વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક દાવાનળ..

શબ્દો તમારા શાયરી બનીને


સજાવતા હશે કોઈ મહેફિલને જ્યારે..


હું એ જ હોઈશ..


ઉપરછલ્લી ઝગમગતી..


પણ ભીતર તારું ને માત્ર તારું જ નામ લઈ તરફડતી!


છેક પછી તારા હૃદયને અડકશે તિખારો બની


મારી અનન્ય લાગણી 


ને તારા શુષ્ક હૃદયમાં ઊઠશે મારા સ્મરણનો દાવાનળ...


નિયતિ બંને તરફ સમાન જ હશે..!


જલવાની.. તરફડવાની..તરસવાની...


ને મારી આદતવશ આંખોથી વરસવાની..!


તારો કોઈ સૂર મારા બળબળતા કર્ણપટલ પર ભૂલેચૂકે અથડાશે..


ને પછી આકાશ ભલે ધરા પર વરસાદ વરસાવશે..


પણ હું..?


હું તો પછીના યુગે તને પામવાની તીવ્ર ઝંખનામાં ક્યાંક ગેબમાં..


ને તારા હાથની પહોંચથી દૂર બસ એક વેંતમાં..!



જાગૃતિ, ઝંખના મીરાં..



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ