વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિહિરની નવી નોકરી

 

વિષય - (૨. બીભત્સ અને ક્રૂર)

મિહિર આમ તો ડાહ્યો છોકરો, પણ ક્યારેક-ક્યારેક એનું મગજ શું વિચારશે કહેવાય નહી એટલે એના મમ્મી પપ્પાએ એનું બી. એ. પૂરું થતાંજ પોતાના મિત્ર રાજીવ પટેલના બિઝનેસમાં કામે લગાવી દીધો. 

આ તો રહ્યો મિહિર! એને આમ ઘરે બેઠા નોકરી હાથે આવી એટલે એના મનમાં નોકરીનું કઈંજ મહત્વ નહી.

ગમે ત્યારે કામે આવે, ગમે ત્યારે ઑફિસેથી નીકળી જાય. આથી કાકા રાજીવ તો ગિન્નાયા.. એમને ચાર પાંચવાર મિહિરને ટકોર પણ કરી પણ મિહિર તો મિહિર હતો. કોઈનાથી ડરતો નહી અને કોઈનું કહેલું માનતો નહી. છેવટે કંટાળીને રજીવભાઈએ એને જાકારો આપી દીધો.

હવે બેકાર બનેલો મિહિર નોકરીની તલાશમાં ફરવા લાગ્યો.

ત્યાં એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ગયેલો ત્યારે એનો નંબર આવે એની રાહ જોતો બેઠો હતો. ત્યાંજ સમય પસાર કરવા એણે એક છાપું વાચવાનું શરુ કર્યું. છાપામાં એની નજર એક એવી જાહેરાત પર પડી જે બીજી "જોઈએ છે" જાહેરાતો કરતાં તદ્દન અલગ હતી.

એ જાહેરાતમાં એવું લખેલું હતું કે,

"જો તમે માનતા હો કે તમને કોઈ પણ ડરાવી નહી શકે, તમને કોઈ પણ વાત ડિસ્ટર્બ નહી કરી શકે અને તમે એકદમ સ્ટ્રોંગ મનના હો તો તમે અમારા માટે કામ કરી શકો છો.

'કામ શું છે?'એ જાણવા માટે તમારે અમારી ઓફિસે રૂબરૂ આવવું પડશે. અમે તમારી એક નાની અમથી પરીક્ષા લઈશું. એ પરીક્ષા તમારા સાહસની, તમારી સહનશક્તિની અને તમારી તાત્કાલિક નિર્ણયશક્તિની હશે. બાકી તમારી શૈક્ષણિક લાયકાત ગમે તે ચાલશે.

મળવા ચાલ્યાં આવો...

'બિન્ધાસ્ત'

113 શિયાળ કોમ્પલેક્ષ

લાલ નદી પાસે

સ્મશાન રોડ" 

 

આ જાહેરાત વાંચીને અવળચંડા મિહિરને ત્યાં જવાની તાલાવેલી લાગી.

એણે એ જાહેરાતનો ફોટો પાડીને એના એક મિત્રને ગૂગલ કરવા કહ્યું કે,"જો તો આ જગ્યા કઈ આગળ છે?"

સામે મિત્રનો તરત મેસેજ આવ્યો,"આ કઇંક આડુંઅવળું લાગે છે ભાઈ ! તું જતો નહી તે જગ્યાએ."

પણ કોઈની સલાહ માને તો વળી મિહિર ડાહ્યામાં ન ગણાઈ જાય? એણે તો જ્યાં ગયો હતો એ ઇન્ટરવ્યુ પણ પડતું મૂક્યું અને એ એક્ટિવા લઈને નીકળી પડ્યો.

સ્મશાન રોડ એણે જોયેલો હતો.એટલે એ રોડપર પહોંચીને એણે જીપીએસ ચાલુ કર્યું. નાની નાની ગલીઓમાંથી નીકળીને એ એક મોટા બંગલા જેવા કોમ્પલેક્ષ પાસે પહોંચ્યો. જે બે માળનું હતું. એમાં એ પહેલા માળે ગયો. ત્યાં સામે બિન્ધાસ્તનું બોર્ડ લાગેલું હતું. મિહિર વિચાર્યા વગર અંદર હતો રહ્યો.

અંદરનું વાતાવરણ જરા અલગ જ હતું. જરા ગૂઢ કહેવાય એવુજ. ચારે બાજુએ કાળા પડદા લાગેલા હતા વચ્ચે એક રિસેપ્શનિસ્ટ બેઠેલી હતી. જે દેખાવમાં મહા બદસૂરતનું બિરૂદ અપાય એવી હતી.

કાળી, ગોળ ચેહરાવાળી આ બેનને નાક તો હતું જ નહી નાકની જગ્યાએ બે કાણા દેખાતાં હતાં, જેમાંથી સતત પરું જેવું ચીકણું પ્રવાહી વહી રહ્યું હતું. જેને તે છોકરી થોડી થોડી વારે ચાટી જતી હતી.

એની ઘેરી લીલી આંખો એકદમ બિલાડી જેવી દેખાતી હતી. પણ વચ્ચે વચ્ચે એ ઇ બંને કિકીઓને એક એક કરીને બહાર કાઢી એક વરાળ ભરેલ પાત્રમાં મુકતી અને પાછી એને આંખમાં ગોઠવી દેતી.

મિહિરે આ બધું જોયું અને એને મિત્રએ કહેલું યાદ આવી ગયું. આ વાતાવરણ એને થોડું વિચિત્ર લાગ્યું પણ તોય મિહિર બીજાની વાત સહેલાઇથી માની જાય એવો ક્યાં હતો. 

આ તરફ પેલીએ એક ચામડાનો ટુકડો મિહિર તરફ ફેક્યો, અને કહ્યું,"આમાં તમારી ડિટેલ ભરી દો." 

મિહિરે ધ્યાનથી જોયું તો એ ચામડા પર કંઇક લખેલું દેખાણું.  એક ફોર્મ જેવું હતું. ધ્યાનથી વાચતા એ ફોર્મ નહતું , પણ એક કરારપત્ર હતું. જેમાં પોતે એ કંપની સાથે એવો કરાર કરવાનો હતો કે કંપની જે આ ટેસ્ટ લેશે એના માટે પોતે હા પાડી છે અને કંપનીએ કોઈ જોર જબરદસ્તી કરેલી નથી. એટલે આ ટેસ્ટનું જે પરિણામ થાય એના માટે પોતે જ જવાબદાર રહેશે.

આ પ્રકારના લખાણ પર મિહિરે સહી કરવાની હતી.

મિહિર વિચાર કરતો હતો ત્યાંજ પેલી બિલ્લીની આંખોવાળીએ તેનાં માટે એક બેનનાં હાથે શરબત મોકલ્યું. વિચારોમાં ખોવાયેલી મિહિરે શરબત લઈ આવનાર સ્ત્રી તરફ જોયું અને એક મિનિટ માટે હેબતાઈ ગયો, કારણ એ સ્ત્રીની આંખોમાં એક અજીબ ક્રૂરતા  દેખાતી હતો અને એ એક સિગારેટ પીતી પીતી  આવી હતી,  જેનો ધુમાડાની એકદમ અલગ પ્રકારની ગંધ આવતી હતી અને જે હાથમાં એણે સિગારેટ પકડી હતી તેના નખ આઠ દસ ઈંચ જેટલા લાંબા હતા. મિહિર એક ક્ષણ માટે ભાગી જવાનો વિચાર કરવા લાગ્યો. ત્યાં ઓલી બોલી,"ડરી ગયો ને? પૂરું કરી નાંખજે" કહીને એણે મિહિરના હાથમાં રહેલ ગ્લાસ પર હાથ મૂક્યો.

એનું એવું કહેવું અને મિહિરને આદતવશ બોલી ગયો ,"નાં". 

પછી ઓલી એના ભયાનક દાંત બતાવતી નીકળી ગઈ.

મિહિરનાં હાથમાં શરબત હતું, તે પીવાનું શરૂ કર્યું.પિતા પિતા વિચારતો હતો કે આ લાલ રંગનું એ શરબત ગુલાબનું હશે? નહિતર તડબુચનું, પણ જ્યારે એણે પીધું તો એક અજીબ સ્વાદ આવતો હતો. તેમ છતાંય એણે પીવાનું ચાલુ રાખ્યું કારણ એને તરસ લાગી હતી.

એટલામાં રિસેપ્શનિસ્ટે એને બોલાવ્યો.

"અહીંયા સહી કર!" એ બોલી.

"હવે આ શું છે?" મિહિરે પૂછ્યું.

"એક તો તને આપેલ કરાર અને બીજું અમે તમે શરૂવાતમાં રૂપિયા 10000 આપીશું અને દરેક ટેસ્ટ પછી જો તારા વર્તન પ્રમાણે એમાં વધ ઘટ થશે. જો તું અમારી અપેક્ષાઓ પ્રમાણે વર્તન કરીશ તો વધશે અને જો વિપરીત કરીશ તો ઘટશે અને જો તું હવે અહીંથી પાછો વળી જઈશ તો તારે એમને 10000 રૂપિયા આપવા પડશે."

"કેટલું ઘટશે અને કેટલું વધશે?" મિહિર પોણા ભાગનું  શરબત પી ચૂક્યો હતો.

"એ તો એક્ટિવિટી પ્રમાણે હશે." એ હસીને બોલી. એટલામાં ત્યાં શરબત આપવાવાળી આવી, એણે મિહિર સામે બહું જ ધારીને જોયું અને પૂછ્યું,"શરબત પૂરું કર પહેલા."

રિસેપ્શનિસ્ટે ઓલીને પૂછ્યું ," કયું શરબત આપ્યું તે આને કે એનાથી પીવાતું નથી?"

"એ તો કબૂતરનાં લોહી વાળુ."

"થું...થું...તે મને કબૂતરનું લોહી પીવડાવ્યું?" મિહિર છેલ્લો ઘુંટડો મોંમાંથી જોરથી થૂંકી નાખતા બોલ્યો.

"આના 1000 કટ. બચ્યા 9000." ઓલી રાક્ષસી જેવી સ્ત્રી જોરથી અટ્ટહાસ કરતાં બોલી.

હવે મિહિર સમજી ગયો કે એ આ લોકોની જાળમાં ફસાઈ ગયો છે ,એટલે હવે એણે નાછૂટકે રમત રમાવનું ચાલુ રાખવું પડશે.

"આગળ વધવું છે કે પાછા જવું છે?" બિહામણા દાંત વાળી એક હજુ સ્ત્રી એની પાસે આવીને પૂછવા લાગી.

"હું હંમેશા આગળ જ જવું છું, કહો હવે કઈ પરીક્ષા આપવાની છે?" 

એના માટે તારે પાછળના રૂમમાં આવવું પડશે. ચાલ મારી પાછળ.

"ચાલો ત્યારે"

મિહિર ઓલીની પાછળ જવા નીકળ્યો. ઓલી એક  બોગદા જેવી જગ્યાએથી નીકળતી હતી પાછળ પાછળ મિહિર.

જેવા એ લોકો બોગદામાં પ્રવેશ્યા તત્કાળ જ્યાંથી તે અંદર આવ્યા હતા એ બારણું બંધ થઈ ગયું અને અચાનક એક ગંદી વાસ આવવાની શરૂ થઈ ગયું, મિહિરે એકદમ ચોંકી ગયો. પાછળ વળીને જોયુ તો હવે બારણાની જગ્યાએ એક ઝરણું જેવું દેખાતું હતું, પણ આ પાણી એકદમ ગંદુ તો હતું જ સાથેજ બહુ વાસવાળુ પણ હતું.મિહિરને યાદ આવ્યું કે એકવાર ઘરમાં ડુંગળી સડી ગયેલ, ત્યારે આવી ગંદી વાસ બહું આવતી હતી. આ વાસ એનાથી દસ ગણી વધારે હતી. મિહિર આ દુર્ગંધથી ત્રાસી ગયો તો પણ મિહિરે ચાલવાનું ચાલું રાખ્યું. ચાલતા ચાલતા બંને એક એવા ઓરડામાં પહોચ્યા જ્યાં ઘણો સામાન વિખરાયેલો હતો. જેમાં ઘણા તૂટેલ તૂટેલ રમકડા, ટોઇલેટ કરેલા ડાયપર, ચિંગમો, ઘણું સડી ગયેલું અન્ન.. વગેરે હતું અને આ બધાની એક અલગ જ ગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી. સાથે આવેલી એ સ્ત્રીએ મિહિરને આ બધો કચરો અલગ અલગ કરવાનું કહ્યું. એણે મિહિરને ચાર અલગ અલગ મોટી બાસ્કેટો આપી અને કહ્યું કે,"આ બધું આ ચાર બાસ્કેટમાં અલગ અલગ કરીને રાખવાનું. શરત એટલી કે બધું ચાખીને અલગ કરવું. ખાલી સૂંઘીને અલગ કરીશ તો તારા પૈસા કપાશે."

મિહિરે હા પાડી એમ તરત એ સ્ત્રી ત્યાંથી નીકળી ગઈ. મિહિરે ગમે તેમ કરીને એઠવાડ તો ચાખીને બતાવેલ બાસ્કેટમાં મૂકવાનું ચાલુ કર્યું. અમુક રમકડા પણ એણે ઉપરથી જીભ ફેરવીને મૂક્યાં, પણ હવે સામે હતા સંડાસથી ભરેલા ડાયપર ! શું કરવું એ વિચારતો હતો ત્યાંજ ઓલી આવી અને બોલી,"અરે જલ્દી કર તારો સમય ખતમ થઈ જશે."

મિહિરે તરત એ ડાયપર, ચાખ્યા વગર કહેલ બાસ્કેટમાં મૂકી દીધાં. એ જોતાં પેલી સ્ત્રી બોલી ઊઠી,"3000 રૂપિયા ગયા..1000 નાં ચખવાના, 1000 ખોટા બાસ્કેટમાં નાખવાના ,1000 નિર્ણય લેવામાં ઉતાવળ કરવા બદ્દલ."

"આટલા બધા કેમ કટ કરો છો મે તો ખાલી આ ડાયપરને જ નથી ટેસ્ટ કર્યું બાકી બઘુ તો કર્યું જ છે."

"ઊભો રહે મને મારા કેમેરા નિરીક્ષકોને પૂછવા દે." ઓલી બોલી અને એણે એના મોબાઇલ પર કોઈને ફોન કર્યો.

"સાહેબ તમે આનું ધ્યાન રાખતા હતા, કહેશો કે એણે બધુંજ ચાખ્યું છે કે નહી?"

" હા એને શિયાળની પોટી બગડેલ દાળવડાં સમજીને ચાખી લીઘી, ત્યાં ઊંટનું સુ સુ, વ્હિસ્કી સમજીને પી ગયો પણ ઓલા ડાયપરમાં રહેલ દાળભાત એણે નથી ચાખ્યા."

મિહિરને આ સાંભળીને ઉબકાજ આવવા લાગ્યા અને એ બહાર નીકળવા ભાગ્યો. 

પણ ઉતાવળમાં ઊંધી સાઇડ એટલે કે અંદરની બાજુએ જતો રહ્યો. જ્યાં ભાગતા ભાગતા એ કશાક ઉપરથી લપસી પડ્યો. નીચે જોયું તો માણસોના કેટલાક ભાંગેલા હાથ,પગ , ચેહરા નીચે પડેલા હતાં અને એમની આજુબાજુ એક પ્રકારનું મિશ્રણ પડેલું હતું જેમાં નાની નાની ઈયળો અને કીડાઓ દેખાતાં હતા. મિહિરના ઘૂંટણ સુધી એ મિશ્રણ ચારે બાજુએ હતું. એને ત્યાંથી નીકળવા માટે બહુ જ જોર કરવું પડતું હતું, પણ એને એના પગ ઉચકવા પણ ભારે પડી રહ્યું હતું. મિહિર જોર જોરથી બૂમ પાડતો હતો. ત્યાંજ એક પગ સુધી જુઓથી ભરેલ દાઢી વાળો માણસ આવ્યો, જે ખધું હસતો હતો. એણે મિહિરને કહ્યું,"આ માણસોના અંગોના કાદવમાંથી તારે  તારી જાતે બહાર આવું પડશે. અત્યારે બૂમો પડવાના 1000 ઓછા થઈ ગયા છે. એટલે હવે ખાલી 5000 બચ્યા."

મિહિરે પગ તરફ જોયું તો એને લાગ્યું કે આજુબાજુનું પ્રવાહી જે એક ગંદી વાસ વાળું ચીકણું મિશ્રણ હતું, અચાનક મિહિરને યાદ આવ્યું કે આવું પ્રવાહી એની ગાય 

વિયાણી હતી ત્યારે આવું જ પ્રવાહી એટલે લોહી હતું! મિહિરને હવે જણાયું કે આ હાથપગ બધુંજ હમણાં હમણાં જ કાપ્યા હશે એટલે જ એને આ પ્રવાહી વહેતું છે. અચાનક એને લાગ્યું કે પગ પર કઈ છે એણે નામીને જોયું તો એક આંબલી જેવી ઈયળ એના કપડા પર ચડતી હતી. એનાથી બુમ પડાઈ ગઈ અને સાથે જ એક અવાજ આવ્યો ચાર હજાર!

મિહિર હવે રડવેલો થઈ ગયો હતો, આજુબાજુની દુર્ગંધથી માથું ફાટી રહ્યું હતું અને ચાલવાનો પ્રયત્ન કરવા જતાં  લપસી પડયો. પડવાને લીધે જે નાની નાની ઈયળો અત્યાર સુધી એના ઘૂંટણ સુધી હતી બધી જ એના છાતી, ગળા અને ચેહરા સુધી આવી ગઈ હતી. એણે એ ઈયળો દૂર કરવા હાથથી મોં સાફ કર્યું, તો ઉલટાનું હાથ પર લાગેલી ઈયળો પણ ચેહરા પર ચોંટી ગઈ. 

મિહિર હવે ગુસ્સાથી બૂમો પાડવા લાગ્યો,"નાલયકો કેટલા  હરામી છોં તમે. મને જવા દો. મેં તમારું શું બગાડ્યું છે?"

અવાજ આવ્યો ,"બે હજાર. એક હજાર રડવાના અને બીજો એક હજાર એમને ગાળો આપવાના કટ."

અચાનક મિહિરને લાગ્યું કે કોઇએ તેને ધક્કો માર્યો અને એ બહાર પટકાનો.

સામે એક મોટો અરીસો હતો.જેમાં મિહિરે પોતાને જોયો અને એ બહાવારો બની ગયો કારણ મિહિરને આંખો પણ ઓલી પહેલા મળેલી બિલાડીની આંખો વાળી જેવી બહાર આવી ગયેલી, નાક રિસેપ્શનિસ્ટ જેવું ચિબાઈ ગયું હતું. એની લાંબી દાઢી પર ઘણી જૂઓ દેખાતી હતી અને સાથી વિચિત્ર અને  એના હાથ પાસે એક એક  પગ અને પગ પાસે એક એક હાથ ચોંટી ગયો હતો. અને મિહિરને અત્યારે સુધી જે ઉબકા આવીને ઉલ્ટી થઈ હતી એ પણ એની દાઢી પર દેખાતી હતી. મિહિર પોતાને આ રૂપમાં જોઈ સમજી ગયો કે હવે એ પોતાના ઘરે ક્યારેય નહિ જઈ શકે.. એ વિચારે એ બેહોશ થતો હતો ત્યાં જ કોઈકે એની પર સડેલા ઈંડાઓ નો મારો શરૂ કર્યો અને એ "બચાવ બચાવ" કરીને બૂમો પાડવા લાગ્યો.

"એક હજાર,..."

"ઘોર્યા તારા હજાર..મને ઘરે જવા દે." મિહિર રડમસ અવાજે બોલ્યો.

"ઝીરો. આ લે તારો કરાર. તું નકામો હતો, છે અને નકામો જ રહીશ." અંદરથી અવાજ આવ્યો અને એની પર ઉપરથી કોઇએ સડેલા ફળોનો રસ ફેક્યો.

અને અચાનક એને ઊંઘ ખુલી ગઈ, પણ એને એ સપનું અને એ શબ્દો, "તું નકામો હતો, નકામો છે અને નકામો જ રહીશ" હજુ પણ એના કાનમાં ઘુમતા હતા. એણે હવે પોતાને બદલવાનું નક્કી કરી લીધું.

©અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ