વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફાગણની બબાલ

    ફાગણની બબાલ


છોરી:


મારાં કમખામાં કેસૂડો કેવો ખીલ્યો સખી,

કોયલ-ટહુકારે વસંત જોને મહોર્યો, સખી!

કોને કહું દગાબાજ હૈયાની છૂપી વાતલડી,

અંગેઅંગમાં ગુલાબી ગુલાલ ફિટ્યો, સખી!


છોરો:


આ સૂરજનો તાપ મીઠો લાગે, સખા,

એના નયણાંના તીર દિલે વાગે, સખા!

અલપ-ઝલપ દિદાર એના મુખનો થતાં,

ઉર-ક્યારીએ મીઠું શમણું ઉગે, સખા!


છોરી:


આ ગગને ગુલાલ કોણે ફેંક્યો, સખી?

કોણે બંસીમાં પ્રેમ-રાગ છેડ્યો  સખી?

મારા ધબકારે કર-કંકણ ખનકી ઉઠ્યાં,

કેમ મનમાં મારે મોરલિયો ગહેક્યો, સખી!


છોરો:


બેદર્દી પ્રિયા કેમ તડપાવે, સખા,

એના દર્શનની તરસ હર પળ સતાવે, સખા!

કર મિલનનો કોઈ ઉપાય, સખા,

પ્યાલા વિરહ-વિષના મને ન પીવડાવે, સખા!


~~~~~~~~~~~~~~~~


કર્યો ઊભો મિલનનો મધુર મોકો સખીએ

ને સાથ દીધો સસ્મિત મારી ચોગ્ગો સખાએ.

વગર રંગે ભીંજાઈ ગયાં કોરાં હૈયાં બે આજ!

આહા! યુગલ એકના બે થયાં ચોંકો નહીં આજ!


આ તો ફાગણની થઈ ગઈ કમાલ!

ચાર-ચાર  હૈયે મચાવી દીધી ધમાલ!

મિત્રોને મેળવતાં ક્યારે હૈયે મચી બબાલ!

'નૂતન' યુગલ સર્જાયું આ તો ફાગણની બબાલ!


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

  - વાપી

તા.: ૧૦/૦૩/૨૦૨૦





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ