વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો હું શું કરું?

દિલ તૂટે તો હું શું કરું?
કાચ ફૂટે તો હું શું કરું?

રેત પર લખ્યા કરું છું,
નામ ઘૂટે તો હું શું કરું?

ઝંઝાવાત સાથે લડુ છું,
હામ ખૂટે તો હું શું કરું?

ખંડેર જેવું ઊભું નગર,
નામ પૂછે તો હું શું કરું?

ઘૂઘવતા પંખી "તકદીર"
તીર છૂટે તો હું શું કરું?

જે.એમ.ભમ્મર
"તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ