વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગ કસુંબી કેસરી..✍️,,

*શૉપિઝેન- ચિત્રસ્પર્ધા ક્રમાંક: ૮*


*લેખકનું નામ:* *પ્રશાંત એન. વાઘણી (પ્રવાઘ)*


*વિભાગ:* *પદ્ય*


*શીર્ષક:* *રંગ કસુંબી કેસરી*



વાટે પ્રિયતમની હિંચકે હિલોળા લેતી હું એકલી,

સુરજ ને પણ જાણે લાગ્યો છે રંગ કસુંબી કેસરી,


નરજ લંબાવુ દૂર સુધી પણ નજરે ચડે ના કોઈ ,

સાદ કરું અંતર મનથી પણ એ સાંભળે ના કોઈ,

દિશાઓ સઘળી એકે એક ઢંઢોળી વળી હું એકલી,

પતઝડના પાંદડાને પણ લાગ્યો છે રંગ કસુંબી કેસરી,


કુમળા ઝાકળ બિંદુથી ભર્યા’તા ઊર્મિ વન ઘનઘોર,

જ્યાં સાંભળું પગરવ પ્રિયતમના ત્યાં નાચે મનમોર,

સંગ બસ સખી એક જ તિતલી બાકી તો હું એકલી,

એ કાળી તિતલીને પણ લાગ્યો છે રંગ કસુંબી કેસરી,


લાલચટક ગુલાબનું ફૂલ લગાવી સજયો શણગાર,

પણ પ્રિયતમના આવવાનો જરા પણ નથી ભણકાર,

ભેટ પ્રિયતમની એ ગાઉન પહેરી ઉભી હું એકલી,

મહેંદીને પણ કોણ જાણે લાગ્યો છે રંગ કસુંબી કેસરી,


સેથે કુમકુમ તો ચટ્ટક ભરી ગયો’તો પ્રિયતમ મારો,

દેશ રક્ષા કાજે સરહદે સરી ગયો'તો વાલીડો મારો,

ભેળા તો કર્યા ફૂલ ઘણા પણ સુગંધ લેનાર હું એકલી,

સુકાયેલા એ ફૂલોને પણ લાગ્યો છે રંગ કસુંબી કેસરી,


જાણું હું ના આવે ફરી જે ઉડે પ્રાણ પંખીડું એકવાર,

છતાં રોજ આશ લઈ એ જ રસ્તે નજર નાખું એકવાર,

સઘળું પાસ હોવા છતા આ જીવન રહીશ હું એકલી,

કેમકે માતૃભૂમિ કાજે કફને લાગ્યો છે રંગ કસુંબી કેસરી,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ