વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અપસવ્ય

કેટલીક નજરોમાં એકસામટી ગઝલ જોઇ છે,

પછી અકારણ પાછી વળતી બારાક્ષરી જોઇ છે.


ખૂબસૂરત આલાપ વચ્ચે ખાંસી અટવાતી હતી,

એને પછી ‘ચાલશે હવે’ના ઘૂંટડે ગળાતી જોઇ છે.


ઝાંઝર ને ગરબાનો તાલ તો જાણે જ છે સૌ કોઇ,

મેં તૂટેલી ઘૂઘરીને દર અંગૂઠે ઠોકર ખાતી જોઇ છે.


અંજન કામણગારા લોભામણી ભાત રચી રહે છે,

સરી જતાં પાણીમાં રેલાતી રાત કોઇએ જોઇ છે? 


કિનારે ચાલવાનો લહાવો બહુ આહ્લાદક ઠર્યો,

એ પછી આ તો અમસ્તો એક સવાલ…

અનરાધાર તોફાન વચ્ચે વીજળી શાનદાર જોઇ છે?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ