વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ છે નારી શકિત

*આ છે નારી શકિત*


નારી શકિત એટલે શું?મને ઘણી વખત  આ સવાલ થાય અને નારીસશકિતકરણ એટલે શુ?

ઈતિહાસમાં "નારી શકિત"નાં ઘણાં  ઉદાહરણ જોવાં  મળે છે.

એવી તો અનેક વીરાંગનાઓ આ ધરા પર થઈ ગઈ જેની ગાથા આપણે સાંભળતાં  જ આવ્યાં  છીએ એ પછી જોહર હોય કે સતી થવું  એ નારી જ કરી શકે.

તો આજે આપણે એવી વીરમાતાની  વાત કરીશું  જે મને એક સમારોહમાં  મળી. એક એવી વીરમાતા જેને પોતાનાં  એકનાં એક પુત્રની "શહાદત"પર આંસુઓના સાગરમાં  ડૂબવાને બદલે દેશસેવાને જ પોતાનાં  જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો નામ છે *અનુરાધા વિષ્ણુ ગોરે કેપ્ટન  વિનાયક ગોરેની  માતા* જેણે પોતાનાં  એકનો એક  ૨૬ વર્ષનો જુવાનજોધ  પુત્ર માતૃભૂમિની રક્ષાને કાજે વીરતા પુર્વક લડીને પોતાના પ્રાણ પણ ન્યોછાવર  કરી દીધાં  એવાં  વીરપુત્રના બલિદાનને એડે ન જવાં  દઈને આ વીરમાતાએ પોતાનાં  પુત્રના દેશપ્રેમનાં સ્વપ્નને પુર્ણ કરવાં  નીકળી  પડી એમનાં  આ યજ્ઞમાં  સાથ આપ્યો  મુંબઈની "પાર્લે  ટિલક મહા વિદ્યાલયના" પ્રિન્સિપાલે એમણે અનુરાધાબહેનને પત્ર લખીને જણાવ્યું,  "અમારી શાળાનાં ૧૦૦પુત્ર તમારી રાહ જોઈ રહ્યાં  છે  ."

અનુરાધાબહેને  આનેજ પોતાનું  મિશન બનાવી દીધું  અને ૧૦૦પુત્રની માતા બની એમણે માતૃભૂમિની રક્ષાને કાજે તૈયાર કર્યા  આજે તેઓ એક નહીં  પણ અનેક પુત્રની માતા છે.

દોસ્તો  આજે આ વીરમાતાએ  પોતાનાં  પુત્રના શહાદતને પોતાનાં  હ્રદયમાં રાખીને આંખનાં  અશ્રુ  પીને કમરકસી છે અને લશ્કરમાં  જોડાવવા લોકોને પ્રેરિત   કરવાં  ઠેરઠેર સેમિનાર  યોજે છે. રેડિયો  પર દેશપ્રેમનાં વાર્તાલાપ પણ કરે છે.

પરિણામ  સ્વરૂપ  લોકો લશ્કરમાં  જોડાઈ છે. અનુરાધાબહેન કહે છે કે મારે મારા પુત્રનુ મિશન પુરું કરવું છે અને એને આપેલું  વચન કે કેપ્ટન વિનાયકની મમ્મી કયારેય પણ નહી રડે કારણ એનો પુત્ર  તો અમર છે .

ખરેખર દોસ્તો  આવી માતાઓ આપણી આ ભારતભૂમિ  પર છે ને મારા વ્હાલાં  ત્યાં  સુધી કોઈ શત્રુ પગ તો શું  પણ નજર પણ નાંખી  નહીં  શકે.

દોસ્તો  નારીસશક્તિકરણ આને જ કહેવાય આવી જ વીરમાતાઓના  કુખે જન્મ લેનાર સપૂતો માતાનાં  ધાવણને  કદી નહીં  લજવે......

વંદન છે આવી વીરમાતાઓને


જીજ્ઞા કપુરિયા "નિયતી"

૭|૩|૨૦૨૦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ