વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તકો

કેટલાક પુસ્તકો એવાં હોય છે જે ફક્ત પુસ્તકો બનીને જ નથી રહી જતાં. એ એવા આધાર બની જાય છે જે અંધારામાં, હતાશામાં, એકલતામાં સહારો પૂરો પાડે છે. કાગળ પર છપાયેલી શાહી કે સ્ક્રીન પર ઝબકતાં પિક્ષલથી અક્ષરો આપણી આંખોમાં ઝીલાઈને જીવંત બને ત્યારે ચમત્કાર સર્જાય છે. એમાં વર્ણિત કથા આપણને પોતીકી લાગે છે અને એનાં પાત્રોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. લેખકે અંતર નિચોવીને જેમાં ખાલી કર્યું હોય એ પુસ્તકથી આપણે આપણું ખાલી થઈ ગયેલું અંતર ભરીએ છીએ! હીબ્રૂ મૂળાક્ષરનો પ્રથમ અક્ષર ‘અલેફ’ ઈશ્વર, સંસાર, કુદરતમાં વ્યાપ્ત એકરૂપતાનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક પુસ્તકો સાચ્ચે જ ‘અલેફ’ હોય છે.
#WorldBookDay #PauloCoelho #inspiration #motivation Paulo Coelho The author I read in three languages!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ