વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અને, પૂર્ણવિરામ!!!

આજ થી ૨૫ વર્ષ પહેલાં ની વાત છે, એક છોકરો અને એક છોકરી પ્રેમ માં પડ્યા, કદાચ કોલેજ માં સાથે હશે કે કોઈ લગ્ન પ્રસંગ માં મળ્યા હશે. પછી ખૂબ પ્રયત્નો બાદ મળતા હશે, એક મેક સાથે જીવવાના સપના જોયા હશે. લગ્ન પછી આમ જીવન જીવીશું, હનીમૂન માં અહીંયા જઈશું, બાળકો ને આમ મોટા કરીશું, નિવૃત્ત થઈ અહીં જીવન વીતાવીશ. આવું કેટલું બધું ગોઠવ્યું હશે...



પણ પછી પરિવારે પ્રેમ લગ્ન ની ના પાડી. કેટલી જીદ કરી હશે બંને એ, કદાચ ૨-૩ દિવસ રડ્યા જગાડ્યા પણ હશે. અંતે સમાજ નો વિજય થયો અને આ બંને એ અલગ વ્યક્તિ સાથે સંસાર માંડયો. કદાચ એકબીજા ને ભૂલી ને કે યાદ રાખીને નવા પાત્ર સાથે જીવન જીવવા માંડ્યા.બાળકો જન્મયા, મોટા થયા, સંસાર ચાલતો રહ્યો, સમય પોતાનું કામ કરતું રહ્યું.



થોડા વર્ષ પહેલા છોકરા ના દીકરા ના લગ્ન માટે છોકરી ની દીકરી નું માંગુ આવ્યું અને વર્ષો પહેલા ની લાગણી ફરી થી જીવિત થઈ, આ તો વોટસ એપ નો યુગ, વાતો શરૂ થઈ, ફરી બંને જણ એ જૂના ભૂતકાળ માં સરી પડ્યા, " તને સાંભરે રે, મને કેમ વીસરે રે..." વાળી વાત ચાલુ થઈ અને અંતર નો એક હંમેશ માટે બંધ કરી દીધેલું દરવાજો ખુલી ગયું.



લગ્ન ના થોડા દિવસો પહેલા બંને એ ભાગી જવાનું નિર્ણય કર્યું. કેટલા વિચારો કર્યા હશે બંને એ. હવે ન તો જીવન ના એ વર્ષો હતા કે ન એ શારીરિક સંબંધ ની વાત. એક બાજુ પરિવાર, સમાજ, બાળકો, જીવન ભર ની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા અને બીજી બાજુ માત્ર પોતાના પ્રિય પાત્ર સાથે નવું જીવન શરૂ કરવાની  એષણા... અને અને અને... 



એક દિવસ છાપા માં સમાચાર આવ્યા કે એક વેવાઈ અને વેવાણ પોતાના સંતાનો ના લગ્ન પહેલા ભાગી ગયા. અને આખા સોશીયલ મીડીયા પર એમના મજાક વાળા જોકસ ફોરવર્ડ થવા માંડ્યા. જેમના આ સંબંધ વિશે વધુ ખબર ન હોય એવા બાળકો થી લઇ ને જે લોકો આ સંબંધ માં છે તેવા વડીલો સુધી આવા મેસેજ મોકલવા લાગ્યા. આખી વાત આટલે થી ન અટકી, છાપા માં તો ખાસ લેખ લખાયો કે આ ઉદાહરણ થી આખી સમાજ વ્યવસ્થા બગડી જશે અને બાળકો પર એની ખૂબ અસર પડશે.



આખી વાત એક બહુ મોટો કિસ્સો બની ગઈ.. અને લગભગ થોડા દિવસો માં જ એમને પાછા આવવું પડ્યું. ખરેખર મુશ્કેલી હવે શરૂ થઈ...



છોકરી ને તેના પતિ એ સ્વીકારવાની ના પાડી દીધી. જે સ્ત્રી ૨૦-૨૫ વર્ષ થી એ ઘર ને સાંભળ્યું, જતન કર્યું ને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું તે જ સ્ત્રી ને ઘર માં આવવાની મનાઈ કરી દીધી. કદાચ રામાયણ માં જે રીતે રામ એ સીતા ને મહેલ માં થી દુર કર્યા એ ઇતિહાસ ફરી પાછો દોહરવાઈ રહ્યો હોય એવું પ્રતીત થયું હતું.



છોકરો તો ફરી પોતાના ઘરે ગોઠવાયો અને દીકરા ના લગ્ન પણ થઇ ગયા, પરંતુ છોકરી નું શું? એ ફરી પોતાના પિતા ના ઘરે હતી અને જે વાત ૨૫ વર્ષ પહેલા હતી એ જ આજે ફરી બની રહી હતી. પણ આ વખતે છોકરો ન ઝૂક્યો. ફરી બંને ભાગી ગયા અને આ વખતે મચક ના આપી બાકી ની જિંદગી સાથે રહેવાના કોલ આપ્યા છે.



બસ એટલી જ વાત હતી હવે એ કબૂલ કે આ સમાજ ની આદર્શ બુક પ્રમાણે કદાચ નથી, પણ આપણા માંથી કોણ એવું છે જેણે આ બધું કર્યું નથી અથવા તો કરવાનો મોકો મળ્યો નથી અથવા તો કરવાની ઈચ્છા થઈ નહોતી.



ઘડી બે ઘડી ની મજાક અલગ વાત છે પરંતુ જેણે પ્રેમ માટે પોતાની આખી જિંદગી ની સામાજિક, આર્થિક, માનસિક ક્રેડિટ મૂકી દીધી એ બંને પર હસવું કેટલું યોગ્ય? અને હા આ ઉમરે એમનો પ્રેમ માત્ર સાથે રહેવા પૂરતું છે..



અંહિ કોઈ ની તરફેણ કે વિરોધ નો આશય નથી, વાત એટલી છે કે દરેક વ્યક્તિ પોતાના જીવન ના નિર્ણય લેવાની છૂટ છે અને આપણે ગમે તેટલા સહમત કે અસહમત  હોઈએ પણ આપણે એમના વિશે કોઈ અસભ્ય કે અલ્લડ ધારણા કરવાં માંથી બચવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે!



તા. ક. હું આમાંથી કોઈ પણ પાત્રો ને વ્યક્તિગત રીતે ઓળખતો નથી, આ માત્ર વિવિધ સ્ત્રોત માંથી મળેલ માહિતી અને મારા વિચાર નું સંગમ છે.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ