાંટણા થયા વર્ષાના ને માટીમાં સુગંધ ભળી ,

ચોતરફ છવાયેલી હરિયાળી ને પ્રેમમાં સુગંધ ભળી !


પ્રેમ અહીં અશક્ય બની ગયો મારો મારા જીવનમાં ,

નીકળશે કોઈ માર્ગ વિચાર્યું મેં ને પ્રેમમાં સુરંગ મળી !


કેદ થયો છું હું તો પહેલીવાર આ હૃદયના ધબકારમાં ,

ઘટના ઘટી હારવાની આ હૃદય ને પ્રેમમાં તુરંગ મળી !


પ્રેમને લખું છું હું આ હૃદય રૂપી કાગળ પર ધારદાર ,

બસ એ તારી મને યાદ આવીને પ્રેમમાં સુગંધ ભળી !



સુરંગ :- જમીનમાં કરેલું ભોંયરું.

તુરંગ :- જેલ.



કિશન પટેલ 'સ્વપ્ન રાહ".


સુરત.











ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ