વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધુળેટી એટલે?


આજે ધુળેટી .
રંગોનો ઉત્સવ .દરેક જણ રંગ  રમશે. રાધાકૃષ્ણ ના ગીતો  ગાશે અને ધમાલ મચાવશે. ગઈકાલે હોલિકા દહન થયું .પ્રહલાદ બચી ગયો તેની ખુશીમાં લોકો જશન  કરે છે. પરંતુ એક વિચાર આવે છે ,આજે આપણે પ્રહલાદ ને યાદ કરીએ છીએ ખરા ?રાધાકૃષ્ણ  તથા ગોપીને યાદ કરીને મંદિરોમાં રંગોની બોછાર  ઉડે છે. તો સાર્વજનિક ધુળેટી પણ રમાય છે. પણ આ બધામાં પ્રહલાદ  ક્યાં?   તેનો ભક્તિભાવ ,પ્રભુ સર્વત્ર છે તેવી તેની શ્રદ્ધા કે જેથી ભગવાનને થાંભલો ચીરીને પણ આવવું પડ્યું.અને નૃસિંહ અવતાર લેવો પડ્યો   આ વાતને આપણે હૃદયમાં સ્થાન આપ્યું છે ખરા? . ખુશી મનાવવાની સાથે સાથે પ્રહલાદને યાદ કરીએ છીએ ?
તેની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો થોડો અંશ પણ આપણા જીવનમાં ઉતારીએ તો હોલિકા દહન નો સાચો અર્થ કહેવાય. પ્રહલાદની અતૂટ શ્રદ્ધાની વાત  આપણી ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાને વધારી શકે ,આપણી સારપને ઉજાગર કરી હોલિકા રૂપી બુરાઈને નષ્ટ કરી શકીએ, તો આજની ધુળેટી ઉજવવાની આ પ્રથા રંગબેરંગી બની રહે   
બાકી તો એક ચીલાચાલુ રસમ જ. 
 બુરાઈની  હોલિકા નષ્ટ થશે તો અચ્છાઈ ના ગુણો જીવનને રંગીન બનાવશે જ. 
જીવનપર્વ  દરરોજ  ધૂળેટી  બની  રહેશે. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ