વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જામ્યો શિયાળો



                " જામ્યો શિયાળો " 


આવી શિયાળાની મસ્ત ઠંડી ઋતુ...

ઠંડી ભરેલો દિવસ અને...

એથીય ઠંડી ઠંડી રાત...

લપાઈ જાય છે માનવી રજાઈમાં...

જેટલું ટૂંટિયું વળવું...

એટલું જ ઠંડીનું કળવું...

શિયાળામાં આળસ કરડે...

તોય પરસેવો હુ પાડું...

કડવાશ જીભને વળગે નહિ...

તોય મેથી હું ફાંકુ...

અડદિયો, સાની અને ચિકીની...

રોજ જયાફત હુ માણું સાથે...

અંગૂઠો પણ બહાર ના નીકળે...

તેવી ઊંઘ હુ શિયાળામાં માણું...

ઠંડીને પણ ઠંડી લાગે...

એવો મજાનો મસ્ત શિયાળો...

દિવસે ટાઢ માણીને રાતે માંડું તાપણું...


" ભૂમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ