વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગ એક કાયમી

આજે તો ધૂળેટી. દરેક જણ માટે પ્રેમના રંગે રંગવાનો અને રંગાવાનો દિવસ.છાયા વિચારી રહી. કેવી રીતે, કોના રંગે રંગાવુ? ગઈ ધૂળેટી તો કેટલી સરસ હતી.સૌમિલ અને પોતે શ્રીનાથજી ગયા હતા.કેટલી મજા આવી હતી.દર વરસે મિત્રવૃદ સાથે સૌમિલના સંગમાં ઉજવાતી હોળી કરતા પણ શ્રીનાથજીની હોળીનો નજારો અને અનુભવ જ જુદો હતો.
આજે આ દિવસ.અચાનક જ અકસ્માતમાં સૌમિલનુ મૃત્યુ.છ મહિના થઈ ગયા.આજે તો ધૂળેટીનો કોઈ જ હરખ શોક નહિ.કોને રંગવુ? કોના માટે રંગાવુ? જીવન જ નિરસ બની ગયું.
ત્યાં જ રેડિયોમાં ગીત વાગ્યું,
  'રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમા
સીતા રામ તણાં સત્સંગમાં,રાધા શામ તણાં રંગમા'
પહેલા ઘણી વાર સાંભળ્યું હતું પણ આજે તેના શબ્દો મનને આશ્વસ્ત કરી ગયા.ખરે આ રંગમાં જ રંગાવુ જોઈએ‌.જોને ભજનિક કહે છે
'આજે ભજશું,કાલે ભજશું.ક્યારે ભજશું સીતારામ.
વાટ ખૂટશે, નાડી તૂટશે,પ્રાણ નહીં રહે અંગમા
રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં.'
સૌમિલને એવું જ થયું ને.પોતા માટે,પુત્ર-પૌત્ર માટેની બધી જવાબદારીઓ પતાવી.ધંધો વિકસાવ્યો.સંસાર પણ સરસ સંભાળ્યો.વિચાર્યુ હવે રિટાયર્ડ થઈને પ્રભુ સ્મરણ કરીશ. શ્રીનાથજી ગયા ત્યારે જ કહેતો હતો" હવે ૬૦ વર્ષ થયાં.થોડુ પ્રભુનામ લેવું છે.આ ભવનું કામ પત્યું.થોડુ પરભવનું ભાથુ બાંધવું છે."ત્યાં જ આ એક્સીડન્ટ.
ભજનિકે સાચું જ કહ્યું,
'જીવ જાણે ઝાઝું જીવશું,મારું છે આ તમામ
અમર કરી લઉં નામ.
તેડું આવશે જમનું ત્યારે જાવું પડશે સંગમાં
રંગાઈ જાને રંગમાં.'
વળી આગળ કહ્યું,
'સહુ જીવ કહેતા પછી જપશું,પહેલા મેળવી લો  દામ.રહેવા દો કરવા જાપ.
પણ પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં,સ્વજન કે સાજનમા'
સાચે જ થોડો અફસોસ થયો.ખરે તો સૌમિલને ભાવ ખરો પરંતુ જવાબદારી પ્રત્યે પણ સભાન.
સૌમિલની અચાનક વિદાય બાદ સમજાયું મૃત્યુની થપાટ શું હોય છે.
પછી જપીશું ના બદલે હમણાંથી જ સંસાર સંભાળવા સાથે જ રામનામ જપવું તે જીવનમાં ઉતારવું જ રહ્યું.
પ્રભુને પામવા સહેલું નથી.સ્વજન ને સાજનને સાચવવા  પરંતુ તેના જ રંગમાં રહ્યા તો પ્રભુ રસ્તામાં નથી જ નથી.
ઘડપણની રાહ જોઈશું.તિર્થધામ પછી જશું એમ વિચારીએ .અગર 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે' ની જેમ આત્મા ક્યારે  શરીર છોડીને જતો  રહેશે તો? તેથી તો ભજનિકે કહ્યું ,
'ઘડપણ આવશે ત્યારે ભજશું,જાશું તીરથધામ
આતમ એક દી ઉડી જાશે તારું શરીર રહેશે પલંગમાં.રંગાઈ જાને રંગમાં.
દાન પૂણ્ય ની સુરત જો તું, ફોગટ ના પડ ઘમંડમા
રંગ રાગમાં તું અટવાશે,રહી જાશે આમને આમ
માટે ઓળખ તું રાઘવ રામ.રંગાઈ જા ને રંગમાં.'
અંતમા તો કરેલ પરમાર્થે કરેલ કર્મ  અને દાનપૂણ્ય જ સાથે આવશે.
સૌમિલના જતા જ છાયાને જીવનની નશ્વરતા સમજાઈ.
રામ સીતાના સત્સંગમાં અને રાધાકૃષ્ણના રંગમાં રંગાવાનુ નક્કી કરી તેણીએ સૌમિલનો વિરહ જીરવવા ખૂદને આશ્વસ્ત કરી.

વાર્તામાં લખેલ ભજન
https://youtube.com/watch?v=BLx-GNWbtdM&si=unnzam5kPnyS0RDw


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ