વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ હોળી છે,સળગવાનું નહીં.

લોકો રંગશે જોજે હો ! પણ,રંગાવાનું નહીં,


આ હોળી છે,સળગવાનું નહીં


લાલ,પીળો રંગશે હો ! પણ,બદલવાનું નહીં,


એ અઘોરી છે,બળવાનું નહીં


ધૂળ ભેગું તું જોજે હો ! ધેફુય તને ઘસશે,


આ ધુળેટી છે,ઘસાવાનું નહીં


કેસુડો કહી જોજે હો ! રંગવા તને આવશે,


તે ફીનાઇલ છે,છેતરાવાનું નહીં


એકલો કહી જોજે હો ! ટોળું આખું આવશે,


ખોબો વ્હાલ રેડશે,પલળવાનું નહીં


રડ્યો ચોધાર જોજે હો !'આશુ' એકલોજ તું,


દાગ લૂછવા આવશે,દેખાવાનું નહીં


આશુમન સાંઈ યોગી રાવળદેવ


8469910389

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ