વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રમત

રમત

માધવ,

તું રમાડે એમ હું રમું

દાવએ તારોને ચાલ પણ  તારી

હું તો  બસ તારા હુકમને  નમું.

 માધવ, તું રમાડે એમ હું રમું..

ચડતી પડતી કે ભરતી ઓટ

     સુખ દુ:ખ કે કારમી ચોટ

          તવ પ્રસાદ માની ગ્રહુ

   માધવ,તું રમાડે એમ હું રમું..

      રાખ કેરૂં રમકડું હું

પંચ મહાભૂત તણું પ્યાદુ હું

   ભીતર મારી વસે તું

  પળ પળ ઝાંખી તારી ઝંખુ

માધવ,તું રમાડે એમ હું રમું..

                    ‌‌......"તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ