વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દહન કોનું?

"સ્મિતા હું સાંજે આવું ત્યાર તૈયાર રહેજે. જુના ઘરે મમ્મી પપ્પા એ બોલાવ્યા છે. હોલિકા દહન માટે જવાનું છે. ત્યાં જ રોકાશું અને ધુળેટી રમીને પાછા  આવશુ." નીતિન કહીને ઓફિસ ચાલી ગયો. ઓહ કેટલું વિચાર્યું હતું. આ હોળી ધુળેટી માટે. સખીઓ સાથે સાંજે બહાર જવાનો પ્લાન હતો. આવતીકાલે લોનાવાલા ધુળેટીનો પ્રોગ્રામ છે. પણ આ નીતિન. બસ એક જ વાત. મમ્મી પપ્પા ભાઈ પાસે જવાનું. તહેવાર  ત્યાં જ મનાવવાના. ત્રણ વર્ષથી પોતે મલાડમાં રહે છે. સાસરીયા તો મુલુડ  રહેતા. લગ્ન કરીને  ત્યાં જ ગઈ હતી. પછી જગાના  અભાવે અને ઓફિસ નજીક પડે તેથી તે  અને નીતિન મલાડ શિફ્ટ થયા.. પણ દરેક તહેવાર તો જાણે મુલુંડ જ ઉજવવાનો. હરવર્ષે ત્યાં જતા. પણ આ વર્ષે મન જરા ખાટુ હતું. સાસુ-સાથે મન દુઃખ થયું હતું. બસ આજે તો હોલિકા દહન હું અહી જ કરીશ. સાંજે નીતિન આવ્યો ત્યારે મીતાએ જીદ જ  પકડી. આજે તો અહીં જ રહેવું છે. નામરજી છતાં નીતિન માની ગયો. સાચે જ મજા આવી. હોલિકા દહન પછી બહાર જ જમીને ઘરે આવ્યા. ખુશ હતી.

 ત્યા જ નીતિન તૈયાર થઈ પાછો બહાર જવા લાગ્યો." ક્યાં જાય છે?"

" મમ્મી પપ્પા પાસે. નાનપણથી મેં ત્યાં જ પ્રગટેલ હોળી પાસે પ્રાર્થના કરી છે. અને તેઓ સાથે રંગોનો આનંદ પણ માન્યો છે. મારે જવું જ પડશે." મીતા સાંભળી રહી.

 યાદ આવી પોતાની નાનપણની હોળી. મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે કેટલો આનંદ હતો. હવે તો વડોદરા જઈ ના શકાય. પણ નીતિનને તો મા-બાપ નજીક છે. તેને શા માટે અટકાવવો? મીતાને પસ્તાવો થયો. સ્વતંત્રતાના ભૂતનું દહન થયું." ઉભો રહે હું પણ આવું છું" નીતા એ કહ્યું અને  જીદ તેમજ રાગદ્વેષનુ દહન કરી ચાલી નીકળ્યા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ