વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધૂળ

"ધૂળ"


જન્મો જનમથી તારા પગમાં રખડું છું,

પગ તારો ઉપડે ને છાપ મારી રગડું છું.

વંટોળિયાના સાથમા ઢગલામાં ઉડુ છું,

જો  માનો પવિત્ર તો કપાળે વળગું છું.

ન આંકો મારું મૂલ્ય, છે  ઘણુ કિંમતી,

છતાં  ધૂળના નામે કરમથી  ભટકું  છું.

ધૂણીની   ખાખને સ્મશાનની  રાખ છુ,

પેટાળનો  પોપડો  બનીનેય  હરખું  છું .

પવનની  સાથે ઉડતી  ગમે ત્યાં ફરું છું,

જો  આંખ  તારી કરડે તો  હું ખટકુ છુ!

જીવ શાને કર નફરત મુજને શાશ્વત છું,

તારા નશ્વર દેહમાં અક્ષર થઈ મલકું છું.

nikymalay 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ