વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષો પછી..

વર્ષો પછી

ખોલ્યો કબાટ

પડી'તી

કોઈ એક ખૂણામાં

એકલી અટૂલી

મારી આઠ દસકાની

ભૂતાવળ..!


હવે તું

સાફસફાઈ 

કરીને,

પછી વાંચી લે 

મારી

જૂની પુરાણી 

જીવાયેલી યાદોને..!


તારી પણ

મજબૂરી જાણું હું;

નકામી થઈ ગયેલી

જરઠ યાદો

હવે 

મનનાં કબાટમાં

સંગ્રહવાનો

કશો જ ફાયદો નથી

બરાબરને..!


જયંતિલાલ વાઘેલા 'એકાંત'

મુંબઈ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ