વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વધામણી..!

તારા ને મારા પ્રેમની જરા, મેં સરખામણી કરી શું!

વાહ, સાવ મન આંખે મને, તે અળખામણી કરી શું?


હજુ તો તારા કાતિલ શબ્દોની, અસરમાં હતી ત્યાં!

વાહ, ઘાતક મૌન સાધી, તે સતામણી કરી શું!


ગણતી હતી હું તારા વિહોણા, નઠારા દિવસોને!

વાહ, સ્વપ્ન વિરહે રાત, તે ડરામણી કરી શું!


મારા સ્મરણની ઝાકળ, વેરી મેં તારા પર્ણ પર,

વાહ, સમયની આખી ડાળ, તે લજામણી કરી શું!


નીકળી હતી તલાશમાં, હરિયાળીની આશમાં,

વાહ, ઝાંઝવા બતાવી, તે છેતરામણી કરી શું!  


આંખો જરા 'ઝંખના'ની ઉઘાડ-બંધ થઈ તો,

વાહ, મીરાંના મોતની બધે, તે વધામણી કરી શું?


જાગૃતિ, ઝંખના મીરાં..!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ