વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અરીસો

પડકાર વિષય : ૩ રહસ્ય અને રોમાંચ.

અરીસો
સોનલએ ઘરનું કામ ફટાફટ પતાવ્યું, આજ એને ફરી કામ પર જવા મોડું થઈ ગયું હતું.
સોનલ એક છોકરીઓના હોસ્ટેલ ની રાતપાળી ની ચોકીદાર હતી.
આ કામ સ્વીકારવા પાછળ એકજ હેતુ હતો, કે એમની છ વરસની છોકરી અનન્યા એકલી નાં રહે. દિવસ દરમિયાન સોનલ એની સાથે રહેતી અને રાત્રે સોનલના પતિ સુરેશ આવી જતા.
સુરેશ સાંજે છ વાગે ઘરે પોહચતા અને સોનલ ઘરેથી નઉ વાગે નીકળતી. આમ વચ્ચેના ત્રણ કલાક એ એકસાથે કાઢી શકતા. સવારે સુરેશ અનન્યાને સ્કૂલે મૂકીમે, કામે જતા રહેતા ત્યારે આઠ વાગે સોનલ ઘરે પોંહચતી.
સોનલ અને સુરેશ બેઉ અથાક મહેનત કરતા, કારણ સુરેશ ઘરમાં મોટા હતા, એમની પર વિધવા માં, બે નાના ભાઈઓની જવાબદારી હતી. એટલેજ સોનલ પણ કામ કરતી, પણ એના સાસુ અને ને નાના દિયર ગામડે રહેતા હોવાથી, અહીં અનન્યાને સાચવે તેવું કોઈ હતું નહીં.
આમ તો સોનલ ગામડાની હતી, પણ ઘણી હોશિયાર હતી, અને કામ સમજવામાં અને કરવામાં એકદમ ફટાફટ..એટલેજ આમ તો વોર્ડનની માનીતી હતી, પણ વોર્ડન બાકી બધું ચલાવી લેતી, પણ કોઈ મોડું આવે એ વાત એને જરાય પસંદ નહતી.
"આજે ફરી વોર્ડન બૂમો પાડશે."મનમાં ને મનમાં રઘવાતી, એ હોસ્ટેલનાં પગથિયાં ચડવા લાગી.
જેવી સોનલ વોર્ડનની રૂમમાં પોંહચી, સોનલને ખ્યાલ આવ્યો કે હંમેશા ગુસ્સાથી સ્વાગત કરવા તૈયાર વોર્ડન આજે એની હંમેશની જેમ એમની ખુરસી માં નથી. ત્યાંજ એની નજર ખાટલે પડેલ વોર્ડન પણ પડી. 
સોનલ વોર્ડન ને આવી આડી પડેલી જોવા ટેવાયેલી નહતી. એટલે એને થોડું અજુગતું લાગ્યું, પણ પોતે મોડી હોવાથી એ વાતચીત કરવા માગતી નહોતી. કારણ એને ખબર હતી કે જેવી એ કશુંક બોલશે, વોર્ડન એને મોડી આવવાબદ્દલ સંભળાવશે.
પણ થોડી વાર પછી પણ વોર્ડન કઈ ન બોલી એટલે સોનલ મુંઝાણી.
'લાગે છે કે આને આજ મજા નથી. નહિતર અત્યાર સુધી બૂમો પાડ્યા વગર બેસી ન રહી હોત .' સોનલ મનમાં વિચારતી હતી.
સોનલ વોર્ડન ની ખબર પૂછવા એની પાસે જવા લાગી , જેવી સોનલ એની નજીક ગઈ, વોર્ડન ફફડી ઊઠી. પણ પછી સોનલે કહું,"હું સોનલ." ત્યારે સોનલને વોર્ડનનાં ચેહરાપર જરાક નિરાંત જણાઈ.
સોનલ ને લાગ્યું કે વોર્ડન કંઇક કહેવા માગે છે પણ એના મોંમાંથી શબ્દો નથી નીકળી રહ્યા. એક ક્ષણ માટે તો સોનલ ને લાગ્યું કે જાણે વોર્ડન એક આભાસ હોય.
વોર્ડન ની સ્થિતિ એવી જણાતી હતી જાણે એ કોઈનાથી બહુજ ડરી ગઈ હોય.
'આ માં દુર્ગાને ડરાવણારૂ વળી કોણ પાક્યું?' સોનલ મનમાં જ બોલી. આમ તો એને વોર્ડનની આવી સ્થિતિ જોઈ આનંદ આવતો હતો કારણ વોર્ડન હતી જ તેવી ખડુસ!
એટલામાં એને લાગ્યું કે વોર્ડન એને ઇશારાથી નજીક બોલાવી રહી છે. સોનલ એની નજીક ગઈ. જોયું તો વોર્ડન એને હાથની આંગળીથી કંઇક બતાવવાનો પ્રયત્ન કરતી હતી. સોનલે એ આંગળીની દિશામાં જોયું તો વોર્ડન એક અરીસા તરફ આંગળી ચિંધતી હતી. 
' આ તો એજ અરીસો છે જે કાલે એક બેન પાસેથી આ વોર્ડને સાવ નહિવત કિંમતમાં લીધો હતો.અને પછી હોસ્ટેલ ની બધી છોકરીઓ સામે ડંફાસ મારી રહી હતી.
"જુઓ આ એન્ટીક અરીસો, સાવ નજીવી કિંમતે મેળવ્યો આ. મારી જગ્યાએ તમે હોત,તો હજારો આપી આવે આના."
'બહુ નસીબવાળી છે આ ખડુસ, સાવ ઓછી કિંમતે આવો સુંદર અને પાછો એન્ટીક અરીસો એને મળી ગયો છે, હોય કોઈના નસીબ..મારા નસીબ માં તો આ ખડુસ લખાયેલી છે. આણે  આ અરીસો તો મને કોલેજ બતાવ્યો હતો હવે મને આ અરીસો શાં માટે બતાવે છે? એમાં શું કઈ નવુ વિશેષ છે?' એવા વિચાર કરતા કરતા એ તે અરીસા પાસે પોંહચી.
અરીસો હાથમાં લેતાં જ એમાં એને પોતાનું સુંદર પ્રતિબિંબ દેખાયું, એ એકદમ ખુશ થઈ ગઈ. ઘણા દિવસે એને આવી રીતે નિરાંતે પોતાનો ચેહરો અરીસામાં જોવાનો સમય મળ્યો હતો.
અરીસામાં જોઈને ,એની નજર વોર્ડન સૂતી એ ખાટલા પર ગઈ તો ત્યાં વોર્ડન હતીજ નહી.
'અરે આ ક્યાં ગઈ?' સોનલના મનમાં વિચાર આવ્યો.'
ગઈ હશે ટોઇલેટ.. ચાલ ને મને આટલા દિવસો પછી આ અરીસો મળ્યો છે, તો પોતાને ફરી એકવાર નીરખી લઉં.' એમ વિચાર કરી સોનલ ફરી અરીસા તરફ વળી.
સોનલે ફરી અરીસામાં જોયુ, અને જેવી એની નજર અરીસામાં રહેલા પ્રતિબિંબ પર પડી, એનાં મોં માંથી એક ત્રાડ નીકળી ગઈ. કારણ હવે એને એ અરીસામાં સોનલને પોતાનું નહી પણ વોર્ડન નું પ્રતિબિંબ દેખાતું હતું. એક મિનિટ માટે થયું કે કદાચ વોર્ડન પાછળ ઊભી હશે એટલે એ દેખાય છે.એટલે એણે તરતજ પાછળ વાળીને જોયું, એની પાછળ વોર્ડન નાં હતી. સોનલ ને કશું જ સમજાતું નહતું. તેમછતાં એણે બહુ હિંમત કરી સામે દેખાતી વોર્ડનને પૂછ્યું,"માર પ્રતિબિંબ ની જગ્યાએ તમે મને ત્યાં કાં દેખાઓ?"
અરીસા અંદરની વોર્ડન બોલી,"એ જાદુ છે, તું મારી એટલે કે આ અરીસાની એકદમ નજીક આવ તો કહું."
જાદુ નું નામ સાંભળી સોનલ રોમાંચીત થાય ગઈ.
સોનલ અરીસાની સહેજ નજીક ગઈ. પણ અચાનકજ અરીસામાંથી વોર્ડન નો એક હાથ બહાર આવ્યો. અજાણતાં જ સોનલે એ હાથ ને ઝાલી લીધો, એ સાથેજ સોનલ ને એવું લાગ્યું કે કોઈ એને અરીસાની અંદર ખેંચી રહ્યું છે..આભાસ ક્ષણિક હતો પણ બહુજ બિહામણો હતો. એક મિનિટ માટે તો તેને લાગ્યું કે તેનું શરીર તેના પોતાના નિયંત્રણ બહાર જતું હતું.પણ અચાનક એની નજર સામે અનન્યા નો ચેહરો આવ્યો અને એણે પૂરી મક્કમતાથી પોતાનો હાથ ખેંચ્યો. એ સાથે એ  જોરથી પાછલી દીવાલ પર ભટકાણી.
"આ શું હતું?" એના મોં માથી નીકળી ગયું. પાછી એની નજર વોર્ડન ની પથારી પર ગઈ. ત્યાં અને વોર્ડન તો હતીજ નહી, એટલે એણે પાછું વળીને એને ફરી અરીસામાં જોયું, પણ
હવે અરીસામાં પણ વોર્ડન ન હતી.
સોનલે એ અરીસો પાછો ટેબલ માં મૂકવા માટે ઉપાડયો અને જેવો એણે એ અરીસો ઉપાડયો ,વોર્ડન નો અવાજ સંભળાયો,"સોનલ મને અહીંથી બહાર કાઢ..હું આ અરીસામાં ફસાઈ ગઈ છું."
સોનલે અવાજની દિશામાં જોયું તો સોનલને અરીસા માં ફરી થી વોર્ડન દેખાતી હતી.
સોનલે તરત પૂછ્યું," અરે પણ તમે આમાં કેવી રીતે ફસાણા?"
"એમાં એવું થયું કે કાલે, સાંજ પડતાં વાળ સરખા કરવા હું આ અરીસા સામે ઉભી રહી, હું વાળ ઓળતી હતી, ત્યાંજ મને અરીસામાં એકદમ અંધારું થઈ ગયેલું દેખાણું , પછી એકદમ ધીમા પ્રકાશવાળો એક ઓરડો દેખાણો. એ ઓરડામાં કોઈ એક આંધળો હોય એવો માણસ દેખાતો હોય એવો આભાસ થયો.મે બે મિનિટ માટે મારી આંખો ઘટ બંધ કરી લીધી. બે મિનિટ પછી જોયું તો પાછુ બધું સામાન્ય હતું. ફરી થોડીવારે જોયું તો ફરી પાછું અંધારું અને અંધારા માં એ માણસ..!આમ બે ત્રણ વાર થયું, પણ ચોથી વારમાં એ આંધળો એ અંધારી કોઠડીમાં એક પત્થર ઉપર કઈક બનાવતો હતો.હા યાદ આવ્યું એ એક નકશો બનાવતો હતો, પણ આ વખતે એ આભાસ નહી પણ સાચેસાચો માણસ હોય એવો મને દેખાતો હતો. આવું જોયા પછી મને બહુજ બીક લાગતી હતી, અને જેમ મારા મનમાં બીક વધતી ગઈ, એ પ્રખર થતો ગયો. એની તાકાત વધી ગઈ અને એણે પોતાનો જમણો હાથ અરીસાની બહાર કાઢ્યો, હું વધુ ડરી ગઈ, એ વધુ આક્રમક બની ગયો અને એણે  મને એના હાથથી પકડીને અરીસાની અંદર ખેંચી લીધું."
વોર્ડન જે કહેતી હતી એના પર વિશ્વાસ કરવો કે નહીં સોનલ એ વિચારમાં પડી ગઈ.
પણ સોનલને એ વાત સાચી લાગતી પણ હતી કે આવીજ ઘટના એની સાથે પણ થોડી વાર પહેલાં બની હતી એટલે સાવ ભરોસો ન મૂકી શકાય એવું પણ નહતું. સાથેજ સોનલને એ પણ ખ્યાલ આવ્યો કે પોતે પોતાની ઈચ્છા શક્તિ ને જોરેજ પોતાને અરીસાની અંદર ખેચાઇ જતાં બચાવી છે.
હવે સોનલ ને એક વાત ધ્યાન માં આવી કે જો આપણૅ વોર્ડન ને બહાર કાઢવી હોય તો આપણી અને તેમની ઈચ્છા શક્તિ મજબૂત કરવી પડશે.
"મેડમ" સોનલે ફરીથી અરીસા તરફ જોઈને કહ્યું."મેડમ, તમારે મારી પર ભરોસો રાખવો જ પડશે. પ્લીઝ તમે મારીપર પૂરો ભરોસો રાખી તમારો હાથ અરીસાની બહાર કાઢજો.અને પછી મારો હાથ પકડી રાખજો .બસ આટલું યાદ રાખજો કે તમે મને અંદર નથી લેવાનું, મારી મદતથી તમારે બહાર આવવુ છે."
હવે અંદર થી મેડમે પોતાનો હાથ બહાર કાઢ્યો અને બહારથી સોનલે તેમનો હાથ ઘટ્ટ પકડી લીધો, પણ અચાનક મેડમ તેને ખેંચવા લાગ્યા.પણ આ બાજુ સોનલ પૂરી તૈયારી સાથે હતી. એણે જોરથી કહ્યું, "જય બજરંગ બલી"અને એક ઝાટકા સાથે તેણે વોર્ડન ને બહાર ખેંચી કાઢી.
વોર્ડન જેમતેમ કરતાં બહાર પડી. વોર્ડન એકદમ થાકેલી દેખાતી હતી.સોનલે એને પીવાનું પાણી આપ્યું અને પૂછ્યું,"કેમ છો મેડમ તમે?"
"ઠીક છું"
"સારું છે કે તમે ઠીક છો, કારણ કાલે રાત્રે જે થયું એનાથીંતો કોઈ પણ હચમચી જાય. સારું હવે સવાર પડવાને થોડીક વાર છે તો હું થોડી આડી પડું ?"
"હા હા કેમ નહિ. સૂઈ જા બેટા . આજે તારે કારણે મારી જાન બચી ગઈ. ભગવાન કરે આવી રાત્ર કોઈના જીવનમાં ન આવે."એવું કહીને વોર્ડન પાછી ખાટલામાં આડી પડી અને સૂઈ ગઈ.
બીજા દિવસે સવારે બેઉ જણી ઉઠી અને બંનેએ એકબીજાને પૂછ્યું,"કાલે રાત્રે કઈ થયું હતું?"
"ના કઈ થયું હતું? મને તો યાદ નથી." બંને એક સાથેજ બોલી ઉઠ્યા.સોનલ પોતાની નોકરી પૂરી કરી ઘરે જવા નીકળી અને વોર્ડન સવારનો રાઉન્ડ મારવા. વોર્ડને રાઉન્ડ પર જતાં પહેલા એ અરીસો ઉંધો કરીને મૂક્યો. સોનલ ધ્યાનથી એ જોતી હતી. અને વોર્ડન જેવો એ અરીસો ઊંધો મૂકીને રાઉન્ડ પર ગઈ, તરતજ સોનલ એ અરીસા પાસે પોહચી, તેણે અરીસામાં ધ્યાનથી જોયુ, અરીસામાં એને એનું પ્રતિબિંબ જ દેખાતું હતું. એ હસીને પાછી વળવા અરીસો ટેબલ પર મૂકવા ગઈ, ત્યાજ અરીસામાં અંધારું થઈ ગયું...જેવું અરીસામાં અંધારું થયું, સોનલે એ અરીસો જોરથી ફેંકી દિધો. અરીસાના અનેક ટુકડા થઈ ગયા. સોનલે બધા ટુકડા ભેગા કર્યા અને બહાર કચરાની ડોલ માં ફેંકી આવી.
હજુયે તેને એ દરેક ટુકડામાંથી એક એક આંધળો બોલાવતો હોય એવું લાગતું હતું. એટલે એણે એ અરીસાના ટુકડાઓ ઉપર પોતાની ઓઢણી નાખી દીધી.અને એ પોતાનું પર્સ લેવા અંદર ગઈ.
ત્યાં એક છોકરી એ અરીસાનો એક કટકો બહુ ધ્યાનથી જોઈ રહી હતી. સોનલે એની પાસેથી એ ટુકડો લીધો અને પર્સ માં નાખતા બોલી," મારા અરીસાનો કટકો રહી ગયો હતો."
એમ કહી તે પાછી ઘરે જવા નીકળી. રસ્તામાં એક જગ્યાએ તેને એક કુંવો લાગ્યો તેમાં એ કટકો નાખીને ત્યાંથી બહુ જ ઝડપથી ભાગી આવી. 
એ અરીસાનું રહસ્ય હવે કોઈને નહી ખબર પડે એમ તેણે વ્યવસ્થા કરી દીધી હતી.
©®અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ