વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રશ્ન વલય

પ્રશ્ન-વલય


છે આ જીવન કેવળ પ્રશ્ન? ને એનો ઉત્તર પણ પાછો પ્રશ્ન!

એ ય! બોલ ને તું કેમ ચૂપ છે, પ્રિયે!

ન મનાવ મૌનનો જશ્ન!


મનમર્કટ અટવાય સવાલે પૂછે, હું કોણ? તું કોણ?

કેમ આપણે ભેળાં થયાં ને કેમ રચાયો પ્રણય-કોણ!


ચાલ, આપી જ દઈએ આજે, એક-બીજાને કોલ.

વાંચી શકું છું ભાવો તારાં, તું આંખેથી બોલ!


ફાગણ આવ્યો, પ્રેમ ઋતુ લાવ્યો, ઉરે છાયો વસંત.

પ્રેમ-પ્રસ્તાવ સ્વીકારને મારો, લાવી મૌનનો અંત..


ઋણાનુબંધ છે તારો-મારો, રહ્યો બાકી ગત જન્મ.

તોડને બંધન ક્રૂર રિવાજના, કર કહે જે તારું મન.


તું બોલે ના બોલે, બોલે તારી ધડકન, સુણ.

'નીલ'રંગી આંખોમાં શાને બાઝે ઝાંઝવાની ઝૂલ?


પ્રશ્ન-વલયે અટવાઈ ન ડૂબીશ, મળી જીવને મંઝિલ.

મૂક જરા છૂટું આ મન ને આવ, માણ 'નૂતન' મહેફિલ.


© :- નૂતન તુષાર કોઠારી 'નીલ'

- વાપી

 તા.: ૦૯/૦૩/૨૦૨૦








  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ