વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરફેક્ટ મર્ડર

બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશ પણ જાણે હચમચી ગયું હતું. પ્રકૃતિ જાણે કે ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી હતી. 


કૌસંબી માટે એ એનો પહેલો કેસ હતો. હજુ આજે પણ એ એને એવો ને એવો તાજે તાજો યાદ હતો. એ વાતને લગભગ પાંત્રીસ વર્ષ થઈ ગયા હતા. મુંબઈમાં જીવનની અને ઘાટકોપરમાં કરિયરની એ શરૂઆત હતી. અત્યારે એ અમદાવાદમાં હતી. જીવનના વાનપ્રસ્થાશ્રમ અને કરિયરના અંતની એક ક્ષણ હતી. 


આજે આટલા વર્ષે અચાનક ફરી એ કેસનો ઉલ્લેખ થયો હતો. આમ તો આ કેસ ક્યારેય ભુલાયો ન હતો. પણ આજે જે રીતે એનો ઉલ્લેખ થયો હતો એ અજુગતું હતું. 


કૌશમ્બી બારીની બહાર વરસતા વરસાદને જોઈ રહી હતી. એ વરસાદ એને એની મજાક ઉડાવતો હોય તેમ લાગી રહ્યું હતું. એ લોહી આ દિવસ એને બારીના કાચ ઉપર હૂબહૂ તાદ્રશ્ય થયો. 


આવી જ વરસાદી રાતે થયેલો એ હુમલો બીજા દિવસે સવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એક રડતા ચહેરા સાથે પ્રવેશ્યો હતો.


"સાહેબ.. સાહેબ.. જલદી ચલે.. મેરે ઘર પે કોઈ જવાબ નહી દે રહા હૈ. મુજે બહોત ટેન્શન હો રહી હે. " ઝવેરી બજારની શાન આદિત્ય રાજ રડમસ ચહેરે તિવારીના ટેબલ ઉપર આવીને આજે જી કરી રહ્યા હતા.


હજુ એક કલાક પહેલા જ ડ્યુટી જોઇન કરી હતી. એ દિવસ રક્ષાબંધન પછીનો દિવસ હતો. કૌશમ્બી આદિત્ય ની વાત સાંભળી તેની પાસે આવી. 


"રાજ જ્વેલર્સ વાળા આદિત્યરાજ તો નહીં?" એણે પૂછ્યું. 


"હા હું એ જ આદિત્ય." પેલાએ ઉદાસ ચહેરે જવાબ આપ્યો.


" મને લાગ્યું જ કે મેં તમને ક્યાંક જોયા છે. મારા લગ્નના દાગીના તમારે ત્યાંથી જ લીધા હતા." કૌશંબીના આ જવાબની તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. 


કૌશમ્બી છોભીલી પડી ગઈ. તરત જ વાતને વાળવા તેણે સામે પ્રશ્ન પૂછ્યો.


" આપણે મારી કેબિનમાં જઈને વાત કરીએ? શું તમે મને વિસ્તારથી બધી વાત કહી શકો તેમ છો?" આદિત્ય એ હકારમાં માથું હલાવી જવાબ આપ્યો. 


કૌશમ્બી એ પોતાની કેબિનમાં તેને બેસાડી પીવાનું પાણી આપ્યું. તેના ઈશારા પર તિવારી પણ એની કેબિનમાં આવ્યા હતા. કેબીન નાનકડી હતી પણ સુઘડ અને સ્વચ્છ હતી. એક મોટા ટેબલ ઉપર થોડીક ફાઈલોની સાથે કૌશંબીની નેમ પ્લેટ હતી અને ટેબલના એક તરફ બે ખુરશીઓ પડી હતી અને બીજી તરફ કૌસંબી માટે મોટી ખુરશી પડી હતી.


પોતે પોતાની ખુશીમાં બેસીને આદિત્યને સામી ખુરશીમાં બેસાડ્યો હતો. તિવારી સામે પડેલા સોફામાં બેઠા હતા. સોફાની બાજુમાં રહેલી બારીઓ અને પાછળ ની દીવાલ પર રહેલી બારીઓ ખુલ્લી હતી. પંખો પોતાની નિયત ગતિથી ફરી રહ્યો હતો. ડાબા હાથે રહેલા બુલેટિન બોર્ડની ઉપર વોન્ટેડ ના લિસ્ટ માં કંઈ કેટલાય ગુનેગારોના ફોટા હતા. જમણા હાથ પર રહેલા બોર્ડ પર વિકિ્ટમ ના ફોટા લાગેલા હતા.


તિવારી ની પાસે ફરિયાદ નોંધવા માટેના કાગળો અને જરૂરી ફાઈલો હતી. જમણા હાથે પડેલી પોતાની ડાયરી અને પેન ઉઠાવી આદિત્ય દ્વારા અપાયેલી વિગતો માંથી અગત્યના મુદ્દા નોંધવાની તૈયારી કરી.


કૌશંબીએ પહેલો સવાલ પૂછ્યો.


"શું થયું છે? તમે કેમ આટલા ડરેલા છો?"


" મેડમ હકીકતમાં વાત એવી છે કે મારા ઘરમાં કોઈ ફોન નથી ઉઠાવી રહ્યું કે કોઈ દરવાજો નથી ખોલી રહ્યું." 


"એમાં ગભરાવાની શું વાત છે? એ લોકો કામમાં હશે.તમે બે ત્રણ વાર કોશિશ કરો કદાચ ખોલી જ દેશે." કૌશંબી બોલતા તો બોલી ગઈ પરંતુ આદિત્ય સાથે નજર મળતા જ એને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. એણે તરત જ બીજો સવાલ પૂછ્યો.


" ઘરમાં કોણ કોણ છે?" 


"ઘરમાં મારી મમ્મી, મારી સગર્ભા પત્ની, મારો દીકરો, મારી બે બહેનો રક્ષાબંધન માટે આવેલી, એક કામવાળી અને મારા વિધવા મોટા ભાભી." 


" સાતમાંથી કોઈ પણ ફોન નથી ઉઠાવી રહ્યા? " 


" મેડમ એટલે તો મને નવાઈ લાગે છે કે આવું શક્ય જ નથી. અમારે એક અરજન્ટ અસાઇમેન્ટ હોવાથી અમે ઘરના પુરુષો કાલ સવારથી ઘરની બહાર નીકળ્યા હતા. આજે સવારે જ્યારે અમારી કામવાળી નંદુ ના પતિનો ફોન આવ્યો કે નંદુ ગઇકાલ સાંજથી ઘરે નથી આવી અને છેલ્લો ફોન એણે સાંજે સાત વાગે કર્યો હતો કે કામ પતાવીને આવશે ત્યારે અમને ખબર પડી કે ઘરમાં કોઈ ફોન નથી ઉઠાવી રહ્યું." આદિત્ય એક શ્વાસે બોલી  ગયો.


"તો શું ઘરમાં કોઈ પુરુષ ન હતો?" 


" ના મેડમ, મારા બંને બનેવી કાલે સવારે જ પાછા જતા રહ્યા હતા. તેમની દુકાન અમદાવાદમાં છે. એટલે તેઓ રક્ષાબંધનનો તહેવાર મનાવીને તરત જ નીકળી ગયા હતા." 


" તો તમે દરવાજો ખોલ્યો ખરો?" 


" સાધારણ રીતે તો અમારી પાસે ફ્લેટની બીજી ચાવી હોય જ છે પરંતુ તહેવાર હોવાના લીધે અને અમારે અસાઈનમેન્ટ પહોંચાડવાનું હોવાના કારણે અમે ઘરે પાછા નતા આવવાના તેથી અમે ચાવી લીધા વગર ગયા હતા. પણ મેડમ નવાઈની વાત એ હતી કે ઘર બહારથી બંધ હતું. અને ફક્ત અમારું જ નહીં આખા ફ્લેટના બધા જ ઘર બહારથી બંધ હતા. મારા ઘરમાં ઓટોમેટીક લોક લાગેલા હોવાના કારણે એને જો કોઈએ બહારથી બંધ કરવા માટે ખેંચવું હોય તો એ અંદરથી પણ બંધ થઈ જાય એ સિસ્ટમના કારણે એ દરવાજો લોક થઈ ગયેલો છે. મારા પપ્પા હૃદયના રોગી છે. તેથી હજુ સુધી અમે એમને જણાવ્યું નથી પરંતુ બનેવી આવી જશે તો અમારે એમને જણાવવું જ પડશે. દરવાજો ખોલીને શું થયું છે એની ભાળ તો મેળવી આપો..! મને ખરેખર ટેન્શન થઈ રહ્યું છે. આજ પહેલા હું ક્યારેય નથી થયું.." આટલું બોલતા બોલતા તો આદિત્ય ધ્રુસકે ને ધ્રુસકે રડતી પડ્યો. 


એને શાંત કરી કૌશંબીએ થોડા ઓર્ડર્સ આપ્યા અને ટીમ તૈયાર કરી એ સ્થળ પર જવા તૈયાર થઈ. 


આદિત્યને લઈને તે લોકો ઘાટકોપરમાં આવેલા શિવરૂપ અપાર્ટમેન્ટમાં એ બ્લોક પાસે આવીને ઊભા રહ્યા.

કૌશમ્બીએ ટીમની મદદથી દરવાજો તોડાવ્યો. પણ અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ હચમચી ગયું.


એ આલિશાન અપાર્ટમેન્ટમાં પ્રવેશતા જ બેઠક રૂમ હતો. બેઠકરૂમમાં મજામાં આવેલા ભવ્ય સોફા અને સંગે મરમર માંથી બનેલું ડાઇનિંગ ટેબલ પરિવારની ભવ્યતાની ચાડી ખાતા હતા. સોફાસેટ ની વચ્ચે મુકાયેલી ટીપોઈ ઉપર અદભુત કારીગરી કરેલી હતી. ઉપર એક ટ્રે માં બે ગ્લાસ પાણીનાં પડ્યા હતા. તેની બાજુમાં ત્રણ કપ ચાના પડ્યા હતા અને એની બાજુની ડીશમાં બે અડધા ખવાયેલા બિસ્કીટ પડ્યા હતા.


બેઠક રૂમ અને તેની સાથે જોડાયેલું રસોડું જે ભયાનકતાની ચાડી ખાતા હતા તે શરૂઆત હતી. રસોડાના દરવાજા પાસે એક સ્ત્રીની લાશ પડી હતી. 


"આદિત્ય આ કોણ છે?"


"અરે આ તો અમારી કામવાળી છે. આ બધું શું થઈ ગયું?" આદિત્ય ત્યાંનું દ્રશ્ય જોઈને હબકી ગયો.


એ કામવાળીના ગળામાં ઊંડો ઘા હતો જેમાંથી લોહી નીકળીને ગળાની નીચે ખાડો ભરાયો હતો. રસોડાની અંદર આદિત્યની મમ્મીના માથામાં કોઈએ જોરદાર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. રસોડાની અંદરથી જોડાયેલા સ્ટોર રૂમમાં ઉંબરા પર એની નાની બહેન ઘઉંના લોટના ઢગલામાં લોહી લુહાણ પડી હતી.


આદિત્ય તરત જ પોતાના બેડરૂમ તરફ દોટ મૂકી. બેડરૂમનું દ્રશ્ય જોઈને કૌશંબીને ઉલટી થઈ ગઈ. અઢી વરસનો નાનું બાળક એની માની બાજુમાં સૂતું હતું. એની સગર્ભા માતા એની બાજુમાં જ હતી. એ અઢી વર્ષના બાળકની નિર્મમહત્યા એના મોં પર ઓશીકું મૂકીને કરવામાં આવી હતી. એની મા ના ગળા પર ચાકુ ફેરવવામાં આવ્યું હતું અને એના ગર્ભને પણ ચીરવામાં આવ્યો હતો.


બરાબર એની સામેના રૂમમાં આદિત્યની નાની બહેન ખુરશીમાં બેઠી હતી અને એના કાનમાં ઈયરફોન્સ ભરાવેલા હતા. તેનું પણ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. 


બીજી તરફ આવેલા બીજા બેડરૂમ ની અંદર પૂજા ઘરમાં બેઠેલા આદિત્યના મોટા ભાભી ની પણ પૂજા ઘરમાં જ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.


થોડી જ વારમાં મીડિયા અને રાજ જ્વેલર્સના માલિક રમેશ રાજનો ઘોંઘાટ અને આર્તનાદ વાતાવરણમાં ગુંજી રહ્યા.


કૌસંબી નું મગજ સુન્ન ના પડી ગયું હતું. ફોરેન્સિક ટીમ અને પોલીસ ટીમ મળીને બને એટલા પુરાવા એકઠા કરવાની કોશિશ કરી રહ્યા હતા.


મૃત્યુ પામેલી કામવાળી નો પતિ પણ ત્યાં આવીને હૈયાફાટ રુદન કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો,


"મી ઈન ના પાડેલી. ઈન બહુ મારાં હતી નાની ભાભીની અને બાની.. પણ હવ ઈના છોરાને કુણ રાખહ?" 



કૌશમ્બીને આ વાત સાંભળ્યા પછી સૌથી પહેલો વહેમ આ રઘુ પર જ ગયો હતો. 


એ પછી કંઈ કેટલીય રાતો અને કંઈ કેટલાય મહિનાઓ સુધી તપાસ ચાલી. પણ દર વખતે વાત જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ અટકી જતી હતી. 


ફોરેન્સિક તપાસ પણ ખાસ કશું શોધી શકી ન હતી. કોઈ ફિંગર પ્રિન્ટ ક્યાંયથી પણ વધારાનાં મળ્યા નહોતા. ઘરમાંથી કોઈ જ વસ્તુની ચોરી થઈ નહોતી. પોતાના નો સાથ એ સિવાય કશું જ એ આલિશાન ઘરમાંથી ઓછું થયું નહોતું. 


રઘુવીર મારપીટ સાથે પૂછપરછ કરવા છતાં કશું હાથમાં આવ્યું નહોતું. 


સવારનાં આઠ વાગ્યામાં ફરિયાદી બનીને આવેલાં આદિત્યનો આ કામ કરવા પાછળનો ઉદ્દેશ મળ્યો નહોતો. 


નાની બહેનનાં પતિ પ્રથમ અને મોટી બહેનનાં પતિ અખિલેશ અમદાવાદ પાછાં ફર્યાં હતાં એનાં નક્કર પુરાવા હતાં. 


જે રીતે ગર્ભ ચીરવામાં આવ્યો હતો તે જોતાં કોઈ તાંત્રિકવિધિની ગંધ આવતી હતી. પણ એનાં માટે સાડાસાત હત્યાનું કાવતરું ઘડાય એ માનવામાં આવ્યું નહોતું. 


કોઈ પણ જાતના પુરાવાઓ કોઈ પણ ગુનેગારો સાથે સંબંધ ધરાવતાં નહોતાં. ચડ્ડી બનિયનધારી ગેન્ગની શક્યતા ચોરી નહીં થઈ હોવાનાં કારણે ખારીજ થઈ ગઈ હતી. 


અમુક જે તાળાં મેળવવામાં આવ્યા હતા તે મુજબ ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ જાણીતી હતી. એ એટલી પરિચિત હતી કે તેમનાં માટે દરવાજો ખોલવા ઉપરાંત ચા બિસ્કીટ સાથે જમવાની તૈયારી પણ થઈ રહી હતી. ત્રણ ખૂની હોવાની ધારણા હતી. પણ ત્રણમાંથી અડધાં ખૂનીનો પણ કંઈ અત્તો પત્તો લાગ્યો ન હતો. 


લગભગ દોઢેક મહિનાના અંતે પણ કેસ ખાસ આગળ વધી શક્યો નહતો. ઘરનાં પુરુષોને કોઈ પણ વ્યક્તિ પર સહેજ પણ શંકા નહોતી. 


એવી કોઈ ખાસ ઘટનાં નજીકનાં કે દૂરના ભૂતકાળમાં ઘટી નહોતી કે જેથી કોઈ વ્યક્તિ શંકાનાં ઘેરામાં આવે.

ધીરે-ધીરે દિવસો અને પછી મહિનાઓ અને પછી વર્ષો ક્યાં વીતી ગયા તેની ખબર જ ન પડી. કંઈ કેટલાય ખ્યાતનામ કેસમાં કૌસંબી એ ખૂબ જ સારો દેખાવ કર્યો. ગમે તેવા ખૂનખાર આરોપીઓ સામે એ હિંમતથી ડટી રહી અને સામનો કરી રહી.


કોઈપણ કેસ એ રાજસ્થાનમાં ખોવાયેલા બાળકોને શોધવાનો કેસ હોય કે મુંબઈના સ્ટાર એક્ટર શાલીન ભડેરાને રેપ કેસ માં અંદર કરવાનો કેસ હોય, સામે સાઇકો કિલર હોય કે ઓનર કિલિંગ કરનાર મા બાપ કોઈ પણ કૌશંબીની નજરથી ક્યારેય છટકી ન શક્યું. પણ પહેલા જ દિવસનો એ પહેલો કેસ કૌશંબીને હંમેશા ઠેસ પહોંચાડતો રહ્યો. 


કેટલી એ વખત આવી જ વરસાદી ઝંઝાવાતી રાતોમાં એ ઝબકીને ઉઠી જતી. કંઈ કેટલી ય રાતો એણે એટલા માટે જાગીને કાઢી હતી કે એને સ્વપ્નમાં એ નહીં જન્મનાર બાળકનો રડવાનો અવાજ સંભળાતો.


મુંબઈથી રાજસ્થાન દિલ્હી કલકત્તા ફરી મુંબઈ અને હવે અમદાવાદ બદલીઓ ભલે થયા કરતી હોય પરંતુ એ કેસની બદલી બીજે ક્યાંય થઈ શકી ન હતી. અમદાવાદના હોય કે મુંબઈના દરેક ગુનેગારો કૌશંબીના નામથી ડરી જતા. પ્રેસ મીડિયા કે કોઈ ઉચ્ચ અધિકારી પણ કૌશમ્બીની કુશળતા પર ક્યારેય શંકા કરતા નહીં. 


પણ કૌશંબી દરેક વખતે પોતાની જાતને નિષ્ફળ સમજીને કેસ હાથ માં લેતી. કારણ કે દરેક મર્ડર કેસ વખતે એને એની જિંદગીનો સૌથી પહેલો કેસ હંમેશા ડરાવતો. 


હજુ અઠવાડિયા પહેલા ની જ વાત છે. એક ભયંકર ડબલ મર્ડર કેસ ને સોલ્વ કરતા કરતા એના ફુની સુધી પહોંચી એ એને હવાલાતમાં બંધ કરીને જઈ રહી હતી ત્યારે એણે જે વાત સાંભળી એ પછી આખી રમત પલટાઈ ગઈ હતી.


" શું થયું ભાઈ?શેના માટે તમને પકડ્યા છે ?કોઈ ચોરી કરે છે કે ફ્રોડ?" હવાલાતમાં રહેલો એક વ્યક્તિ બોલ્યો.


" અરે શું નાની વાત કરે? ચોરી ને ફ્રોડ કરું ને તો તો કોઈ દિવસ હાથ ના લાગુ. અરે આજથી 35 વર્ષ પહેલા સોપારી લઈને સાડા સાત મર્ડર કરી નાખ્યા ને તોય આત્મા નહોતો આવ્યો. આ વખતે તો વગર ગુનાએ જેલમાં પુરાયો છું. જોજે ને કાલ સુધીમાં તો બહાર...!" પકડાયેલા રીઢા ગુનેગારની વાત સાંભળી કૌશંબી સ્તબ્ધ થઈ ગઈ. એણે તાત્કાલિક જેલમાં જઈ પૂછપરછ શરૂ કરી. બાકીના પોલીસ અધિકારીઓ પણ આ વાતથી અચંબિત હતાં.


" બોલ એ સાડા સાત મર્ડર કેસની શું વાત હતી?" કૌશંબીએ સવાલ કર્યો. સવાલ સીધો હતો પણ એનો જવાબ એટલો સીધો ન હતો. એ સવાલ આટલા વર્ષોથી જવાબ ન મળવાના કારણે એટલો સખત થઈ ગયો હતો કે સામે બેઠેલો ગુનેગાર પણ એક ક્ષણ માટે ડરી ગયો. 


" ના....ના... મેડમ મેં કોઈ ખૂન નથી કર્યા."પેલાએ અચકાતા સ્વરે કહ્યું. 


"જૂઠું બોલવાનું બંધ કર અને સચ્ચાઈનું મોઢું ખોલ. કેમ કર્યા હતા એ સાત મર્ડર?"


" અરે મેડમ અમે તો ખાલી સોપારી લીધી હતી. અમે કોઈ મર્ડર નહોતા કર્યા. મર્ડર તો.... " 


એ ચુપ થઈ ગયો. 


"મર્ડર તો.... શું? અને અમે એટલે કોણ?" એ કડકાઇ ભર્યા સવાલે ગુનેગારને ધ્રુજાવી દીધો.


" હું અને મારો ભાઈ... હું 18 વર્ષનો હતો અને ૨૦ વર્ષનો. અમે બંને નોકરી શોધી રહ્યા હતા પણ કમનસીબે નોકરી તો દૂરની વાત છે પરંતુ અમને તો કોઈ દા'ડી મંજૂરી પણ નહોતું આપતું. "


"મને તારી દુખ ભરી કહાની માં કોઈ જ રસ નથી. ફટાફટ બોલ એ દિવસે શું થયું હતું? "


"મેડમ અમારા બંનેનું કામ હતું ફ્લેટના દરેક ઘરને બહારથી બંધ કરવાનું. સૌથી પહેલા એણે અમને ઘરમાં મળાવ્યા અને પછી અમને બહાર ઊભાં રહેવાનું કહ્યું. અમે તો ખાલી એનાં કીધા મુજબ એની ચોકીદારી જ કરી હતી. પણ બીજા દિવસે ન્યૂઝમાં સાંભળ્યું કે એ ઘરમાં સાડાસાત મર્ડર થઈ ચૂક્યાં છે. ખાલી પંદર જ મિનિટમાં એ ઘર સ્મશાન બની ગયું હતું મેડમ.." 


"એ ખૂન કરનાર કોણ હતું? કોણે તમને સોપારી આપી હતી?" 


"મેડમ રાજ જ્વેલર્સના માલિકની નવી પત્ની ‌અનુરાધા રાજે.. એ એવું બોલ્યા હતા કે આ એમનો અધિકાર હતો કારણ કે એ જ રમેશ રાજની પહેલી પત્ની... " 


"સાલા હલકટ..." કહી એક તમાચો મારી એનું મોં બંધ કરાવી‌ દીધું. 


એ દિવસ કૌશંબીનો ડ્યુટીનો છેલ્લો દિવસ હતો. બીજાં દિવસે સવારે એ ઘાટકોપરમાં શિવરૂપ બિલ્ડિંગની સામેનાં બંગલામાં અનુરાધા રાજની સામે બેઠી હતી. 


અનુરાધા એની આંખોમાં જોઈ ફક્ત બે હાથ જોડી શકી. એની લકવા મારી ગયેલી શારિરીક આકૃતિ થોડી જ ક્ષણોમાં આત્મા વગરની ખાલી થઈ ગઈ અને લકવામાંથી પણ કાયમ માટે મુક્ત થઈ ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ