વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંપત્તિની વહેંચણી

મોદીજી ઍન્ડ મંડળીએ સંપત્તિની વહેંચણી અને ઇનહેરિટન્સ ટૅક્સનો મુદ્દો બરાબર પકડી લીધો છે. સાંભળનારને એવું જ થાય કે આ કોંગ્રેસ છે કે ક્રાઇમ માસ્ટર ગોગો? મંગળસૂત્રો, સોનુચાંદી, વારસાગત સંપત્તિ... સત્તામાં આવશે તો કંઇક તો લૂંટીને જશે જ! મનમાં દૃશ્ય કલ્પો કે, માણસ મરી જાય તો પણ એના આત્માને હામભૈ દ્વારા ઇન્વેન્ટેડ પ્રાણ-પકડ યંત્રથી અટકાવીને કહેવામાં આવશે, “અલ્યા ભૈ, ચાં હેડ્યો? ઇનહેરિટન્સ ટૅક્સ તો આલતો જા!” 😂😂😂

કાલ માક્સની વિકૃત કૉપિ જેવા આ ટૂલકિટની ભાષા ઉચ્ચારતા લોકોને મૂડિવાદની બધી મજાઓ પોતાના માટે રિઝર્વ રાખવી છે. રા.ગા. ભૈ સા’બનો પોર્ટફોલિયો પબ્લિક થયેલો ત્યારે લોકોએ જાણેલું કે આ ભૈનું કેટલું સારું રોકાણ શેર બજારમાં છે. પણ હવે એની વાતો પરથી લાગે છે કે ચીની ચૂરણ ચાટીને એમની બુદ્ધિ બહેર મારી ગઈ છે. ટૂંકમાં, બધી વાતોનો હવે સૂર એવો સંભળાય છે કે, 'અમે સત્તામાં આવવાથી રહ્યા, પણ જો આવ્યા તો પહેલા તમને, યાને કે જનતાને ફટકારીશું કે તમારી હિંમત જ કેમ થઈ બે ટર્મ સુધી અમને સત્તાથી દૂર રાખી એમને સરકારમાં લાવવાની.'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ