વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોકર બનવું નથી આસાન

*શૉપિઝેન- ચિત્રસ્પર્ધા ક્રમાંક: ૯*


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯


*લેખક/લેખિકાનું નામ: કિશોર પટેલ "પ્રિન્સ"


*વિભાગ:*પદ્ય



*શીર્ષક:* જોકર બનવું નથી આસાન



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯


દુઃખ હોય હજાર દિલમાં છતાં હસવું પડે છે,

બીજાની ખુશી માટે જોકર પણ બનવું પડે છે.


મુખ પર હોય ચિંતાની રેખા ભલે ઘણી છતાં,

રંગ કરી ચહેરા પર દર્દને પણ છુપાવવું પડે છે.


ઉડે છે મજાક છતાં મજાક બની જવું પડે છે,

લોકોને ખુશ રાખવા જોકર બની જવું પડે છે.


મળે જો ફુરસદ પૂછી તો જોજો  તેના દિલ ને,

ગમ છુપાવી રાખ્યા હશે તો પણ હસવું પડે છે.


આસાન નથી હોતી જિંદગી એ જોકરની મિત્રો,

ખુદના દુઃખને ભૂલી બહારથી ખુશ રહેવું પડે છે.



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯


- Mr.patel " prince"

- surat

- 23 / 2 / 2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ