વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માણસ છે ભાઈ

૧૧:- માણસ છે ભાઈ


સૌથી સવાયો માણસ છે ભાઈ !

તોય ઘવાયો ,માણસ છે ભાઈ !


આમ તો લાગે અંગત અંગત,

તોય પરાયો ,માણસ છે ભાઈ!


લજામણી નો છોડ નથી કંઈ!

તોય લજાયો, માણસ છે ભાઈ!


ઇશ્વર જેવો છાંટોય નથી માઈ!

તોય ભજાયો,માણસ છે ભાઈ!


લોભી,લાલચી,દંભી,ધૂતારો;

ઢોર હરાયો,માણસ છે ભાઈ.


_ મુકેશ રાઠોડ "મન".


આવીજ કેટલીક કવિતાઓ  અને એક લઘુ નવલકથા લઈએ આવી રહ્યો છું આપની સમક્ષ .આશા રાખું છું આપ મારા કાર્ય ને વધાવસો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ