વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ફરું છું

હું ફરું છું 

ચાલુ છું ઘાસમાં એકલો તલખણે ,
ફૂલોએ   નજારો  લુંટતો   ફરું છું .
કાંકરી ને  રેત ઉડી આવે  મારગડે, 
વાગેલી  ઠેસ  યાદ કરતો  ફરું છું .
લટકતો સુગરીનો  માળો   કળાથી ,
એ કારીગરી કમાલને નમતો ફરું છું .
સજીવ ઝાડવું   મૂકસેવક   ઉપકારે, 
થડના થરને સંસ્કાર પૂછતો ફરું છું. 
વિહંગની  પાંખેય   ઉડતો  ક્ષિતિજે, 
નભ કેરા તારલીએ ઝૂમતો   ફરું છું .
પાપ પુણ્યના   સરવાળે  ધરતી  પર, 
ગંગાના  એ   ઘાટને  પૂજતો ફરું છું.
nikymalay

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ