વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાળો ધોળો પથ્થર

 

પ્રકાર 1 : કપોળ કલ્પિત કથા

કાળો ધોળો પથ્થર 

આજે કેટલા દિવસો પછી અમે બધી સહેલીઓ પિકનિક પર આવ્યા હતા. આ કોરોના મહામારીને લીધે અમારી નિયમિત થતી બૈઠકોને પણ વિરામ લાગી ગયો હતો અને એથીજ આજની આ બે દિવસીય પિકનિક અમારા બધાય માટે ઉદાસ જીવનમાં પ્રાણ ફૂંકવા સમાન હતી.
આ નવી જગ્યા શોધનાર સખી અરૂણિમા, અમારા ગ્રુપમાં હાલ બે મહિના પહેલાજ જોડાઈ હતી. પણ તેની આ સ્થળની પસંગી જોતા તેનો ટેસ્ટ બહુજ ઊંચો અને એક વિશિષ્ટ પ્રકારનો કહી શકાય તેવો હતો.
બધાને જ આ જગ્યા બહુજ ગમી એનું કારણ હતું કે આ જગ્યા શહેરની આપાધાપી થી દૂર એક શાંત અને ઊંડી નદીને કિનારે એક ટેકરી પર હતી.
અરૂણિમાના કહેવા પ્રમાણે, એક જુના મહેલને આધુનિક રિસોર્ટમાં ફેરવવામાં આવ્યો હતો. આથીજ અહીંયા બેઉ સમયની વસ્તુઓનો સરસ પ્રકારે સમન્વય કરી ઈન્ટીરીઅર કરવામાં આવેલું હતું, જે ઘડીક માં આમને પુરાતન કાલની ભવ્યતા દર્શાવતું તો ઘડીકમાં આધુનિકકાળની કલાત્મકતા.

અમે વીસ સખિઓ સોસાયટીથી બરાબર સાતના ટકોરે નીકળ્યા હતા, અને બરાબર સાડા નવે અમે એ રિસોર્ટમાં હતા.
મેઈન ગૅઇટ પાસેજ બે માણસો સ્વાગત કરવા ઉભા હતા, મને બંને એક સરખાજ લાગ્યા, હશે કદાચ જોડિયા એવું માનીને મેં બહુ વિચારવાનું માંડી વાળ્યું. અમે અહીં બે દિવસ રોકવાના હતા, એટલે અમને બધાંયને એક રૂમમાં બબ્બે જણ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મારી સાથે મારી નવી સખી અરૂણિમા આવે એવું હું ઇચ્છતી હતી, પણ મને નિધિ મળી જે આમ તો બહુ સારી મિત્ર છે, પણ સ્વભાવે એકદમ શાંત અને હું આ ઉંમરે પણ બહુજ તોફાની. મને બે મિનિટ શાંત બેસવું ન ગમે અને નિધિ કલાકો મેડિટેશન માં કાઢી નાંખે.

રિસોર્ટ માં નીચે ભોજનાલય હતું અને ઉપરના માળે બધી રૂમો હતી. રિસોર્ટ આમ બહુ મોટું ન હોવાથી ,રૂમો પણ તેરજ હતા એમાંથી એક રૂમ માં મેનેજર અને બીજા મોટા રૂમ માં સ્ટાફ એમ રહેતો હતો તેરમો રૂમ ખાલી હતો.
અમે નાસ્તો કર્યો અને થોડા આડા પડવા રૂમમાં ગયા. અમારો રૂમ નમ્બર ચાર હતો. મારી સાથે મારી સખી નિધિ હતી. નિધિને સંત કહું તો એ ખોટું ન કહેવાય એટલી હદે તે ભજન પૂજન માં અટવાએલી રહેતી.
અમે રિસોર્ટ પહોંચ્યા, ત્યારે નાસ્તાનો ટાઈમ થઇ ગયો હતો, એથી અમને રૂમમાં લઇ જતા પહેલા રિસોર્ટવાળાઓ એ અમને નાસ્તો કરી લેવા કહ્યું. અમને પણ ભૂખ લાગેલી હતી તેથી અમે પણ તરત નાસ્તો કરવા બેસી ગયા.
નાસ્તો પૂરો કરી બાકી બધીજ સખિયોં તેમના રૂમમાં પહોંચી ગઈ, પણ હું અને અરૂણિમા રિસોર્ટમાં ફરવા નીકળ્યા. આજુબાજુ સરસ મજાની બાગ હતી. રિસોર્ટમાં પણ અમુક વસ્તુઓ તો ખરેખર બહુજ જૂની હતી તોય હજુ પણ બહુજ સુંદર દેખાતી હતી.
ફરતા ફરતા અમે એક એવી જગ્યાએ પોહચ્યાં જ્યાં બે વિશિષ્ટ પથ્થરો મુકાયેલ હતા. આ બંને ચોરસ આકાર ના પથ્થરો એકબીજાને ચોંટાડીને રાખ્યા હોય એટલા નજીક રાખેલા હતા. દૂરથી જોતા જાણે એ બે નહી પણ એકજ પથ્થર હોય એવું લાગતું હતું.
પથ્થરોની વિશેષતા એ હતી કે એક સંપૂર્ણપણે લીસો કાળો હતો અને એક એકદમ શુભ્ર લીસો સફેદ જાણે કોઈ રૂનું વાદળજ. આશ્ચર્ય એ વાતનું હતું કે આટલા વર્ષોના વહેણ વીતી ગયા પછી પણ એમની ચમક માં કઈ જ ફેરફાર થયો નહતો.
ફરતા ફરતા અમે એ પથ્થરોની નજીક પહોંચ્યા.
મારી ઈચ્છા તે પથ્થરોપર બેસીને ફોટો કાઢવાની થઇ ગઈ.
હું બેસવાજ જતી હતી, ત્યાંજ હોટેલ નો એક કર્મચારી ત્યાં ધસી આવ્યો અને મને 'ના' પાડીને રોકી લીધી.
મને કોઈ આમ મને ગમતી ક્રિયા ન કરવા દે એ ક્યારેય ગમતું નથી એટલે મેં મનોમન નક્કી કર્યું કે ભલે અત્યારે એને મને ફોટો ન પાડવા દીધો પણ હું કોઈ એવા સમયે અહિંયા આવીશ કે જયારે કોઈ કર્મચારી અહીં આસપાસ નહી હોય અને ત્યારે હું આ બંને પાષાણોપર બેસીને ફોટો પાડીશ જ !

મારે મારા મનની વાત અરૂણિમા ને નહતી કરાવી પણ એને થોડું હૈરાન તો કરવું જ હતું. એટલે મારામાંની તોફાની રુપાલીએ એટલે કે મેં જ અરૂણિમાને કહ્યું ,"આ જૂનું મહેલ છે એટલે આ પથ્થરોમાં અહીં કંઈક રહસ્યમયી ગૂઢ હોઈ શકે છે કદાચ એટલેજ આ માણસ આપણને અહીંયા બેસવાની ના પડી છે."
અરૂણિમાએ પુચ્છ્યું," ગૂઢ એટલે?" એ તે પથ્થરો તરફ જોતી બોલી.
"ભૂત કે તત્સમ" મેં જાણી જોઈને કહ્યું.
"એટલે તારું કહેકવું છે કે આ રિસોર્ટ માં કોઈ આત્મા રહે છે." મને એના ચહેરાના ઉડેલા રંગ પરથી એ ભયભીત થઇ ગઈ છે એ ખબર પડી એટલે મેં વળી એને વધારે હેરાન કરવાનું નક્કી કર્યું. મારી બીજી બધી સખીયો મારા આવા સ્વભાવ વિષે જણાતી હતી એટલે કોઈ મને ગંભીરતાથી લેતું નહી પણ આ અરૂણિમા હજુ નવી જ આવેલી ગ્રુપ માં એટલે બિચારી ડરી ગઈ.
મને એને ડરાવવામાં માં અનેરો આનંદ આવવા લાગ્યો. એટલેજ મેં ફરી એક જુઠાણું કહ્યું કે,"હા, મારી છઠ્ઠી ઇન્દ્રિય બહુજ તાકાતવર છે એટલે મને આત્મા હોય તો તેનો એહસાસ થાય છે."
"મુર્ખી, તો અહીં શું કરવા ઉભી છે? ચાલ, આપણે અહીં થી જલ્દી થી જલ્દી નીકળીએ" એને લગભગ મારો હાથ ખેંચતા ખેંચતા અને પથ્થરો તરફ જોતા જોતા કહ્યું. અને અમે બંને પાછા રિસોર્ટ માં આવી ગયા. પણ મારું મન ક્યાં શાંત બેસે એમ હતું. હું તો ગમે તેમ કરીને કંઈક ટીખળ કરીને એને હેરાન કરવા માગતી હતી.
હું એને હેરાન કરવાના વિચાર કરતા કરતા, એની સાથે ચાલતા ચાલતા પહેલા માળે પહોંચી ગઈ, અચાનક મારી નજર રૂમ નંબર 13 ઉપર પડી એટલે મેં એને તરત કીધું કે "જો ને આ રૂમ નંબર 13 ખાલી છે કારણ કે અહીંયા એવું કઈક બની ગયું હશે જેના લીધે અને ખાલી રાખવામાં આવ્યો છે."
"હા છે જ કઈંક ગડબડ અહિંયા" તે બોલી. હવે એને પણ એવું લાગવા મંડ્યું કે અહીંયા કંઈક ગડબડ તો છે.
એ અહીંયા પહેલા એકવાર આવી ગયેલી, તો પણ તેને હવે આ રિસોર્ટમાં કંઈક તો આડું અવળું છે એવું એને જણાવવા લાગ્યું હતું. હવે અમે બે જણ પાછા રૂમ માં આવી ગયા. હું મારી રૂમમાં એ એની રૂમમાં.
થોડીવાર પછી અમને લંચ માટે બોલાવવામાં આવ્યા.
અમે લંચમાં જઈ આવ્યા અને ત્યાં બેસીને ગપ્પા મારતા મારતા લંચ લીધું, પછી ખરી બપોરે કોઈને ફરવા નહતું જવું એટલે બધા પાછા રૂમ ભેગા થઇ ગયા. ત્રણ ચાર સખિયો એક રૂમમાં એમ ગપાટા મારવા ભેગી થઇ ગઈ. પણ મારા મનમાં થયું કે ચાલો હવે આમેય આ બધી થોડીવારમાં સુઈ જવાની છે તો હું મારી ઈચ્છા પુરી કરી આવું. ફરતા ફરતા ચક્કર મારીને એ બે પથ્થરો ઉપર જઈને બેસી શકું છું, ફોટો કાઢી શકું છું.
મેં ધીરે રહીને મારા રૂમમાંથી કાઢતો પગ લીધો. મારી સખી નિધિ, એ તો એના આવેલા ચોપડા વાંચવામાં મગન થઈ ગઈ હતી.
હું ધીરેથી બહાર આવી, જોયુ તો આસપાસ કોઈ નહતું.
ઉનાળો હતો, તડકાનો સમય હતો એટલે વધારે ગરમી હોવાથી કોઈ ત્યાં બહાર ઊભું હતું નહીં.
હું સીધી એ બંને પથ્થરો પાસે પહોંચી.
જાણે એ બેય પથ્થરો મને બોલાવતા હોય,બહુ જ આકર્ષિત કરતા હોય એવું મને લાગ્યું. જાણે કહેતા હોય કે,"આવ બેસ મારીપર. બેસ મારી પર."
હું એ ખેંચાણના દબાવમાં ખેંચાઈ ગઈ.
હું ત્યાં જઈને પહેલા કાળા પથ્થર ઉપર બેઠી. બેઠતાંજ લાગ્યું કે અહીંયા કંઈક વિશિષ્ટ તત્વ છે. કારણ જેમ હું એની પર બેઠી તેમ મને એવું લાગ્યું કે અચાનક વાતાવરણ બદલાઈ ગયું છે. અને હા સાચેજ, હું એવા વાતાવરણમાં પહોંચી ગઈ હતી કે જ્યાં આજથી દસ વર્ષ પહેલાંનું એટલે કે બે હજાર દસની સાલનું વાતાવરણ હતું. જેમ કે મને મારી નજર સામે, મારો દીકરો કોલેજ જવા માટે તૈયાર થઈ રહ્યો છે એવું ચિત્ર દેખાતું હતું. મારા પતિ એમની ઑફિસે જવાની તૈયારી કરે છે. હું એ બંનેને નાસ્તા આપું છું. દીકરાનું કોલેજનું પહેલું કે પહેલું વર્ષ જતા પહેલા ની આસપાસનો એ સમય લાગે છે એટલે તે વખતે કદાચ હું પચાસ વર્ષની હોઈશ. મને મારો દસ વર્ષ પહેલાનો મારું ભૂતકાળ દેખાણો હું ખુશ થઈ ગઈ. અને કોલેજે નીકળતા છોકરાને બાય કરવા જેવી જગ્યાએથી ઉઠી કે તરતજ વર્તમાન માં આવી ગઈ.
હવે મને સફેદ પથ્થરપણ બોલાવતો હોય એવું લાગ્યું. મેં નક્કી કર્યું કે હવે આપણે સફેદ પથ્થર ઉપર બેસવું.
હું એક અજબ ખેંચાણથી સફેદ પથ્થર તરફ જય રહી હતી અને ક્ષણેકમાં તો હું સફેદ પથ્થરપર બેસેલી હતી.
સફેદ પથ્થરપર બેસતાંજ, મને હું અચાનક ડોસી હોવું એવું ચિત્ર મારી નજર સામે ઉપસી આવ્યું. એમાં હું કંઈકને નાસ્તો આપતી હતી, મારી આજુબાજુ
બે નાના છોકરાઓ ફરતા હતા અને બંને મને "દાદી" "દાદી" કહીને બોલાવતા હતા. મારા વાળ સફેદ થઈ ગયા હતા મારી ઉંમર સિત્તેરેક વર્ષની લગતી હતી. અચાનક મને પેલા બંને છોકરાઓએ ધક્કો મારી પાડી દીધી અને હું પછી વર્તમાનમાં આવી ગઈ.
જેવી વર્તમાન માં આવી ત્યારે એવો ખ્યાલ આવી ગયો કે આ બે પથ્થરોમાં જાદુ તો છે કાળો પથ્થર ભૂતકાળમાં લઇ જાય છે અને સફેદ ભવિષ્યમાં.
હું થોડી અવળચંડી રહી, એટલે મેં વિચાર કર્યો કે આપણે બીજી વાર બેસીશું તો હજુ ઘણુંખરું જોવા મળશે.
મેં ફરી એકવાર કાળા પથ્થરપર બેસવાનું નક્કી કર્યું. પણ જેવું હું હવે તેની પર બેસી તે પથ્થર મને મારી ઉંમરની ચાલીસીમાં લઇ ગયો. આ વખતે મને, મારી ઉમર ચાલીસની હતી ત્યારનું બધું દેખાતું હતું. મને મેનોપોઝ શરૂ થઈ ગયો હતો અને હું જરીક જરીક બાબતે ચિડાતી હતી, ખીજાતી હતી. મારા ભાઈ સાથે મારા પપ્પાની પ્રોપર્ટી માટે થયેલો ઝગડો દેખાયો. પાછળ મારી મમ્મી ડુસકા ભરતી હતી. મારુ મન વિચલિત થયું અને હું મમ્મીને મળવા ઉભી થઇ અને પછી વર્તમાનમાં આવી ગઈ.
આવી રીતે બીજીવાર હું હજુ દસ વરસ એટલે કે ટોટલ વીસ વરસ ભૂતકાળમાં ગયેલી. આમ જોતા કદાચ હું હવે ફરી બેસું તો તીસ વરસ પાછળ જઈશ એવી મારા મનમાં ધારણા થઇ. 'એટલે હવે ફરી બેસીશ તો હું તીસમાં વર્ષમાં જઈશ.' એવી રીતે વિચાર કરતા કરતા હું ફરી એ જ પથ્થર પર બેસી ગઈ અને અચાનક મારી નજર સામે, હું 30 વર્ષની થઈ ગઈ. મારો બીજો દીકરો જન્મ લેવાનો હતો અને હું હોસ્પિટલમાં એડમિટ હતી . બીજા દીકરાને જન્મ વખતે મને દીકરીની બહુ આશા હતી પરંતુ મેં દીકરો જ જણ્યો અને મારા પતિદેવ એકદમ નિરાશ થઈ ગયા હતા. એ બધો કાળ મને દેખાતો હતો હું ફરી ઉઠી ગઈ.
મને અચાનક હોટલમાંથી કોઈ બોલાવે છે એવું સંભળાણું.
હું ભાગતી ભાગતી હોટલમાં ગઈ તો ખબર પડી કે અમારી સાથે આવેલા અરુણિમાબેનને તાવ આવી ગયો છે. એમને અચાનક શું થયું તું ખબર નથી પણ અરુણિમાબેન વારેઘડી મારું નામ લઈને એક જ વાક્ય બોલતા હતા કે, "ચાલો અહીંથી નીકળી જઈએ નહીંતર અનર્થ થઇ જશે."
પરંતુ કોઈ માનવા તૈયાર હતું નહીં. જયારે હું એમની પાસે ગઈ ત્યારે તો એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યા ,"તને તો બધી ખબર છે ને યાર. સમજાવો આ બધાને."
મેં ધીરે રહીને એમનો હાથ મારા હાથમાં લઈને કહ્યું," બેન મેં જે કહ્યું હયતુ તે સાચું નથી. હું તો મજાક કરતી હતી બસ."
મને અરૂણિમા બેનની ચિંતા થવા લાગી. અને આના માટે હુંજ જિમ્મેદાર હતી. કહેતી વખતે મેં ભલે ખોટું કીધું હતું પણ હવે મને સચ્ચાઈ ખબર પડી ગઈ હતી અને એ સચ્ચાઈ જો હું કહી દેત તો આ લોકો મને પાગલ ગણી લેત, એટલે મેં મનોમન કોઈનેય કશુંજ ન કહેવાનો નિર્ણય લીધો.
ભલે હું બીજાને નહી કહું, પણ પોતાનો ભૂતકાળ જાણવાની બૈચેની મને ત્યાં જવાથી રોકી ના શકી.
થોડીવાર પછી હું ફરી જ્યારે બધા ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે એટલે સાંજના વાળા પછી લગભગ રાત્રીના દસ વાગ્યા પછીની આસપાસ હું ફરી એજ પથ્થરો પાસે પહોંચી. અત્યાર સુધી ત્રીસ વર્ષનું વર્ષ સુધીનું મારું જીવન જોઈ લીધું હતું એટલે હું ફરી બેઠી ત્યારે મને મારી વીસ વર્ષની ઉંમરનો ભૂતકાળ દેખાવા લાગ્યો.
હું એકદમ અલ્લડ યુવતી હતી કોલેજનું છેલ્લું વરસ હતું. મને મારાજ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયેલા ગૌરાંગસર બહુજ ગમતા હતા. તે પણ છવ્વીસ એક વર્ષના હતા. હું પોતાનું કામ શરૂ કરવાની ઈચ્છા રાખતી હતી એટલે મને ગૌરાંગ સરે કોલેજમાંજ લેકચરરની નોકરી અપાવી. તે ક્ષણ મારા માટે બહુ અનન્ય હતી કારણ કે ત્યારે હું પોતાની કરિયર તો શરૂ કરતીજ હતી અને સાથે સાથે ગૌરાંગસર ની કરીબપણ જઈ શક્તિ હતી. એકદિવસ ગૌરાંગસરે મને બાહુપાશમાં લઇ જોરથી ચુંબન કર્યું. મારા શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઇ અને હું પછી વર્તમાનમાં આવી ગઈ.
'હવે જો હું ફરી બેસીસ તો પણ હું ગૌરાંગસરને તો નહીંજ જોઈ શકું, કારણ હવે હું દસ વરસની ઉંમર ના કાળમાં પોહંચીશ.' એમ વિચારતા મને હસું આવી ગયું. કારણ મને ગૌરાંગસર બહુજ ગમતા હતા અને તેમને મારો તોફાની સ્વભાવ, અને કોઈ મને કે મારા માણસો ને કંઈ તકલીફ આપે તો ઝગડો કર્યા વગર હું જે રીતે સામેવાળાને ઠેકાણે પાડતી એ મારી વિશિષ્ટતા એમને બહુજ ગમતી. કદાચ એટલેજ અમે ત્રણ વર્ષ પછી એકબીજા સાથે લગ્ન કરી લીધેલા. એ અત્યારે મને બહુજ પ્રેમ કરતા મારા પતિ છે.
હું કૌતૂહલવશ ફરી એ કાળા પથ્થરપર જઈ બેસી, હવે મેં ધાર્યું હતું એમ હું દસ વર્ષની કન્યા હતી. દસ વર્ષની ઉંમરમાં કંઈ જ ખબર ન પડતી હોવા છતાં બહુ દોઢ ડાહ્યા થવાનું મારું મન ઘણીવાર થતું. એવું જ કંઈક હું કરી રહી હતી. પાછળથી આવીને મારી મમ્મી એ મને જોઈ, મને મેથીપાક ચખાડે છે એ દેખાણું. મમ્મીની યાદને લીધે કે મેથીપાક ને લીધે પણ ખબર નહિ પણ મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. વહેતા આંસુઓને લીધે આંખો આગળ આવતું ચિત્ર 9 ધૂંધળું થઇ ગયું અને હું વર્તમાન માં આવી ગઈ.
મા ની યાદે મને બૈચેન કરી દીધી, મા જેટલી મારતી હતી એનાથી વધારે એ મને પ્રેમ કરતી હતી એ હવે સમજાય છે. જ્યારે હું પોતે મા બની ગઈ ત્યારે મને સમજાયું કે મમ્મી મને મારા સારા માટેજ મારતી હતી પરંતુ હવે તે આજે એ સમય નીકળી ગયો છે. હું ફરી રિસોર્ટ તરફ આવતી હતી ત્યાં કોઈક મને બોલાવતું હોય એવું લાગ્યું.
મનમાં થયું કે હું મારા ઝીરો વર્ષમાં કેવી હતી એ જોવું. હું ઝડપથી આવીને કાળા પાષાણપર બેસી અને એક ક્ષણનો પણ વિલંબ કર્યાવગર એ પાષાણે મને હું ઝીરો થી એક વર્ષની વચ્ચે કેવી હતી એ બતાવી દીધું અને એ વખતે હું સાવ નાની કિકલી પણ બહુ સુંદર લાગતી પરી જેવી હતી. બધાને બહુ જ ગમતી હતી બધા મને આવી આવીને લાડ લડાવતા હતા. અચાનક મારા મામીના હાથમાંથી હું નીચે પડી, અને હું પાછી વર્તમાનમાં આવી ગઈ.
આ બધું જોઈને મને એક વાત સમજાઈ ગઈ કે હું નાનપણ સારી હતી પણ જેમ જેમ મોટી થતી ગઈ ને મારો તોફાની સ્વભાવ મને બધાથી દૂર લેતો ગયો.
આજે પહેલીવાર મને એવું થયું કે મારા સગાવ્હાલાઓ, મારી મમ્મી, મારો ભાઈ, બેન બધા મને પ્રેમ તો કરે જ છે તેમ છતાં મારા તોફાની સ્વભાવ કે મારી અવળચંડાઈને લીધે મારાથી દુરી બનાવી રાખે છે.
રિસોર્ટ તરફ ઉપાડેલા પગ, પાછા કાળા પથ્થર તરફ વળી ગયા કારણ મનમાં થયું કે હવે હું જીરો સુધી હું પહોંચીજ ગઈ છું તો હવે આનાથી પહેલાનું શું બતાવશે?
હું ફરી કાળા પાષાણ ઉપર બેસી ગઈ, અને અહો આશ્ચર્યમ !
મને મારો પાછલો જન્મ દેખાણો હું પાછલા જન્મમાં એ કોઈ રાજમહેલમાં રહેતી હતી એ રાજમહેલમાં હું એક રાણીની માફક રહેતી હતી. બહુ સુંદર એવો મારો દેખાવ હતો. રાજસી કપડાં પહેરેલા, બહુ સરસ દાગદાગીનાઓ થી સુશોભિત હતી. પણ ક્ષણભરમાંજ સ્થિતિ બદલાઈ, હવે હું પથારીવશ હતી. બાજુમાં કોઈ એક નવયુવક બેસેલો હતો.નવયુવક મારાથી નારાજ હોય એવું લાગતું હતું. એ મને કહેતો હતો,"હજુ કેટલા દિવસ કાઢીશ, હવે તો મર. પ્રજા મને ત્યાં સુધી રાજા નહી માને જ્યાં સુધી તું જીવતી રહીશ, ચાલ, હવે બહુ થયું. આજે તારો અંત કરીજ નાખું." એમ કહેતા એણે ઓશિકાથી મારુ ગળું દબાવી દીધું. એ વખતે ઝપાઝપીમાં મને એનો ચેહરો દેખાણો અને હું ભાનમાં આવી.
એ ચેહરો હતો મારા ગૌરાંગસરનો. હું પરસેવે રેબઝએબ થઇ ગઈ હતી. મારો અને એમનો શું સંબંધ હતો ગયા જન્મમાં ? એ જાણવું જરૂરી હતું. એટલે મેં પાછા ત્યાં જઈ પથ્થરપર બેસવાનું નક્કી કર્યું. હવે હું ડોશીના જન્મના પાછલા દસ વર્ષમાં પહોંચી ગઈ હતી. ગૌરાંગસર બીજા કોઈ નહીં પણ મારો પોતાનો દીકરો જ હતા. જે રાજ સત્તા માટે મને મારવા માગતા હતા અને એમણે મને મારીને મારા રાજ્યને પોતાનું રાજ્ય લઈ લીધું હતું. મને આ રાજમહેલ પણ કંઈક પરિચિત લાગતો હતો . ત્યાં એક ભીંતચિત્ર જોયું અને હું વર્તમાનમાં આવી , જોયેલું ભીંતચિત્ર આજેજ જોયું હતું આજ રિસોર્ટના હોલ માં , એટલે તે મહેલ આ રિસૉર્ટજ હતું.
અત્યાર સુધીનો ભૂતકાળ જોઈને મને બહુ જ દુઃખ થયું.મારો મૂળ સ્વભાવ મને બદલો લેવા ઉશ્કેરવા લાગ્યો. મનમાં થયું કે ગયા ભવમાં મારાથી કઈ થઇ શક્યું નથી પણ આ ભવમાં એને મારીશ નહિ પણ હેરાન તો કરવું જ રહ્યું. એની સાથે એવું કંઈક કરવું કે જે એને યાદ રહી જાય કે ગયા જન્મનો બદલો આ જન્મમાં પણ લઇ શકાય.
ત્યાંજ મને સફેદ પથ્થરપર એક માખી દેખાણી, એને ત્યાં બેઠેલી જોઈને મને પણ ત્યાં બેસવાની ઈચ્છા થઇ ગઈ. આ જન્મમાં મારુ ભવિષ્ય અને ખાસ તો મોત કેવું છે એ જાણવા મેં સફેદ પથ્થર ઉપર બેસવાનું નક્કી કર્યું.
સિત્તેર સુધી તો હું પોહંચીજ ગઈ હતી તેથી જેમ હું સફેદ પથ્થર પર બેઠી તેમ હું મારા એંશી વરસના કાલખંડમાં પહોંચી ગઈ. સંપૂર્ણ સફેદ વાળ આંખપર ચશ્મા અને ચાલમાં થોડું લંગડાપણું. ગૌરાંગસર મને હોસ્પિટલમાં છોડીને જતા રહ્યા છે. ફરી કોઈક મારો દગો કરતુ હોય તેમ જણાય છે. લાગે છે કે મને હજુ બી મારી નાખવા માંગે છે. અચાનક તે વ્યક્તિ સામે આવે છે. અરે આ તો ...! ગૌરાંગસરજ!. જે હોસ્પિટલમાં હોસ્પિટલ સ્ટાફ ને કહેતા દેખાય છે,"એનું વેન્ટીલેશન કાઢી નાખો". એનો અર્થ એ કે હું કોઈક મોટી ટ્રીટમેન્ટ લેવા માટે હોસ્પિટલમાં એડમિટ હતી. આઈ સી યુ માં હતી અને મારા પતિદેવ આ જન્મે પણ ફરીએકવાર લોકોની મદતથી મને મારી નાખવાનો પ્લાન બનાવે છે. એ તે લોકોને કહે છે કે "તમે આની બધી નળીઓ બધી કાઢી નાખો". હું બૂમ પાડવા ગઈ અને વર્તમાનમાં આવી ગઈ.
આ બધું જોયા પછી મેં નક્કી કર્યું કે આ વખતે મારું ભવિષ્ય હું લખીશ. નિયતિને આવો કંઈ ખેલ હું નહીં કરવા દઉં.
મેં નિયતિ બદલવા, મારા પતિદેવને ફોન લગાડ્યો.
મેં મારા પતિદેવને કહ્યું કે તમે જ્યાં છો ત્યાંથી તરત અહીંયા આવો. તમને અહીંયા કંઈક નવું બતાવું. એમ કરીને મેં એમને મારી પાસે બોલાવ્યા મારા પતિદેવ ત્રણ કલાકમાં રાત્રીના એક કલાકે અમારા રોકાણની જગ્યાએ પોહચી ગયા. ખરેખર મને બહુ જ પ્રેમ કરે છે ગૌરાંગસર.
આમ જોઈએ તો એમની પર શંકા કરવી મને યોગ્ય લાગતું ન હતું. પણ અત્યાર સુધી મને જે જે આ પથ્થરો દ્વારા બતાવવામાં આવ્યું હતું તે તે સાચુજ હતું એટલે કદાચ એ ભવિષ્ય પણ સાચુ જ બતાવતું હશે એમ ન માનવાને કોઈ કારણ નહતું.
થોડીવાર પછી મારા પતિદેવ ફ્રેશ થઈને આવ્યા. પછી મેં એમને બાગ બતાવી, રિસોર્ટ બતાવ્યું બધું બતાવ્યું અને છેવટે એમને મેં પથ્થરનું રાજ કીધું એમાં પથ્થરપર બેસીને અત્યાર સુધી મને શું શું દેખાણું છે તે કહ્યું. કોઈ મને મારે છે એટલું તો કહ્યું, પણ 'કોણ', એ ન કહ્યું.
મારા પતિ એકદમ દુઃખી થઈ ગયા એમણે મને સાથે લઈને કીધું કે "ના ના એવું કોઈ કાળે બનશે નહીં.તને શું કરવા કોઈ મારશે? તું આટલી સરસ છે."
આવા બધા શબ્દો સાંભળીને પણ, મને એમાં પોકળપણું જણાતું હતું.
એવું લાગતું હતું કે જાણે એ મારાથી કંઈક છુપાવે છે વાસ્તવિકતા કંઈક જુદી છે.
મનોમન નક્કી કર્યા પ્રમાણે હું એમને નદી કિનારે લઈ ગઈ. નદી થોડી ઊંડી હતી અને મારા પતિદેવ ને તરતા આવડતું નહતું એ વાતનો ફાયદો લઇ, મેં એમને નદીમાં ધક્કો મારી દીધો.
એ નદીમાં ડૂબીને મરી ગયા છે એ ખાતરી થઇ ત્યારેજ હું પાછી વળી. મેં નિયતિ બદલી કાઢી હતી.
સમયે મને સારો સાથ આપ્યો, રાત્રિનો અંધકાર હોવાથી કોઈનેય મારાપર શંકા પણ નહી ગઈ. મારો બદલો પૂરો થઈ ગયો હતો.
અને હું પાછી આવી પાછી આવીને જોતું થતી તો અરુણિમા જોર જોરથી રૂમ નંબર તેર માં બૂમો પાડતી હતી, "અરે આ શું કર્યું ?"
મેં ત્યાં જઈને પુચ્છ્યું,"શું બોલે છે તું કોની સાથે બોલે છે?"
તે દુઃખી થઈને બોલી અરે તે આ શું કર્યું?, હું તને કહેતી હતીને કે અહીં કઈંક ગડબડ છે ત્યારે મને તારી આજેબાજુ ભયકંર નકારાત્મક એનર્જી જણાતી હતી અલગ શબ્દોમાં કહું તો ભૂતો દેખાતા હતા. એટલેજ તને કહેતી હતી કે ચાલ નીકળી જઈએ પણ તે તો"
"આ તું શું બોલે છે ? પણ તને તો આત્માઓની બીક લગતી હતી ને?"
"હાસ્તો કારણ એ આત્માઓ તારીપર હાવી થવાનો પ્રયત્ન કરતી દેખાઈ હતી મને, અને હવે એક હજુ વધુ આત્મા તારી પાસે દેખાય છે તારા પર્તિદેવ છે કદાચ."
"બનીજ ન શકે કારણ તે તો..." મેં આગળનું બોલવાનું માંડી વાળ્યું.
"કારણ તે એમને નદીમાં ધક્કો મારીને મારી નાખ્યા છે બરાબર ને?"
તેનું આવું બોલવું અને મારુ ભાનમાં આવવું
શું કહ્યું તે? મેં મારા પતિદેવ ને ?"
હા તે તારાજ હાથે..તારા ગૌરાંગ સરને..." કહીને તે જોર જોર થી રડવા લાગી.
મને હજુ આ વાત પર વિશ્વાસ નહતો.
એટલામાં મારી નજર ફરી ઓલા કાળા ધોળા પથ્થરો પર ગઈ. ત્યાં જઈનેજ ખરું ખોટું જાણવું પડશે એમ વિચારીને હું ત્યાં દોડી.
કાળા પથ્થર પર બેસવા ગઈ ત્યાં મારી આજુબાજુ ઘણા ખરા લોકો કામ કરતા હતા.
મેં મનમાં વિચાર્યું કે,' આ લોકો કદાચ મને કાલની માફક બેસવા નહીં દે, તોય હું એમની સામેજ બેસીશ'
મને હવે વિશ્વાસ હતો કે કંઈક ખોટું કહી રહી છે અરૂણિમા.
પણ કાલની જેમ કોઈએ મને ત્યાં બેસવાથી ન રોકી, અને બેસવા દીધી બાજુમાં ઊભા એક સ્ટાફને પૂછ્યું મેં કીધું "હું કાલે સવારે આવી હતી ત્યારે મને બધાએ ના પાડી હતી.આ જાદુઈ પથ્થરો છે એટલે જ ને? આજે કોઈએ મને ન રોકી "
મારા પ્રશ્ન પર હે ભાઈ હસી પડ્યા અને બોલ્યા," બુન અમે આની પર બેસવા માટે કાલે એટલે ના પડતા હતા કારણ કાલે અમે આ પથ્થરોને કલર કરેલો. આજે તો તે સુખાઈ ગયેલ છે તો શા માટે અમે ના પાડીયે? આ કઈ કીમતી વસ્તુ થોડી છે.બેસો બેસો બુન"
મને એમને ન સિર્ફ બેસવાની પરવાનગી આપી બલ્કે મારો ફોટો ભી પાડી આપ્યો.
મને આશ્ચર્ય થતું હતું કે કાલે મને અહીંયા જે ભૂત ભવિષ્ય દેખાતું હતું એ શું હતું? મેં એ ભાઈને પૂછ્યું પણ ખરું.
એટલે એ હસતા હસતા બોલ્યો, "ના હો બેન, એમ કઈ પથ્થરો ભૂત ભવિષ્ય થોડું બતાવે. તમે તો આટલા ભણેલા થઈને સાવ ગામડિયણ લોકો જેવી વાત કરો છો." મારી વાતનો જવાબ આપીને ખો ખો કરતો હસવા લાગ્યો.
એટલા માં રિસોર્ટની પાછળ બાજુ થી ઘણા લોકોની બુમાબુમ સંભાળની, નજીક જઈને સાંભળ્યું તો ખબર પડી કે રાતના અંધકારમાં કોઈ ભાઈએ નદીમાં ઝમ્પલાવીને આત્મહત્યા કરી હતી.
નજીક જઈને જોયું તો એ ગૌરાંગ સર જ હતા. પછી તો મને કઈ યાદજ નથી. હું બેહોશ થઇ ગઈ

અનલા બાપટ
અમદાવાદ

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ