વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળ પ્રાર્થના

               બાળ પ્રાર્થના


ઈશ્વર પાસે શક્તિ માગું, ગોવિંદને તો વંદી જાણું, 

પોપટ કેરી બોલી માગું, રામનામ તો રટી જાણું...


બગલા કેરી ઉડાન માગું, આકાશને તો આંબી જાણું,

કોયલ કેરો ટહુકો માગું,ગીત મધુરાં તો ગાઈ જાણું...


મોર કેરાં પીંછાં માગું, તાતાથૈયા તો નાચી જાણું,

કાબર કેરી કલબલ માગું,આંગણને તો ગજવી જાણું....


હંસ કેરો  ચારો માગું, જ્ઞાનને તો ચરી જાણું,

ફૂલ કેરી સુવાસ માગું, જીવનને તો મહેકી જાણું....


માવતર કેરા આશિષ માગું, બાળ તારો વિનવી જાણું,

ઈશ્વર પાસે શક્તિ માગું,બાળ તારો વિનવી જાણું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ