વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૂંઝવણ

મૂંઝવણ

મન કેરી મૂંઝવણ મારી માધવ,

                તુજ સમીપ હું ખોલું.

કાલા ઘેલાં શબ્દો મારાં

               પ્રાર્થના  રૂપે બોલું...

મુજ અંતરમા નિરંતર,

              વાજિંત્ર તારું વાગે.

તવ નામ સ્મરણે ક્ષણમાં,

         સધળા તાપ મારાં ભાગે...

તારી કૃપા તણો મેઘ મુજ પર, 

                અવિરત પણે વરસે.

તારી ઝાંખી ઝંખુ સદા હું,

           આંખો મારી  તરસે..

                  ....."તુ"

૭-૧૦-૨૩

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ